Rakshabandhan 2023 : આ વર્ષે રક્ષાબંધન ક્યારે 30 કે 31મી ઓગસ્ટે? ક્યા દિવસે ઉજવાશે તહેવાર? વાંચો ખાસ અહેવાલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભદ્રા વિશે કહેવામાં આવે છે કે ભદ્રાને શાસ્ત્રો અનુસાર સૂર્યની પુત્રી માનવામાં આવે છે જેને યમરાજ અને શનિદેવની બહેન ગણવામાં આવે છે .જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

રક્ષાબંધન (Rakshabandhan 2023)નો તહેવાર આવે ત્યારે આપણે હંમેશા ભદ્રા વિષ્ટિ કરણ દોષ જોઇ ને જ રક્ષાબંધન ઉજવણી કરતા હોય છે,ભદ્રા વિષ્ટિ કરણ સમયે રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. પરંતુ આ વખતે રક્ષાબંધનને લઇને કેટલીક દુવિધા છે રક્ષાબંધન 30 કે 31 ઓગસ્ટે કરવા અંગે મોટેભાગેની જગ્યાએ એવું જાણવા મળે છે કે આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે પરંતુ તે ભૂલ ભરેલું છે જે અંગે સચોટ માહિતી આપતા ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે.
આ પણ વાંચો : શ્રાવણમાં આ બાબતનું રાખો ધ્યાન, મહાદેવ થશે પ્રસન્ન, જલદી મળશે શિવ સાધનાનું પરિણામ
બે દિવસ રહેશે પૂર્ણિમા
આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટની સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટની સવારે 7.58 વાગ્યા સુધી રહેવાની છે. આમ રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 7.58 વાગ્યા સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે પરંતુ ભદ્રા વિષ્ટિ કરણ દોષ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે 9 .01 વાગ્યાથી બીજે દિવસે સવારે 7.05 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે તેવું જણાવવામાં આવે છે પરંતુ તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.
31 ઓગસ્ટ ગુરુવારના રોજ ઉજવાશે તહેવાર
ધાર્મિક રીતે 31 ઓગસ્ટ ગુરુવાર ના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે તેના મુખ્ય કારણો એવા છે કે સવારે સૂર્યોદય સમયે 6-22 મિનિટે પૂર્ણિમા તિથિ છે જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે કેમકે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો જેવા કે અંબાજી ખેડબ્રહ્મા ડાકોર વગેરે અનેક મંદિરોમાં પણ શ્રાવણની પૂર્ણિમા રક્ષાબંધન 31 ઓગસ્ટે જ ઉજવામાં આવશે માટે કોઈપણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટ ગુરુવારના રોજ આખો દિવસ રાખડી બાંધી શકશે.
ભદ્રાને કારણે થયો હતો રાવણનો નાશ
જો પૂર્ણિમા તિથિ એ રક્ષા બંધન કરવું હોય તો આજ દિવસે કરી શકાય અને આ સંપૂર્ણ દિવસ ભદ્રા વિષ્ટિ કરણ નો કોઈ જ અશુભ દોષ નથી,ભદ્રા વિષ્ટિ અંગે પૌરાણિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે શૂર્પણખાએ ભદ્રાવિષ્ટિ કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી. આનું પરિણામ એ આવ્યું કે રાવણના સમગ્ર કુળનો નાશ થયો. તેથી એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવી પણ માન્યતા છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.
ભદ્રાને શાસ્ત્રો અનુસાર સૂર્યની પુત્રી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભદ્રા વિશે કહેવામાં આવે છે કે ભદ્રાને શાસ્ત્રો અનુસાર સૂર્યની પુત્રી માનવામાં આવે છે જેને યમરાજ અને શનિદેવની બહેન ગણવામાં આવે છે .જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાખડી બાંધી શકતી નથી. ભદ્રાના સમયે જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન, વૃશ્ચિક રાશિમાં સ્થિત હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે. જો ચંદ્ર કન્યા, તુલા, ધનુ, મકર રાશિમાં હોય તો ભદ્રા પાતાલમાં રહે છે અને જો ચંદ્ર કર્ક, સિંહ, કુંભ, મીન રાશિમાં હોય તો ભદ્રા પૃથ્વી પર રહે છે
ભદ્રાને અશુભ માનવામાં આવે છે
શાસ્ત્રો અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે. તિથિના પૂર્વાર્ધનો દિવસ ભદ્રા કહેવાય છે તિથિના ઉત્તરાર્ધની ભદ્રાને રાત્રિની ભદ્રા કહેવામાં આવે છે જો દિવસની ભદ્રા રાત્રે આવે અને રાત્રિની ભદ્રા દિવસે આવે તો ભદ્રા શુભ માનવામાં આવે છે.રક્ષાબંધન ભદ્રકાળ – સાંજે 05:30 – સાંજે 06:31 રક્ષાબંધન ભદ્રા મુખા – સાંજે 06:31 – સાંજે 08:11 રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય – રાતે 09:01 રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત – રાત્રે 09.01 09.05 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.તિથિ અને ભદ્રાના કારણે આ વખતે પણ રક્ષાબંધન 2 દિવસ ઉજવાશે એવું કહેવાય છે પરંતુ રક્ષાબંધન 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે જેમાં કોઈપણ શંકા કે સંશય રાખવાની જરૂરિયાત નથી.
નોંધા : આ લેખ જાણીતા જ્યોતિષાચાર્ય ચેતન પટેલ દ્વારા તેમના રિસર્ચના આધારે લખવામાં આવ્યો છે અને આ લેખ સાથે ટીવી 9 સંપૂર્ણ પણે સંમત થાય જ છે તેમ માનવું નહી
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો