મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !

જો તમે તમારા ભાગ્યનો ઉદય કરવા ઇચ્છતા હોવ તો મકરસંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદ લોકોને કામળા, ગરમ વસ્ત્રો, ઘી, દાળ-ચોખાનું દાન કરવું જોઇએ. તેનાથી તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે.

મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !
Surya Puja (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:46 AM

સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો (makar sankranti) તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. સૂર્યદેવ ઉત્તરાયણ થવાની ખુશીમાં આ ઉત્સવ ઉજવાય છે. કહે છે કે આ દિવસે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા ઉપાય કરવાથી તે અત્યંત પ્રસન્ન થાય છે. અને તેમના ભક્તો પર ધનનો વરસાદ વરસાવી દે છે. એટલે કે તેમના આશીર્વાદથી વ્યક્તિના આવકના સ્તોત્રમાં વૃદ્ધિ થાય છે. ત્યારે આવો, આજે મકરસંક્રાંતિના રોજ કરવાના એવાં 7 ઉપાયો વિશે વાત કરીએ કે જેના દ્વારા સૂર્યદેવ તમને ધનના આશિષ પ્રદાન કરશે.

1 ) સૂર્યયંત્રની સ્થાપના

જો કોઇની કુંડળીમાં સૂર્ય નીચની સ્થિતિમાં હોય તો તે વ્યક્તિએ મકરસંક્રાંતિના દિવસે પોતાના ઘરમાં સૂર્યયંત્રની સ્થાપના કરી પૂજન કરવું જોઈએ. તેમજ સૂર્ય મંત્રનો 501 વખત જાપ કરવો જોઈએ. લૌકિક માન્યતા અનુસાર આવું કરવાથી કુંડળીના દોષ દૂર થશે અને ધન સંબંધીત સમસ્યા દૂર થઇ જશે. આ સમયે કરવાનો મંત્ર છે “ૐ ધૃણિ સૂર્યાય નમઃ ।”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2) અર્ઘ્ય અર્પણ

મકરસંક્રાંતિના દિવસે સવારે ઉગતા સૂર્યદેવને તાંબાના કળશમાં કુમકુમ, લાલ પુષ્પ અને ગંગાજળ મેળવીને જળ અર્પણ કરતા “ૐ ધૃણિ સૂર્યાય નમઃ ।” મંત્રનો 108 વાર જાપ કરો. કહે છે કે આવું કરવાથી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે અને નસીબના દ્વાર ખૂલી જાય છે.

3) દાનથી ભાગ્યોદય

જો તમે તમારા ભાગ્યનો ઉદય કરવા ઇચ્છતા હોવ તો મકરસંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદ લોકોને કામળા, ગરમ વસ્ત્રો, ઘી, દાળ-ચોખાનું દાન કરવું જોઇએ. તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

4) શુભત્વની પ્રાપ્તિ

તંત્રશાસ્ત્ર મુજબ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ચોખાને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું ખુબ શુભ માનવામાં આવે છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો ભાતમાં ગોળ અને દૂધ ઉમેરીને આરોગવું જોઇએ. આ ઉપાય કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે.

5) સૂર્યદોષથી મુક્તિ

મકરસંક્રાન્તિના દિવસે તાંબાના સિક્કા કે તાંબાના ચોરસ ટુકડા વહેતા પાણીમાં પ્રવાહિત કરવાથી કુંડળીમાં સ્થિત સૂર્યદોષ ઓછો થાય છે. તેની સાથે સાથે લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને દાન કરવાથી પણ વ્યક્તિની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

6) ધન પ્રાપ્તિ અર્થે

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય સમયે ખુલ્લા આકાશ નીચે આસન પર બેસીને સૂર્યદેવનું પંચોપચાર પૂજન કરો અને ગોળનો ભોગ અર્પણ કરો. તેમને લાલ પુષ્પ અર્પણ કરીને લાલ ચંદનની માળાથી નીચે જણાવેલ મંત્રના 1000 વખત જાપ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી પ્રસન્ન થઇને ભગવાન સૂર્ય એટલું ધન પ્રદાન કરે છે કે તમારી આવનારી સાત પેઢીઓ સુધી પણ નહીં ખૂટે !

ફળદાયી મંત્ર “ૐ ભાસ્કરાય નમઃ ।”

7) મનોવાંચ્છિત ફળ

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રુદ્રાક્ષની માળાથી નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો. કહે છે કે આ મંત્રને સિદ્ધ કરવાથી જે વસ્તુની કામના હોય તેને પ્રાપ્ત કરી શકાય છે. “ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત ।”

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય

આ પણ વાંચો : દક્ષિણાવર્તી શંખ પ્રાપ્ત કરાવશે દેવી લક્ષ્મીની અપાર કૃપા! જાણો શંખ પૂજાના વિવિધ લાભ

g clip-path="url(#clip0_868_265)">