વામાંગી હોવા છતાં કેટલાક કાર્યોમાં પતિની જમણી બાજુ કેમ બેસે છે સ્ત્રી? જાણો શું કહે છે શાસ્ત્રો

હિંદુ શાસ્ત્રોમાં પત્નીને વામંગી કહેવામાં આવી છે, આ કારણથી કહેવાય છે કે પત્નીએ પતિની ડાબી બાજુએ બેઠેલી હોવી જોઈએ. પરંતુ દરેક કામમાં પત્નીનું સ્થાન ડાબી બાજુ નથી હોતું. ઘણા શુભ કાર્યો (Auspicious Works) માં પત્ની પતિની જમણી બાજુ બેસે છે. આવું કેમ કરવામાં આવે છે, તેના વિશે અહીં જાણો.

વામાંગી હોવા છતાં કેટલાક કાર્યોમાં પતિની જમણી બાજુ કેમ બેસે છે સ્ત્રી? જાણો શું કહે છે શાસ્ત્રો
Hindu scriptures (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 2:46 PM

મહાદેવ (Mahadev)ના અર્ધનારેશ્વરના રૂપમાં તેમના શરીરની ડાબી બાજુથી સ્ત્રીનોને ઉત્પન્નથતી દર્શાવવી છે. આ કારણથી પત્નીને વામાંગી કહેવામાં આવે છે. વામંગી એટલે કે જે પુરુષ શરીરનો ડાબો ભાગ છે. તમામ શુભ કાર્યો (Auspicious Works)માં પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવામાં આવે છે, પરંતુ કેટલાક કાર્યોમાં તે જમણી બાજુ બેસે છે. આવી સ્થિતિમાં મનમાં આ પ્રશ્ન અવશ્ય આવે છે કે વામાંગી હોવા છતાં દરેક કામમાં પત્નીને પતિની જમણી બાજુએ કેમ બેસાડવામાં આવે છે? પત્ની માટે ક્યારે પતિની જમણી બાજુ બેસવું અને ક્યારે ડાબી બાજુ બેસવું તે શાસ્ત્રોક્ત છે, તેના વિશે અહીં જાણો.

આ કાર્યોમાં પત્ની જમણી બાજુ બેસે છે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કન્યાદાન, લગ્ન, યજ્ઞકર્મ, જાતકર્મ, નામકરણ અને અન્નપ્રાશન વખતે પત્નીએ પતિની જમણી બાજુએ બેસવું જોઈએ. તેનું કારણ એ છે કે આ બધા કામો પારલૌકિક ગણાય છે અને તેને પુરુષપ્રધાન માનવામાં આવે છે, તેથી પત્નીને જમણી બાજુએ બેસાડવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય પત્નીએ સૂતી વખતે, સભામાં, સિંદૂર દાનમાં, દ્વિરાગણ, આશીર્વાદ મેળવતી વખતે અને ભોજન સમયે પતિની ડાબી બાજુ બેસી જવું જોઈએ, કારણ કે આ ક્રિયાઓ સાંસારિક છે. સાંસારિક કાર્યો સ્ત્રીલક્ષી માનવામાં આવે છે, જેમાં પત્નીએ પતિની ડાબી બાજુએ બેસવું જોઈએ.

પત્નીને અર્ધાંગિની કેમ કહેવામાં આવે છે

પત્નીને અર્ધાંગિની તરીકે પણ સંબોધવામાં આવે છે. આવુ એટલા માટે કહેવામાં આવે છે કે લગ્ન પછી પત્ની તેના પતિનું જીવન પોતાની સાથે શેયર કરે છે. તેના સુખ અને દુ:ખ બંનેનેમાં ભાગ પડાવે છે, તેના જીવનના દરેક સંજોગોનો એક ભાગ બની જાય છે. જીવનસાથી બનીને તે પોતાના પતિની જવાબદારીઓમાં ભાગીદાર બને છે અને તેને પૂરી નિષ્ઠાથી પૂરી કરે છે. પત્ની વિના પતિનું જીવન અધૂરું છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં તેને અર્ધાંગિની કહેવામાં આવે છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ભીષ્મ પિતામહે પોતાની પત્ની વિશે આ જ્ઞાન આપ્યું હતું

મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પત્ની વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે. પિતામહે પત્ની ઘરની લક્ષ્મી કહી છે. તેને વંશ વધારનારી કહેવામાં આવી છે. પત્નીને હંમેશા આદર આપવો જોઈએ અને તેને ખુશ રાખવી જોઈએ. જે ઘરમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યાં હંમેશા ખુશીઓ આવે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Mumbai Indians IPL 2022: ટૂર્નામેન્ટની 5 વારની વિજેતા સિઝનમાં પ્રથમ જીત માટે 5 મી મેચની રાહ જોવા મજબૂર, આ કારણો થી સ્થિતી કંગાળ

આ પણ વાંચો :Ram Navami 2022: રામનવમીના દિવસે જરૂર કરો આ પ્રસિદ્ધ રામમંદિરના દર્શન

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">