Vastu Tips: શું ઘરમાં પૈસા નથી ટક્તા? વાસ્તુના આ નિયમોને અનુસરવાથી પૈસાથી ભરેલી રહેશે ઘરની તિજોરી
Vastu Tips For Money:વાસ્તુ અનુસાર, ઘરમાં કેટલાક દોષોના કારણે પૈસા તમારી પાસે ટક્તા નથી. દિવસ-રાત આકરી મહેનત કર્યા બાદ પણ આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. એવામાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાય સૂચવવામાં આવ્યા છે.

દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. ક્યારેક, એવુ પણ બને છે કે લોકો પૈસા તો કમાઈ લે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકતા નથી. જેટલી ઝડપથી તે આવે છે, તેટલી જ ઝડપથી તે ખર્ચાઈ જાય છે. તેનુ કારણ ઘરમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. કેટલાક વાસ્તુ દોષોને કારણે માતા લક્ષ્મીની કૃપા ઘરમાં લાંબો સમય નથી રહેતી. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અનુસરીને આ ખામીઓને દૂર કરી શકાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
ઘરની ઉત્તર દિશાને સ્વચ્છ રાખો
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની ઉત્તર દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને ધનનું દ્વાર માનવામાં આવે છે. તેથી, આ દિશામાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. ઘરમાં ગંદકી નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. જે ઘર અવ્યવસ્થિત અને ગંદુ હોય છે ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરની મૂર્તિ કે તસવીર લગાવો.
કરોળિયાના જાળાને દૂર કરો
વાસ્તુ અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો સૌથી મહત્વપૂર્ણ છે. તેને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન દોરો અને દર શુક્રવારે તેના પર ગંગાજળ છાંટો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. ઉપરાંત, જો ઘરમાં ક્યાંય કરોળિયાના જાળા હોય તો તેને દૂર કરો. તેને ધનના પ્રવાહમાં અવરોધ માનવામાં આવે છે.
આ દિશામાં રાખો તિજોરી
વાસ્તુ અનુસાર, ઘરની તિજોરીને ઉત્તર દિશા તરફ રાખવી શુભ માનવામાં આવે છે. તિજોરીની અંદર લાલ કપડું બિછાવી તેના પર શ્રીયંત્ર અથવા ચાંદીનો સિક્કો મૂકો. આ ઉપાય ધનને સ્થિર રાખે છે અને અચાનક આવનારા ખર્ચને અટકાવે છે.
દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો
શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
