Vastu Tips : મની પ્લાન્ટ લગાવવામાં રાખવુ પડશે ખાસ બાબતોનું ધ્યાન, નહિંતર જીવનમાં આવશે તણાવ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવતી વખતે સાચી દિશા, પ્લાન્ટની ગુણવત્તા સહિતની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે.
મની પ્લાન્ટ (Money Plant) ઘરની સજાવટ માટે ખૂબ જ લોકપ્રિય છોડ છે. આ સાથે વાસ્તુ(Vastu) દોષોને દૂર કરવા લોકો કેટલાક છોડનો ઘરમાં ઉપયોગ કરતા હોય છે. ઘરની સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક છોડ લગાવી શકાય છે. જે પૈકી એક છોડ મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટ ઘરની સજાવટ સાથે વાસ્તુ દોષ પણ દૂર કરે છે પરંતુ, તેને લગાવવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે.
તમારા ઘરમાં મની પ્લાન્ટ લાવવાથી તમારી આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર પડી શકે છે. પરંતુ મની પ્લાન્ટને જો કેટલીક ખાસ બાબતોનું ધ્યાનમાં રાખ્યા વગર લગાવવામાં આવે તો ઘરમાં નકારત્મકતા આવી શકે છે. તમારે ખાતરી કરવી પડશે કે તમે તેની યોગ્ય કાળજી લો છો. નહિંતર તે તમારા જીવનમાં તણાવ અને નાણાકીય કટોકટી લાવશે.
ધ્યાનમાં રાખવાની બાબતો: સાચી દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં હોવો જોઈએ. તે સમૃદ્ધિને આકર્ષવામાં અને નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે. તેને ઈશાન દિશામાં રાખવાથી તમારા જીવનમાં તણાવ જ આવશે. મની પ્લાન્ટને ઉત્તર પ્રવેશદ્વાર પર રાખવાથી આવકના નવા સ્ત્રોત અને કારકિર્દીની ઘણી તકો મળે છે.
નિયમિત પાણી આપવું મની પ્લાન્ટને નિયમિત રીતે પાણી આપવુ ખૂબ જ જરૂરી છે. શુષ્ક અને સુકાઈ ગયેલો મની પ્લાન્ટ તમારા માટે ખરાબ નસીબ જ લાવશે. ઉપરાંત, છોડને ફ્લોરને સ્પર્શવા ન દો, કારણ કે તેની નકારાત્મક અસર પડી શકે છે.
પાનનો આકાર ચકાસવો મની પ્લાન્ટ ખરીદતી વખતે મની પ્લાન્ટના પાંદડાનો આકાર ચોક્કસ ચકાસી લેવો જોઇએ. મની પ્લાન્ટ ખરીદતી વખતે ખાતરી કરવી કે પાંદડા હૃદય આકારના છે. હૃદય આકારના પાંદડા સંપત્તિ, સમૃદ્ધિને આકર્ષે છે અને સ્વસ્થ સંબંધોને પ્રોત્સાહન આપે છે.
કોઇને સ્પર્શવા ન દેવા તમારા મની પ્લાન્ટને ક્યારેય કોઈને સ્પર્શવા કે કાપવા ન દો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા પૈસા તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને અન્ય વ્યક્તિને મળી જશે.
નોંધ- અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અત્રે રજુ કરવામાં આવેલ છે.
આ પણ વાંચોઃ ભારતમાં પણ પ્રદૂષણ મુક્ત સ્થળોએ મનાવી શકાય છે વેકેશન, સ્વચ્છતા માટે વખણાય છે આ પ્રવાસન સ્થળો
આ પણ વાંચોઃ જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે