અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !

અંગારકી સંકષ્ટી ચતુર્થીના રોજ જમણી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવી વિશેષ ફળદાયી મનાય છે. કહે છે કે જમણી સૂંઢવાળા ગણેશજીની પૂજામાં વિશેષ સાવધાની રાખવાની હોય છે. આ સાવધાની એટલે કે મુશ્કેલ પૂજાવિધિ શ્રીગણેશની સવિશેષ પ્રસન્નતાને પ્રાપ્ત કરાવે છે.

અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:03 AM

ગજાનન શ્રીગણેશ (Ganesha) તો મંગલમૂર્તિ છે. એટલે કે ભક્તોનું સદૈવ મંગળ કરનારા દેવ. વક્રતુંડની કૃપાને પ્રાપ્ત કરવું વધારે અઘરું નથી. કેમ કે તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. પણ તેમ છતાં, તેમની કૃપા પ્રાપ્તિ માટે સંકટચોથનું વ્રત સૌથી શ્રેષ્ઠ મનાય છે. સંકટચોથનું વ્રત સંતાન અને પરિવારની સુરક્ષા માટે રાખવામાં આવે છે. દર મહિનાની વદ પક્ષની ચોથ એ સંકષ્ટી તરીકે ઓળખાય છે. પણ, આ સંકષ્ટી જો મંગળવારના રોજ આવતી હોય તો તેને અંગારકી સંકષ્ટી કહેવામાં આવે છે. જે વ્રત કરનારને સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ વખતે આ સંયોગ 19 એપ્રિલ, મંગળવારના રોજ સર્જાયો છે.

કહે છે કે અંગારકી સંકષ્ટી ચોથના રોજ કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર તેમની અસીમ કૃપા વરસાવે છે. આ ઉપાયો થકી વ્યક્તિની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. એટલું જ નહીં, વ્યક્તિને વિવિધ કાર્યોમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અંગારકીએ અજમાવો સરળ ઉપાય

⦁ અંગારકી સંકષ્ટીએ તાંબાના કળશમાં ગંગાજળ ભરી તેને પૂજાઘરમાં મૂકો. ત્યારબાદ તેમાં એક સોપારી રાખી દો. આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

⦁ સંકષ્ટીએ ગણેશજીની પૂજા કરતી વખતે લાલ વસ્ત્રમાં શ્રીયંત્ર અને સોપારી મૂકો. આ કાર્ય પછી ગણેશજી સાથે જ તેની પૂજા કરો. ત્યારબાદ સાંજના સમયે તિજોરીમાં આ વસ્તુ રાખી દો. આ કાર્ય કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

⦁ કોઇ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે સંકટચોથના દિવસે ગણેશજી સામે બે સોપારી અને બે ઇલાયચી રાખો. ત્યારબાદ જ ગણેશજીનું પૂજન કરો. આ કાર્ય કરવાથી આપને સફળતા ચોક્કસથી પ્રાપ્ત થશે.

⦁ અંગારકીએ ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે ગણેશચાલીસાનો પાઠ અને આરતી કરો. કહે છે કે ગણેશચાલીસાના પાઠ પછી ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે.

⦁ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે ગણેશજીને મોદકનો પ્રસાદ અર્પણ કરો અને ઓછામાં ઓછી 21 દૂર્વાની ગાંઠ અર્પણ કરો. આ કાર્ય કરવાથી આપને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને ગણેશજી પ્રસન્ન થઇને દરેક મનોકામના પૂર્ણ કરશે.

⦁ કોઇ વિશેષ કાર્યમાં સિદ્ધિ હાંસલ કરવા માટે અંગારકીએ અચૂક ગણેશજીના મંત્રોનો જાપ કરવો. તમને આવડતો હોય તે ગણેશમંત્રનો તમારે 108 વખત જાપ કરવો જોઈએ. આમ તો વિઘ્નહર્તાની કૃપાને પ્રાપ્ત કરાવતો સૌથી સરળ મંત્ર છે ।। ૐ ગં ગણપતયે નમઃ ।।

⦁ સંકટચોથના દિવસે જમણી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવી. આ કાર્ય કરવાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણેશજીની પૂજામાં વિશેષ સાવધાની રાખવાની હોય છે. એટલે કે ગણેશજી મુશ્કેલ પૂજાવિધિથી વિશેષ પ્રસન્ન થાય છે. અને એટલે જ અંગારકી સંકષ્ટ ચતુર્થીના રોજ પ્રભુના આ રૂપની પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા ? જાણો રસપ્રદ કથા

આ પણ વાંચો : એક પ્રેમપત્ર બન્યો હતો માધવપુરના પ્રાગટ્યનું નિમિત્ત ! જાણો વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવનું રહસ્ય

g clip-path="url(#clip0_868_265)">