ચાલુ નાણાકીય વર્ષમાં અંકુશમાં રહી છૂટક મોંઘવારી, સપ્લાયને લઈને વધુ સારૂ સંચાલન અને ઈંધણ ડ્યુટીમાં ઘટાડો કારણ: આર્થિક સર્વે

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે 2021માં વૈશ્વિક મોંઘવારીને વેગ મળ્યો હતો કારણ કે અર્થવ્યવસ્થા શરૂ થવાની સાથે આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થઈ હતી. અદ્યતન અર્થતંત્રોમાં મોંઘવારીનો દર 2020માં 0.7 ટકાથી વધીને 2021માં 3.1 ટકા થયો.

ચાલુ નાણાકીય વર્ષમાં અંકુશમાં રહી છૂટક મોંઘવારી, સપ્લાયને લઈને વધુ સારૂ સંચાલન અને ઈંધણ ડ્યુટીમાં ઘટાડો કારણ: આર્થિક સર્વે
Economic Survey For Retail Inflation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 8:07 PM

સપ્લાય સાઇડ  (Supply Side)  મેનેજમેન્ટ અને ઇંધણ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે અત્યાર સુધી ચાલુ નાણાકીય વર્ષમાં કિંમતો મોટાભાગે નિયંત્રણમાં રહી છે. સોમવારે આર્થિક સર્વે 2021-22માં (Economic Survey) આ વાત કહેવામાં આવી છે. જો કે આમાં મોંઘવારી (Inflation)  અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. સર્વેમાં જણાવાયું છે કે આયાતી ખાદ્ય તેલ અને કઠોળના મોંઘવારીને કારણે આ ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે, જેને સરકારે સક્રિય પગલાં દ્વારા નિયંત્રિત કર્યા છે. સર્વે અનુસાર, છૂટક મોંઘવારીના સંદર્ભમાં, ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત મોંઘવારી દર નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રિઝર્વ બેંકના છ ટકાના સંતોષકારક સ્તરે રહ્યો છે. જોકે, આર્થિક પ્રવૃતિમાં તેજી, વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને ઊંચા નૂર ખર્ચને કારણે જથ્થાબંધ ભાવમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે.

સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, મહામારીની બીજી લહેર બાદ આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાના સંકેતની સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધતી જતી મોંઘવારીના પડકારનો સામનો કરવો પડ્યો હતો. એપ્રિલ-ડિસેમ્બર 2021-22 દરમિયાન સરેરાશ સીપીઆઈ મોંઘવારી 5.2 ટકાના સ્તરે રહી, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 6.6 ટકા રહી હતી.

વૈશ્વિક સ્તર પર મોંઘવારી વધી

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે 2021માં વૈશ્વિક મોંઘવારીને વેગ મળ્યો હતો કારણ કે અર્થવ્યવસ્થા શરૂ થવાની સાથે આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થઈ હતી. અદ્યતન અર્થતંત્રોમાં મોંઘવારીનો દર 2020માં 0.7 ટકાથી વધીને 2021માં 3.1 ટકા થયો. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં મોંઘવારીનો દર ડિસેમ્બર 2021માં 7.0 ટકાએ પહોંચ્યો હતો, જે 1982 પછી સૌથી વધુ છે. ડિસેમ્બર 2021માં યુકેમાં મોંઘવારી દર ઘટીને 5.4 ટકાના લગભગ 30 વર્ષના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઊભરતાં વૈશ્વિક બજારોમાં, બ્રાઝિલમાં મોંઘવારી 10.1 ટકા સુધી પહોંચી ગઈ અને તુર્કીમાં મોંઘવારી 36.1 ટકા સુધી પહોંચીને બે અંકમાં રહી છે. છેલ્લા 6 મહિનામાં આર્જેન્ટિનામાં મોંઘવારીનો દર 50 ટકાથી વધુ રહ્યો છે.

એપ્રિલ-ડિસેમ્બર 2020-21 દરમિયાન છૂટક મોંઘવારી દર 6.6 ટકાથી ઘટીને 5.2 ટકા થયો, જે 2 ટકાથી 6 ટકાની ટાર્ગેટ રેન્જમાં છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે આ શક્ય બન્યું છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) અનુસાર, ખાદ્ય ફુગાવો 2021-22 (એપ્રિલ-ડિસેમ્બર)માં સરેરાશ 2.9 ટકા હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 9.1 ટકા હતો.

ખાણીપીણીનો મોંઘવારીમાં 60 % ફાળો

સમીક્ષા મુજબ, ખાદ્ય અને પીણા જૂથમાં માત્ર 7.8 ટકા હિસ્સો હોવા છતાં ખાણી અને પીણાએ મોંઘવારીમાં 60 ટકા યોગદાન આપ્યું છે. ખાદ્ય તેલની માંગ મોટાભાગે આયાત (60 ટકા) દ્વારા સંતોષવામાં આવતી હતી અને તેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધઘટ વધારે મોંઘવારી માટે જવાબદાર છે. જોકે, ભારતમાં ખાદ્યતેલોની આયાત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછી રહી છે, પરંતુ કિંમતના સંદર્ભમાં 2019-20ની તુલનામાં 2020-21માં તેમાં 63.5 ટકાનો વધારો થયો છે.

સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે કઠોળનો મોંઘવારી દર 2020-21માં 16 ટકાથી ઘટીને ડિસેમ્બર 2021માં 2.4 ટકા પર આવી ગયો છે. ખરીફ કઠોળના વાવેતર વિસ્તારમાં 142.4 લાખ હેક્ટરના (1 ઓક્ટોબર 2021 સુધીમાં) એક નવા ઉચ્ચ સ્તરની વૃદ્ધિની સાથે કઠોળની મોંઘવારી ઘટવાની પ્રવૃતિ પર છે.

આ પણ વાંચો :  Economic Survey 2022 : ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2022 સંસદમાં રજૂ થયો, FY23 માટે GDP ગ્રોથ 8-8.5 રહેવાનું અનુમાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">