AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલ ? ગમે તેટલાં વ્યસ્ત હોવ પણ ક્યારેય રાત્રે લોટ બાંધીને ન રાખો !

આપણા વડીલો પાસેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જેટલી જરૂર હોય તેટલી જ રોટલી (Rotali) માટે કણક બાંધવી જોઇએ. વધુ પ્રમાણમાં કણક કે લોટ બાંધીને ન રાખો. તેને ફ્રીજમાં પણ ન રાખો. નહીં તો તમે પોતાના માટે મુસીબતોને સામેથી આમંત્રણ આપો છો !

તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલ ? ગમે તેટલાં વ્યસ્ત હોવ પણ ક્યારેય રાત્રે લોટ બાંધીને ન રાખો !
Roti dough
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 23, 2023 | 6:24 AM
Share

હિન્દુ ધર્મમાં ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે. જે ધીરે ધીરે પરંપરા બની ગઇ છે. આ પરંપરાઓ પાછળ કોઇને કોઇ કારણ જરૂર છૂપાયેલું હોય છે. એવી જ એક માન્યતા એ છે કે રોટલી માટે રાત્રે લોટની કણક બાંધીને ક્યારેય ન રાખવી જોઈએ. જો આપ આવું કંઈ કરી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે આપ મુસીબતને આમંત્રણ આપી રહ્યા છો ! આવો, જાણીએ કે આવું કરવું શા માટે યોગ્ય નથી.

વડીલોની માન્યતા

લોટની કણક સાથે કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. મોટાભાગે આપણા વડીલો પાસેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જેટલી જરૂર હોય તેટલી જ રોટલી માટે કણક બાંધવી જોઇએ. વધુ પ્રમાણમાં કણક કે લોટ બાંધીને ન રાખો. તેને ફ્રીજમાં પણ ન રાખો. નહીં તો તમે પોતાના માટે મુસીબતોને સામેથી આમંત્રણ આપો છો. પ્રથમ દૃષ્ટિએ જોવા જઈએ તો આ માન્યતા પાછળ કોઇપણ કારણ દેખાતું નથી, કે જે આ પરંપરાને સાબિત કરે. પણ, આજે અમે આપને આ પરંપરા પાછળ છૂપાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ અને કેટલાંક વૈજ્ઞાનિક તથ્યોને જણાવીએ.

શું છે પૌરાણિક માન્યતા ?

ધર્મગ્રંથો અનુસાર જ્યારે પિતૃઓ માટે પિંડદાન કરવામાં આવે છે, તે સમયે લોટના નાના નાના પિંડ બનાવવામાં આવે છે. આ પિંડદાન પિતૃઓની આત્માની શાંતિ માટે નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે ઘરમાં રોટલીના લોટની કણક બાંધીને રાખીએ છે તો તે પિંડ સ્વરૂપ બની જાય છે. આ કારણે નકારાત્મક શક્તિઓ તેની તરફ તરત જ આકર્ષિત થાય છે. વાસ્તવમાં રાત્રિના સમયે આ જીવોનું ધરતી પર પ્રભુત્વ હોય છે. એક માન્યતા અનુસાર રોજ રાત્રે વાતાવરણમાં ફરતી આત્માઓ તેમના નિવાસ માટે પિંડ શોધે છે. એટ્લે કે, તે ફ્રીજમાં રાખેલા લોટને પિંડ સમજીને તેમાં નિવાસ કરવાનો પ્રયત્ન કરે છે !

એ પિંડ બનેલ કણકની આપણે રોટલી બનાવી જમતા હોઈએ છીએ. જો સારો આત્મા હશે તો એ રોટલી ખાનારના વાણી, વર્તન અને વ્યવહાર સારા બનશે. પરંતુ, જો ખરાબ આત્મા હશે તો જ્યાં સુધી એ રોટલી વ્યક્તિના શરીરમાં હશે ત્યાં સુધી તેની અસર તે વ્યક્તિમાં જોવા મળશે. આવું ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવી રહ્યું છે. માટે આખી રાત ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ક્યારેય બનાવવી જોઈએ નહીં.

લોટ વધે તો શું કરવું ?

જે ઘરમાં વારંવાર રોટલીના લોટની કણક બાંધીને રાખવામાં આવે છે તો ત્યાં નિશ્ચિત રૂપે નકારાત્મક શક્તિઓ સક્રિય થઇને તેની અસર દર્શાવે છે. પરેશાનીઓ દિવસે ને દિવસે ઘટવાને બદલે વધતી જાય છે. તેનાથી બચવા માટે મહિલાઓએ રોટલીના વધેલા લોટની કણક પર આંગળીઓના નિશાન બનાવી દેવા જોઈએ. કહે છે કે આવું કરવાથી તે પિંડની શ્રેણીમાં નથી આવતા. આ ઉપાયને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અલબત્, વૈજ્ઞાનિક અને આયુર્વેદની દૃષ્ટિએ પણ વધેલાં લોટનો ઉપયોગ હિતાવહ નથી જ મનાતો.

શું છે વૈજ્ઞાનિક કારણ ?

જો તમે રાત્રે રોટલીના લોટની કણક બાંધીને તેને ફ્રીજમાં રાખો છો, અને બીજા દિવસે તેનો ઉપયોગ કરો છો, તો તેની પૌષ્ટિકતા ઓછી થઇ જાય છે. આ કણકમાંથી બનેલી રોટલીઓ સ્વાસ્થ્ય માટે પણ સારી નથી મનાતી. કહે છે કે તેના લીધે આપે કોઇને કોઇ પ્રકારની બીમારીનો ભોગ બનવું પડે છે. આ કણકમાંથી બનેલી રોટલી પાચનમાં ભારે પડે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એ જ કારણ છે કે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આવાં લોટની રોટલી સારી નથી મનાતી.

શું કહે છે આયુર્વેદ ?

આયુર્વેદ અનુસાર જે રીતે વાસી ભોજન શરીર માટે નુકસાનકારક છે તેવી જ રીતે રોટલી માટે રાત્રે બાંધેલી કણકનો સવારે થતો ઉપયોગ પણ ખરાબ પરિણામ આપે છે. પછી ભલેને એ કણક ફ્રીજમાં જ રાખેલી હોય ! કહે છે કે તેનું ખરાબ પરિણામ તો ભોગવવું જ પડે છે. તેમાં વાયરસ, બેક્ટેરિયા સક્રિય થવા લાગે છે અને તેના કારણે કોઇ મોટી બીમારીનો ભોગ બનવું પડે છે. એટલે જ ક્યારેય વાસી લોટની રોટલી ન બનાવવી જોઈએ. હંમેશા જરૂર પૂરતો જ લોટ બાંધો. અને ગમે તેટલાં વ્યસ્ત હોવ, રાત્રે લોટ બાંધીને ફ્રીજમાં ન મૂકી રાખો. જ્યારે રોટલી બનાવવાની હોય ત્યારે જ લોટ બાંધો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">