Sandalwood Remedy: ચંદનનો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત, જાણો ચંદનના ચમત્કારિક ફાયદા

ચંદનની સુગંધ મનને નકારાત્મક વિચારથી દૂર રાખે છે. જો વ્યક્તિ ચંદનનું તિલક લગાવે છે તો લક્ષ્મીજીની કૃપા હંમેશા તેમની પર બની રહે છે. સાથે જ ચંદનની માળા ધારણ કરવાથી પણ મનુષ્યના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહે છે

Sandalwood Remedy: ચંદનનો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત, જાણો ચંદનના ચમત્કારિક ફાયદા
Sandalwood (Symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:32 AM

ચંદન(sandalwood) એ પૂજન સામગ્રીનું અભિન્ન અંગ છે. પૂજમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે તો સાથે જ હવનમાં પણ ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે તિલક કરવા માટે પણ ચંદનનો ઉપયોગ કરવાની પરંપરા છે. પણ તમે જાણો છો દરેક દેવી દેવતા માટે ચંદનનો પ્રયોગ અલગ અલગ થાય છે ? ત્યારે આવો જાણીએ કે કયા દેવી દેવતાને ચંદન કઈ રીતે અર્પણ થાય છે ? અને સાથે જ જાણીશું કે ચંદનથી વ્યક્તિને કયા ફળની થાય છે પ્રાપ્તિ. ગ્રહ પીડાનિવારક ચંદન મુખ્યત્વે દુર્ગા માતાની ઉપાસનામાં ચંદનના લાકડાનો પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા દુર્ગાની ઉપાસના ચંદનના લાકડાથી કરવાથી મંગળ ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે. શુભત્વની પ્રાપ્તિ કરાવનાર ચંદન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદનના લાકડાથી માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા ગાયત્રીના જાપ કરવાથી શુભત્વની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુકૃપા પ્રાપ્તિ માટે ચંદન ભગવાન વિષ્ણુના મંત્રજાપ માટે ચંદનથી બનેલ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં પિત ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે.શાલીગ્રામ પર પણ ચંદનનું તિલક લગાવવાથી વિષ્ણુ ભગવાન તુરંત પ્રસન્ન થાય છે. માનસિક શાંતિ સાથે ધન અપાવનાર ચંદન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદનની માળા ગળામાં ધારણ કરવાથી માનસિક શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે અને સાથે જ ચંદનની માળા ધારણ કરવાથી પણ મનુષ્યના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહે છે. ચંદન તિલક અને અત્તરના ફાયદા (1) ધર્મ અનુસાર ચંદનનું તિલક કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. (2) જ્યોતિષ શાસ્ત્ર પણ માને છે કે ચંદનનું તિલક લગાવવાથી વ્યક્તિ ઉપર આવતા તમામ સંકટ ટળી જાય છે. (3) જો વ્યક્તિ ચંદનનું તિલક લગાવે છે તો લક્ષ્મીજીની કૃપા હંમેશા તેમની પર બની રહે છે. (4) ચંદનનું તિલક શારીરિક રોગને શાંત કરવામાં મદદરૂપ બને છે. (5) જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘસેલા ચંદનને મસ્તક પર લગાવવાથી ઘરમાંથી રોગ અને શોકની નાબૂદી થાય છે. (6) જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરેથી નીકળતા સમયે નાભિમાં ચંદનનું અત્તર લગાવવાથી સંપન્નતા અને વૈભવમાં વધારો થાય છે. (7) ચંદન સુગંધ અને શીતળતા પ્રદાન કરનાર છે. (8) ચંદન શાંતિ અને શીતળતાનું પ્રતિક પણ કહેવાય છે. (9) એક ચંદનની બટ્ટી અને સિલ્લી પૂજા સ્થળ પર રાખવી જોઇએ. (10) ચંદનની સુગંધ મનને નકારાત્મક વિચારથી દૂર રાખે છે. (11) મસ્તક પર ચંદનને લગાવવાથી મસ્તક શાંત રહે છે. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">