IPL 2021 DC vs KKR: પૃથ્વી શો એ કરેલી ઝંઝાવાતી બેટીંગ વડે દિલ્હી એ કલકત્તાને 7 વિકેટે હાર આપી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હી એ શાનદાર જીત મેળવી હતી.

IPL 2021 DC vs KKR: પૃથ્વી શો એ કરેલી ઝંઝાવાતી બેટીંગ વડે દિલ્હી એ કલકત્તાને 7 વિકેટે હાર આપી
Delhi vs Kolkata
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 11:32 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આઇપીએલની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હી એ શાનદાર જીત મેળવી હતી.

દિલ્હી ના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન કર્યા હતા. જવાબમાં પૃથ્વી શોની ધમાકેદાર બેટીંગ વડે દિલ્હી એ જીત મેળવી હતી. દિલ્હી એ ત્રણ વિકેટ ગુમાવીને 16. ઓવરમાં 156 રન કરીને જીત મેળવી હતી.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ પૃથ્વી શોએ પ્રથમ ઓવર થી જ શરુઆત જબરદસ્ત કરી હતી. તેણે પ્રથમ ઓવરમાં જ 6 બોલમાં 6 ચોગ્ગા લગાવ્યા હતા. આ પ્રકારની ઘટના આઇપીએલમાં અત્યાર સુધીમાં બીજી વાર નોંધાઇ હતી. 18 બોલમાં પૃથ્વી એ અર્ધશતક લગાવ્યુ હતુ. જ્યારે 41 બોલમાં 82 રન કરીને તે પેવેલિયન પરત ફર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. શિખર ધવને 47 બોલમાં 46 રન કર્યા હતા. ધવન અને શોએ 132 રનની ભાગીદારી કરી હતી. ઋષભ પંતે 7 બોલ રમીને 16 કર્યા હતા. માર્કસ સ્ટોઇનીશ અને શિમરોન હેયટમેર અંતમા અણનમ રહી જીતની ઔપચારીકતા પુરી કરી હતી.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બોલીંગ પેટ કમિન્સે 4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી, તેણે 24 રન આપ્યા હતા. શિવમ માવીએ શરુઆતની એક ઓવરમાં જ 24 રન લુટાવ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 34 રન ગુમાવ્યા હતા. સુનિલ નરેને 4 ઓવરમાં 36 રન કર્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ શરુઆત કરતા ચોથી ઓવરમાં 25 રને પ્રથમ વિકેટ ઓપનર નિતીશ રાણાની ગુમાવી હતી. તેણે 15 રન કર્યા હતા. ત્યાર બાદ બીજી વિકેટ રાહુલ ત્રિપાઠીની 69 રને ગુમાવી હતી. ત્રિપાઠીએ 19 રન કર્યા હતા. ઇયોન મોર્ગન અને સુનિલ નરેન શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. દિનેશ કાર્તિકે પણ 14 રન કરીને વિકેટ ગુમાવી હતી. આંદ્રે રસેલ એ 27 બોલમાં 45 રન કર્યા હતા, તેણે 4 છગ્ગા લગાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ અક્ષર પટેલ એ 4 ઓવર માં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. લલિત યાદવે 3 ઓવર કરીને 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઇનિશ એ એક ઓવર કરીને 7 રન આપી એક વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 31 રન આપ્યા હતા. ઇશાંત શર્માએ 4 ઓવર કરીને 34 રન આપ્યા હતા.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">