Ganesh Chaturthi 2021 : બુધવારની ગણેશ પૂજા જીવનના સઘળા કષ્ટને કરશે નષ્ટ ! જાણો વક્રતુંડને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ જાતે જ પોતાના હાથથી ભગવાન ગણેશજીની રચના કરી હતી, ત્યારે ભગવાન બુધ પણ કૈલાસ પર્વત પર હાજર હતા. આ સંદર્ભમાં, બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે.

Ganesh Chaturthi 2021 : બુધવારની ગણેશ પૂજા જીવનના સઘળા કષ્ટને કરશે નષ્ટ ! જાણો વક્રતુંડને પ્રસન્ન કરવાના સરળ ઉપાય
બુધવારની ગણેશ પૂજા જીવનના સઘળા કષ્ટને કરશે નષ્ટ !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 3:34 PM

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

સનાતન ધર્મ અનુસાર બુધવાર (Wednesday) એ ભગવાન ગણેશજીને (Ganesha) સમર્પિત છે. ગણેશજી વિઘ્નહર્તા તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, બુધવાર એ બુધ ગ્રહ સાથે વૈદિક જ્યોતિષ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. આ સંદર્ભે, તમે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો. એટલું જ નહીં, પરંતુ તમારી કુંડળીમાં બુધની સ્થિતિને પણ મજબૂત કરી શકો છો.

અમે તમને આજે બુધવારના દિવસે કરવાના ઉપાયો વિશે જણાવીશું. જે સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થશે. આ સાથે, અમે તમને બુધવારે ભગવાન ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે તેના વિષે માહિતગાર કરીશું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બુધવારે ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે? ⦁ હિન્દુ ધર્મમાં, અઠવાડિયાના દરેક દિવસનું ઘણું મહત્વ છે અને તે એક અથવા બીજા દેવતા સાથે જોડાયેલું છે. આ સંદર્ભમાં, બુધવાર ભગવાન ગણેશજીને સમર્પિત છે. એક પ્રચલિત દંતકથા અનુસાર, એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ જાતે જ પોતાના હાથથી ભગવાન ગણેશજીની રચના કરી હતી, ત્યારે ભગવાન બુધ પણ કૈલાસ પર્વત પર હાજર હતા. આ સંદર્ભમાં, બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. ⦁ આ સિવાય બુધવારને સૌમ્યવાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન ગણેશ સૌમ્યતાના દેવ છે. આ જ કારણ છે કે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

બુધવારની ગણેશપૂજાથી લાભ ⦁ કોઈ પણ નવા કાર્યની શરૂઆત માટે બુધવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ કરે શુભ. આ સિવાય, જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેઓએ બુધવારે વ્રત રાખવું જોઈએ. સાથે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. ⦁ એવું કહેવાય છે કે જે લોકો બુધવારે ઉપવાસ કરે છે અને ધાર્મિક હૃદય અને શુદ્ધ આત્મા સાથે ભગવાન ગણેશની પૂજા કરે છે તેમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. ઉપરાંત, તેમના માર્ગમાં આવતી તમામ પ્રકારની અડચણો ધીમે ધીમે દૂર થાય છે. ⦁ બુધવાર ભગવાન ગણેશ સાથે જોડાયેલ છે. મુખ્ય કારણ એ કે, ભગવાન ગણેશની ઉપાસના કરવાથી લોકોને જ્ઞાન, ડહાપણ વગેરે પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ⦁ જો તમે લાંબા સમયથી સતત કોઈ રોગનો સામનો કરી રહ્યા છો, તો બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા મંદિરમાં મગની દાળનું દાન કરવાથી તે રોગ દૂર થાય છે. ⦁ હિન્દુ ધર્મમાં ગાયને, જેમ માતા તરીકે પૂજવામાં આવે છે, એ રીતે બુધવારે ગાયને ખોરાક ખવડાવવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. આમ કરવાથી, તમે દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો. ⦁ તમારી કુંડળીમાં ભગવાન બુધની ખરાબ અસરો દૂર કરવા માટે અને તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો. તેમને પ્રસાદ તરીકે મોદક ધરાવો. ⦁ જો તમે ત્વચા સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો, તમારે બુધવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ વ્રતનો મહત્તમ લાભ મેળવવા માટે વિશાખા નક્ષત્રનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પછી, 7 બુધવાર સુધી સતત ઉપવાસ કરવાનો સંકલ્પ કરો અને પછી ઉજવણી કરો.

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ કરવાની રીત ⦁ બુધવારના દિવસે, વહેલી સવારે ઊઠી સ્નાન કરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ⦁ મંદિરમાં ગણપતિ યંત્ર સ્થાપિત કરો અને ભગવાન ગણેશનું સ્મરણ કરો. ⦁ ષોડશોપચાર વિધિથી ભગવાન ગણેશની પૂજા કરો. ⦁ ગણેશજીની દંતકથાનો પાઠ કરો અને ભગવાન ગણેશને લાડુ, મોદક અને હલવાનો પ્રસાદ ધરાવો. ⦁ અંતમાં આરતી કરો અને જાણી જોઈને કે અજાણતા કરેલા કોઈપણ પાપોની ક્ષમા માંગો. ⦁ ફળાહાર કરીને પાઠ કરો. ⦁ ફરીથી, સાંજે સ્નાન કરો અને પૂજા કરી પ્રસાદનું સેવન કરીને વ્રત સમાપ્ત કરો. ⦁ જ્યારે તમે તમારી આર્થિક ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપો અથવા મદદ કરો ત્યારે ઉપવાસ પૂર્ણ માનવામાં આવશે. ⦁ આ દિવસે તમે લીલા રંગના કપડા અને મગની દાળનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમારી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો અંત આવશે.

બુધવારના દિવસે આ 5 વસ્તુઓ કયારેય ન કરવી જોઈએ. ⦁ બુધવારે ક્યારેય કોઈ નાણાકીય વ્યવહાર કરવો ન જોઈએ. ⦁ જો કોઈ બુધવારે ધિરાણ અથવા ઉધાર લે છે, તો તેમને જીવનભર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ⦁ બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને ભગવાન બુધને સમર્પિત છે, જે ભાષા અને સંવાદોનું મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં, કોઈની સાથે વ્યવહાર કરતી વખતે કઠોર ભાષાનો ઉપયોગ ટાળો. ⦁ ચહેરા પર હાસ્ય સાથે મીઠા શબ્દનો પ્રયોગ કરો. ⦁ કોમળ વર્તન તમારી વાતનો મુખ્ય વિષય હોવો જોઈએ. આમ કરવાથી, તમે ઘણી બધી આર્થિક સમસ્યાઓથી બચી શકો છો. ⦁ બુધવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડાં ન પહેરો. અન્ય કોઈ પણ રંગ શુભ ગણાશે.

આ પણ વાંચો : જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા

આ પણ વાંચો : અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિ વિનાયકનો મહિમા

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">