AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? શું આપ પણ શિવાલયમાં કાચબાને કરો છો નમન ? શિવાલયમાં રહેલો કાચબો આપે છે સતકર્મની શીખ !

જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય
કાચબો (પ્રતિકાત્મત તસવીર)
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:27 AM
Share

આપણા મંદિરો (Temple), આપણા શાસ્ત્રો અને આપણા સ્થાપત્યોમાં સચવાયેલી કેટલીયે બાબતોથી આપણે અજાણ હોઈએ છીએ. ઘણી વખત આપણે કોઈ મંદિરમાં દર્શન તો કરી લઈએ પણ ત્યાં સ્થાપિત દેવી દેવતાઓની પ્રતિમા પાછળ છૂપાયેલા અર્થ ને ગ્રહણ નથી કરી શકતાં. કેટલીક બાબતોનો અધ્યાત્મિક અર્થ હોય છે તો કેટલીક બાબતોના કેટલાક પ્રતિકાત્મક મતલબ પણ હોય છે.

આપ અનેક શિવાલયમાં દર્શન અર્થે જતાં હશો અરે ગયા જ હશો અથવા તો આજે સોમવારે જવાના પણ હશો. કોઈ પણ શિવાલયમા આપ દર્શન કરવા જાઓ તો શું જુઓ ? તમે કહેશો શિવલિંગ. અવશ્ય, પણ શિવલિંગની સાથે આપ નંદી મહારાજ અને કાચબાને પણ તો નમન કરો છો ને ? તેનું કારણ જાણો છો ? આવો આજે જાણીએ.

શિવનું વાહન નંદી કહેવાય છે. એટલે શિવ મંદિરમાં નંદી તો અચૂક પણે જોવા મળે છે. કેટલોક લોકો તો પોતાની મનશા પણ નંદીના કાનમાં કહેતાં હોય છે, એ માન્યતા સાથે કે નંદી તેની ઈચ્છાઓને મહાદેવ સુધી પહોંચાડશે. આપે શિવ મંદિરમાં કાચબો પણ જોયો હશે. આપ તેને નમન પણ કરતાં હશો. શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? આપણે એ તો જાણીએ છીએ કે નંદી દેવાધિદેવનું વાહન છે એટલે એ તો મંદિરમાં હોય જ પણ કાચબો કેમ હોય છે ? શું કાચબો કોઈ બાબતનું પ્રતિક છે ? શિવાલયમાં કાચબો શું સૂચવે છે ?

આવો આજે જાણીએ કાચબાનું કારણ

જેમ શિવ મંદિરમાં રહેલ નંદી એ શિવના વાહનની સાથે સ્થિરતાનું પ્રતિક છે એમ કાચબો પણ કઈંક સૂચવે છે. શિવલિંગની સામે બિરાજમાન નંદી મહારાજ એ સૂચવે છે કે માણસને પોતાનું ધ્યાન અન્ય બાબતોમાંથી દૂર કરી શિવની ભક્તિમાં પોતાના ઈષ્ટની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ. કહેવાય છે કે નંદી પરોપકાર શીખવે છે.

તો વળી કાચબો પણ અનેક બાબતોની આપે છે પ્રેરણા. કાચબાને પ્રતિકાત્મક અને આદ્યાત્મિક બંન્ને રીતે પ્રેરણા પ્રદાન કરનાર મનાય છે. કહે છે કે કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, મનને સ્થિર કરે છે. તો સાથે જ માનસિક સંતુલન અને સંયમની પણ કાચબો આપણને શીખ આપે છે. કાચબો એ વ્યક્તિને નિસ્વાર્થ બનવાની સમજણ આપે છે. સ્વ સુખ થી આગળ વધી બીજાની સુખાકારીને અને તકલીફોને સમજવાની શીખ આપતું હોવાનું કહેવાય છે.

એવું કહેવાય છે કે કાચબાના બખ્તરની જેમ આપણું મન પવિત્રતાથી મજબૂત બનાવવું જોઈએ. અને હંમેશા સ્તકર્મ કરવાની સલાહ આપે છે શિવમંદિરમાં રહેલ કાચબો. શિવમંદિરમાં કાચબો શિવની તરફ જતો તેના સામે મુખ રાખેલો દેખાય છે જાણો છો કેમ ? કારણકે કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામિપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ. એટલે કે નંદી શઆરિરીક ક્રિયાના પ્રેરક છે તો કાચબો એ માનસિક. આ પણ વાંચો: Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ

આ પણ વાંચો: એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">