AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2023 : 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, જાણો શુભ સમય, પૂજા વિધિ અને રાશિ પ્રમાણે દાન

Makar Sankranti : આ વખતે મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં છે. જો કે, જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.57 કલાકે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે.

Makar Sankranti 2023 : 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, જાણો શુભ સમય, પૂજા વિધિ અને રાશિ પ્રમાણે દાન
Makar Sankranti 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 3:00 PM
Share

Makar Sankranti Timing 2023: મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ તહેવાર અંગ્રેજી કેલેન્ડર મુજબ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ ક્યારેક આ તહેવાર 15 જાન્યુઆરીએ પણ આવે છે. સૂર્ય ક્યારે ધનરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે તેના પર નિર્ભર છે. આ દિવસે સૂર્યની ઉત્તરાયણની ગતિ શરૂ થાય છે અને આ કારણે તેને ઉત્તરાયણી પણ કહેવામાં આવે છે.

મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં

આ વખતે મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં છે. જો કે, જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.57 કલાકે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો મુહૂર્ત આવી રહ્યો છે. પરંતુ સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી સંક્રાંતિની તારીખને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. 14 જાન્યુઆરી, શનિવારના રોજ સૂર્યની મકરસંક્રાંતિનો મુહૂર્ત રાત્રે 08:57 પર આવી રહ્યો હોવા છતાં, રાત્રિના પ્રહરમાં સ્નાન અને દાન યોગ્ય નથી. આ માટે ઉદયા તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે ત્યારે સ્નાન અને મકરસંક્રાંતિનું દાન થશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

પંચાંગ અનુસાર સૂર્ય સંક્રાંતિનું મુહૂર્ત 14 જાન્યુઆરીએ રાત્રે 08:57 કલાકે છે.

15 મીએ સંક્રાંતિનો પુણ્યકાળ

સવારે 06:58 થી સાંજે 05:38 સુધી

સંક્રાંતિનો શુભ મુહૂર્ત રવિવારના રોજ આવી રહ્યો છે, રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. સંક્રાંતિમાં પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે વધુ ફળ પ્રાપ્ત થશે.

સૂર્ય ઉત્તરાયણ હશે

મકરસંક્રાંતિ પર, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી ખરમાસ સમાપ્ત થશે અને શુભ કાર્યોની શરૂઆત થશે.

ધીમે ધીમે વધતો જશે દિવસ

જ્યારે સૂર્ય ભગવાન ઉત્તરાયણ હોય છે, ત્યારે ધીમે ધીમે દિવસનો સમયગાળો વધવા લાગે છે. એટલે કે શિયાળો ઘટવા માંડે છે અને તાપમાન વધવા લાગે છે.

ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરો. જો આવુ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે.

સંક્રાંતિ પર પૂજા પદ્ધતિ

વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરો. કાળા તલ, ગોળ, લાલ ચંદન, લાલ ફૂલ, અક્ષત જળથી સૂર્યને નમસ્કાર કર્યા પછી તલ-જળ અર્પિત કરો.

દાનની પરંપરા

સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ છે. તમારી ક્ષમતા અનુસાર ઘી, ધાબળા, તલ, ગોળ, લાડુ, ખીચડી જરૂરિયાતમંદોને દાન કરો.

રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરો

મેષ – પીળા ફૂલ, હળદર, તલ પાણીમાં મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. તલ-ગોળનું દાન કરો.

વૃષભ – પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. ખીચડીનું દાન કરો.

મિથુન – પાણીમાં તલ નાખી ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. મગની દાળ ખીચડીનું દાન કરો.

કર્ક – પાણીમાં દૂધ, ચોખા, તલ મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. ગોળ, તલનું દાન કરો.

સિંહ – કુમકુમ અને રક્ત ફૂલ, તલ પાણીમાં નાખીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો.ગોળ, તલનું દાન કરો.

કન્યા- પાણીમાં તલ, દુર્વા, ફૂલ નાખી ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો. ગાયને ચારો આપો.

તુલા – સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો. સફેદ ચંદન મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો.

વૃશ્ચિક – કુમકુમ, લાલ ફૂલ અને તલને પાણીમાં ભેળવીને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો. ગોળનું દાન કરો.

ધનુ – પાણીમાં હળદર, કેસર, પીળા ફૂલ મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. ગોળનું દાન કરો.

મકર- પાણીમાં વાદળી ફૂલ, તલ મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો.તલનું દાન કરો.

કુંભ – પાણીમાં વાદળી ફૂલ, તલ મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. અડદ, તલનું દાન કરો.

મીન – હળદર, કેસર, પીળા ફૂલમાં તલ મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો. તલ, ગોળનું દાન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">