હનુમાનજીને બજરંગબલી શા માટે કહેવામાં આવે છે ? જાણો તેની રોચક કથા
Hanuman jayanti 2023 : હનુમાનજીને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે હંમેશા પોતાના ભક્તોના દુ:ખ દૂર કરે છે. શક્તિ અને બુદ્ધિના દેવતા હનુમાનજીને બજરંગબલી પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે તેની પાછળની કથા વિશે જાણો છો?
હનુમાન જયંતિના બજરંગબલીની જન્મ તિથિ . આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. આ સિવાય જ્યોતિષમાં ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ સીવાય પણ કુંડળીમાં મંગળ દોષની અસર ઓછી કરવા હનુમાનજીની આરાધના કરવામાં આવે છે.
હનુમાનજીને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે હંમેશા પોતાના ભક્તોના દુ:ખ દૂર કરે છે. શક્તિ અને બુદ્ધિના દેવતા હનુમાનજીને બજરંગબલી પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે તેની પાછળની કથા વિશે જાણો છો?
હનુમાનજીને બજરંગબલી કહેવામાં આવે છે. તેની પાછળ બે માન્યતાઓ છે. પ્રથમ માન્યતા મુજબ, બજરંગબલી ખૂબ શક્તિશાળી છે. તેનું શરીર વ્રજ જેવું છે, તેથી તેને બજરંગબલી કહેવામાં આવે છે. અન્ય માન્યતા અનુસાર, હનુમાનજીએ ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે આખા શરીર પર સિંદૂર લગાવ્યું હતું, જેના કારણે તેમનું નામ બજરંગબલી પડ્યું. ચાલો આ માન્યતા સાથે સંબંધિત કથા વિશે જાણીએ.
એકવાર માતા સીતા સિંદૂર લગાવી રહ્યા હતા, તે સમયે હનુમાનજીએ પૂછ્યું કે માતા, તમે તમારી માંગમાં સિંદૂર કેમ લગાવો છો ? તેનો જવાબ આપતા માતા સીતા કહે છે કે, તે તેમના પતિ પ્રભુ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂર લગાવી રહ્યા છે. સિંદૂરનું મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ અનુસાર, વિવાહિત મહિલા જે માંગમાં સિંદૂર લગાવે છે, તેના પતિનું આયુષ્ય લાંબુ રહે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
માતા સીતાજીની વાત સાંભળી હનુમાનજી વિચારે છે કે જો સિંદૂર લગાવવાથી આટલો લાભ થાય છે, તેથી તેઓ આખા શરીર પર સિંદૂર લગાવશે. ભગવાન શ્રી રામને અમર બની જશે આ વિચારીને હનુમાનજી પોતાના આખા શરીરમાં સિંદૂર લગાવે છે. જ્યારે ભગવાન રામ હનુમાનજીને જુએ છે, ત્યારે તેઓ તેમની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભગવાન શ્રી રામ કહે છે કે તમે હવે બજરંગબલી તરીકે ઓળખાશો. બજરંગબલીમાં બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…