Gujarat lockdown : ગુજરાતમાં 3-4 દિવસ લોકડાઉન કરો, સપ્તાહના અંતે કરફ્યુ લાદો, હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

ગુજરાતમાં 3 કે 4 દિવસનું લોકડાઉન કરીને અને સપ્તાહના અંતે કરફ્યુ નાખીને કોરોનાની વકરતી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટે, Gujarat High Court, ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

| Updated on: Apr 06, 2021 | 2:08 PM

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા, ગુજરાત હાઈકોર્ટે, Gujarat High Court રાજ્ય સરકારને government નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં 3-4 દિવસનુ લોકડાઉન lockdown કરો. ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં રોજબરોજ કોવીડ19ના covid 19 કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે. ગુજરાતમા કોરોનાના કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી, ગુજરાતમાં 3-4 દિવસનુ મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે. શક્ય હોય તો સપ્તાહના અંતે કરફ્યુ curfew પણ લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આજે ગુજરાત સરકારને કોરોના સંદર્ભે નિર્દેશ કર્યો છે. હાલની કોરોનાની બીજી લહેરની સ્થિતિને કાબુમા લઈને લોકોમાં કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે અન્ય પણ કેટલાક નિર્દેશ ગુજરાત સરકારને કર્યા છે. જેમાં જરૂર પડે સપ્તાહના અંતે કરફ્યુ લાદવા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે. આ સ્થિતિમાં રાજકીય અને સામાજીક કાર્યક્રમો સંદતર બંધ કરવા પણ નિર્દેશ કરાયો છે. કોરોનાને કાબુમા લેવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગે અને આરોગ્ય વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકાઓ તેમજ એસઓપીનું SOP કડકાઈથી પાલન કરવા પણ ગુજરાત સરકારને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે Gujarat High Court આજે કરેલા નિર્દેશને પગલે, ગુજરાત સરકાર Gujarat government હવે આગામી શુક્રવાર સુધીમાં લોકડાઉન કે કરફ્યુ curfew અંગેની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશ બાદ, ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળશે. જેમાં કેવા પ્રકારનું લોકડાઉન lockdown રાખવું. ખાસ કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યા લઈને કેવા પ્રકારની છુટછાટ આપવી. સપ્તાહના અંતે એટલે કે શનિવાર અને રવિવારે લોકો બિનજરૂરી ઘરમાંથી બહાર નિકળી રહ્યાં છે ત્યારે શનિવાર અને રવિવારે કયા કયા વિસ્તારોમાં કરફ્યુ લાદવો, કરફ્યુ માટેનો સમય શુ રાખવો વગેરે અંગે ગુજરાત સરકારની કોર કમિટી નિર્ણય લેશે.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશના અનુસંધાને ગુજરાત સરકાર જે કોઈ પગલા લેશે તેનાથી ચોક્કસ કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાશે. સાથોસાથ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને અવશ્ય ઘટાડો કરીને કોરોનાથી થતા મૃત્યુનો આંક જરૂરથી નીચો લાવી શકાશે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">