AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે અચૂક અજમાવી લો આ સરળ ઉપાય, માતા લક્ષ્મી પ્રદાન કરશે ધનના આશીર્વાદ !

આજે એક મુઠ્ઠી કાળા તલ લઇને, તેને પરિવારના (Family) દરેક સભ્યના માથા પરથી 7 વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા જોઈએ. માન્યતા અનુસાર આ કાર્ય કરવાથી અનાયાસે થનાર ધનહાનિ ટળી જાય છે. અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે !

આજે અચૂક અજમાવી લો આ સરળ ઉપાય, માતા લક્ષ્મી પ્રદાન કરશે ધનના આશીર્વાદ !
Goddess Lakshmi (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 15, 2023 | 6:40 AM
Share

મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન, પુણ્ય, વ્રત, સૂર્ય આરાધના તેમજ પતંગ ઉડાવવાનો મહિમા છે. પરંતુ, આ વખતે મકરસંક્રાંતિનો પુણ્યકાળ 15 જાન્યુઆરી, રવિવારના રોજ એટલે કે આજે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પુણ્યકાળમાં કેટલાંક એવાં કાર્યો પણ કરી શકાય છે કે જેનાથી આપની ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. તો ચાલો એ જાણીએ કે આજે કયા કાર્ય સવિશેષ ફળદાયી બની રહેશે અને સાથે જ તે આપને ધનપ્રાપ્તિમાં આશિષ પણ પ્રદાન કરશે.

લક્ષ્મી નારાયણની આરાધના

આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે આરાધના કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપના પરિવાર પર અકબંધ રહેશે.

તલના લાડુનું દાન !

મકરસંક્રાંતિમાં તલના લાડુ આરોગવાનો અને તેનું દાન કરવાનો મહિમા છે. કહે છે કે મકરસંક્રાંતિના પુણ્યકાળમાં કાળા તલ અને ગોળના લાડુ બનાવીને આરોગવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ, તેનું દાન કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ઘરનું આર્થિક સંકટ પણ દૂર થાય છે.

સૂર્ય દેશે ધનના આશીર્વાદ !

આજે શુભ મુહૂર્તમાં ખુલ્લા આકાશ નીચે આસન પર બેસીને સૂર્યદેવનું પંચોપચાર પૂજન કરો અને તેમને ગોળનો ભોગ અર્પણ કરો. તેમને લાલ પુષ્પ અર્પણ કરીને લાલ ચંદનની માળાથી “ૐ ભાસ્કરાય નમઃ ।” મંત્રનો 1000 વખત જાપ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી પ્રસન્ન થઇને ભગવાન સૂર્ય એટલું ધન પ્રદાન કરે છે કે તે આવનારી સાત પેઢીઓ સુધી પણ નથી ખૂટતું ! ઉલ્લેખનીય છે કે આ ઉપાય સૂર્યોદય સમયે વિશેષ લાભદાયી બની રહે છે.

ધનહાનિ ટળશે !

આજે એક મુઠ્ઠી કાળા તલ લઇને, તેને પરિવારના દરેક સભ્યના માથા પરથી 7 વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા જોઈએ. માન્યતા અનુસાર આ કાર્ય કરવાથી અનાયાસે થનાર ધનહાનિ ટળી જાય છે. અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે !

લક્ષ્મીકૃપા અર્થે વિશેષ ઉપાય

આજના દિવસે શુભ મુહૂર્તમાં 14 સ્વચ્છ કોડીઓ લઇને તેને કેસરના દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તે કોડીઓને ગંગાજળથી શુદ્ધ કરી લો અને એક સ્વચ્છ પાત્રમાં રાખી લો. માતા લક્ષ્મીની સન્મુખ એક દેશી ઘીનો દીવો કરો અને બીજો તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો. દેશી ઘી ના દીવાને જમણી બાજુ અને તલના તેલના દીવાને ડાબી બાજુ મૂકો. ત્યારબાદ દીવાઓ સામે જોઈ 14 વખત “ૐ સંક્રાત્યાય નમઃ ।” મંત્રનો જાપ કરો. બપોરે 12 કલાકે આ કોડીઓને લઇને ઘરના અત્યંત શુદ્ધ સ્થાન પર કે તિજોરીમાં રાખી દો. માન્યતા અનુસાર આ પ્રયોગથી ચોક્કસથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">