Bhakti: આજે અંગારકી સંકષ્ટી ચોથ, શું તમને ખબર છે સંકષ્ટીના પ્રારંભની આ પુરાણોક્ત કથા ?

ગણેશજીએ સ્વયં આશિષ પ્રદાન કરતા કહ્યું કે, પૃથ્વી પર જે પણ મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે તેને સમગ્ર વર્ષ દરમિયાન આવતી ચતુર્થીનું વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસપણે તેમના કોઇપણ કાર્યમાં વિધ્ન નહીં આવે !

Bhakti: આજે અંગારકી સંકષ્ટી ચોથ, શું તમને ખબર છે સંકષ્ટીના પ્રારંભની આ પુરાણોક્ત કથા ?
અંગારકી ચતુર્થી
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:35 AM

દર મહિનાના વદ પક્ષમાં (vad paksha) એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિ સંકષ્ટી ચતુર્થી (sankashti chaturthi) તરીકે ઓળખાય છે. આ તિથિ પર થનારું વ્રત શ્રીગણેશની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરાવનારું મનાય છે. એમાં પણ જો આ તિથિ મંગળવારના રોજ હોય તો તેને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. માન્યતા અનુસાર આ એક અંગારકીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની સંકષ્ટીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 23 નવેમ્બર, મંગળવારના રોજ પણ આ જ શુભ યોગ છે. પણ, શું તમને ખબર છે કે આ સંકષ્ટી વ્રતની શરૂઆત કેવી રીતે થઈ ? આવો જાણીએ, સંકષ્ટીના પ્રારંભ સાથે જોડાયેલી રસપ્રદ કથા.

અંગારકી સંકષ્ટી ચતુર્થીનું માહાત્મ્ય ગણેશપુરાણના ઉપાસના ખંડના 60માં અધ્યાયમાં વર્ણવવામાં આવ્યું છે. જે અનુસાર પૃથ્વીદેવીએ મહામુનિ ભારદ્વાજના અરુણપુત્રનું પાલન કર્યું. 7 વર્ષ પછી તેમણે તેને મહર્ષિ પાસે મોકલી દીધા. મહર્ષિએ અત્યંત પ્રસન્ન થઇને પુત્રને આલિંગન કર્યુ અને તેના ઉપનયન સંસ્કાર કરાવીને વેદ શાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. પછી તેમણે પોતાના પ્રિય પુત્રને ગણપતિ મંત્ર આપીને તેને ગણેશજીની પ્રસન્નતા માટે આરાધના કરવાની આજ્ઞા કરી.

મુનિ પુત્રએ પોતાના પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી પુણ્યસલિલા ગંગાના તટ પર જઇને તેમણે પરમ પ્રભુ ગણેશજીનું ધ્યાન કર્યું. દરમિયાન તે તેમને આપવામાં આવેલ મંત્રના ભક્તિપૂર્વક જાપ કરવા લાગ્યા. લગભગ એક સહસ્ત્ર વર્ષ સુધી નિરાહાર રહીને તેમણે મંત્રજાપ કર્યો. આખરે, માઘ મહિનાના વદ પક્ષની ચતુર્થીએ ચંદ્રોદય થતાની સાથે જ દિવ્ય વસ્ત્રધારી, અષ્ટભુજાધારી ભાલચંદ્ર શ્રીગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા. તેમણે તેમના શસ્ત્ર ધારણ કરી રાખ્યા હતા. સાથે જ વિવિધ અલંકારોથી સજ્જ તે સૂર્યથી પણ વધુ દિપ્તીમાન હતા. ભગવાન ગણેશના મંગળમય, અદભુત સ્વરૂપનું દર્શન કરી તપસ્વી મુનિના પુત્રએ પ્રેમથી તેમનું સ્તવન કર્યું. જેનાથી પ્રસન્ન થઈ શ્રીગણેશે કહ્યું, “હે મુનિકુમાર ! હું તમારા ધૈર્યપૂર્ણ કઠોર તપ અને સ્તવનથી પૂર્ણ પ્રસન્ન છું. તમે ઇચ્છો એ વરદાન માંગો. હું અવશ્ય તેને પૂર્ણ કરીશ.”

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

પ્રસન્ન પૃથ્વીપુત્રએ અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું, “હે પ્રભુ, તમારા દુર્લભ દર્શન કરવાથી હું ઘણો કૃતાર્થ થયો છું. મારી માતા પર્વતમાલિની પૃથ્વી, મારા પિતા, મારું તપ, મારા નેત્ર, મારી વાણી, મારું જીવન અને જન્મ સફળ થયું છે. દયામય હું સ્વર્ગમાં નિવાસ કરતાં દેવતાઓ સાથે અમૃતપાન કરવાની ઇચ્છા ધરાવું છું. મારું નામ 3 લોકમાં કલ્યાણ કરનાર મંગળ તરીકે પ્રખ્યાત થાય.”

પૃથ્વીનંદને આગળ કહ્યું, “કરુણામૂર્તિ પ્રભુ મને તમારા દર્શન આજ માઘ કૃષ્ણપક્ષની ચતુર્થીએ થયા એટલે આ ચતુર્થી નિત્ય પુણ્ય આપવાવાળી અને સંકટહારિણી બને. સુરેશ્વર આ દિવસે જે પણ વ્રત કરે એમના પર તમારી કૃપા બની રહે અને તેમની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય.”

કહે છે કે સિદ્ધિપ્રદાતા ગણેશજીએ વરદાન પ્રદાન કરી દીધું. “મેદિનીનંદન તમે દેવતાઓ સાથે સુધાપાન કરશો. તમારું મંગળ નામ સર્વત્ર વિખ્યાત થશે. તમે ધરતીના પુત્ર છો અને તમારો રંગ લાલ છે. એટલે કે તમારું એક નામ અંગારક પણ પ્રસિદ્ધ થશે અને આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે. પૃથ્વી પર જે પણ મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થીનું વ્રત કરવાથી મળતા ફળ જેટલું જ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસપણે તેમના કોઇપણ કાર્યમાં વિધ્ન નહીં આવે !”

પરમ પ્રભુ ગણેશને મંગળને વરદાન દેતા આગળ કહ્યું કે તમે સર્વોત્તમ વ્રત કર્યું છે આ કારણથી તમે અવંતીનગરમાં પરંતપ નામના નરપાલ થઇને સુખ પ્રાપ્ત કરશો. આ વ્રતની મહિમા અપરંપાર છે. આના કિર્તન માત્રથી મનુષ્યની દરેક કામના પૂર્ણ થાય છે. આવું બોલીને ગજમુખ અંતર્ધ્યાન થયા. મંગળે એક ભવ્ય મંદિર બનાવી તેમાં દશભુજાધારી ગણેશની પ્રતિમા સ્થાપિત કરાવી. તેનું નામકરણ મંગળમૂર્તિ કરાવ્યું. એ શ્રીગણેશ વિગ્રહ બધી જ કામનાઓને પૂર્ણ કરનાર, અનુષ્ઠાન, પૂજન અને દર્શન કરવાથી મોક્ષપ્રદ બનશે.

પૃથ્વીપુત્રે ચતુર્થીના દિવસે વ્રત કરીને શ્રીગણેશજીની આરાધના કરી. તેનું તેમને અત્યંત આશ્ચર્યજનક ફળ પ્રાપ્ત થયું કે તે પોતે સશરીર સ્વર્ગ જતા રહ્યાં. તેમણે સુર સમુદાયની સાથે અમૃતપાન કર્યું. જેને લીધે મંગળવારના રોજ આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી અંગારકી ચતુર્થીના નામથી પ્રસિદ્ધ થઈ. આ તિથિ પુત્ર-પૌત્રાદિ અને સમૃદ્ધિ પ્રદાન કરી સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી તિથિ છે. કહે છે કે આ દિવસે તો 2 દળ દૂર્વાથી પણ ગણેશજી પ્રસન્ન થઇ જાય છે અને સમસ્ત કામનાઓની પૂર્તિ કરે છે.

આ પણ વાંચો : જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

આ પણ વાંચો : શું તમે જાણો છો ગંગા નદીના જળ સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો ? જાણો, ગંગાજળ કેમ મનાય છે પવિત્ર !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">