Tv9 Bhakti : દરેક સમસ્યાનું સમાધાન લાવશે શિવ-પાર્વતી સાથે જોડાયેલા આ ઉપાયો
જીવનમાં (Life) દરેક વ્યક્તિને કોઇને કોઇ સમસ્યા સતાવતી જ હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે કે તેને જીવનમાં તમામ પ્રકારના સુખ, સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય. સોમવારે શિવ-પાર્વતીને ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આજે આપને અમે જણાવીશું આવા જ સરળ ઉપાયો જેને કરવા માત્રથી મનોકામના પૂર્ણ થઇ જાય છે.
જીવનમાં (Life) દરેક વ્યક્તિને કોઇને કોઇ સમસ્યા સતાવતી જ હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે કે તેને જીવનમાં તમામ પ્રકારના સુખ, સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને એક એવો જ પરિવાર એટલે શિવ (Shiva) પરિવાર. શિવ પરિવાર જેવો સુખી અને સંપન્ન પરિવાર કોઇ નથી. ગણપતિદાદા (Ganpatidada) રિદ્ધિ સિદ્ધિના દાતા ,મા ભગવતી સુખ-સૌભાગ્ય અને સંપત્તિ આપનાર અને ભગવાન કાર્તિકેય ગ્રહદોષથી મુક્તિ અપાવનાર છે. તો આજે આપને અમે જણાવીશું એવા ઉપાયો જે શિવપરિવાર સાથે જોડાયેલા છે જેને કરવા માત્રથી ઘર, નોકરી, લગ્ન જેવી મનોકામના પૂર્ણ થઇ જાય છે.
દેવામાંથી મુક્તિ અર્થે
મંગળવારે ઋણમોચન સ્તોત્રનો પાઠ કરવાથી જલ્દી જ દેવામાંથી મુક્તિ મળે છે. ‘ ૐ અંગારકાય નમ: ’ આ મંત્રનો 108 વાર મૂંગા કે લાલ ચંદનની માળાથી જાપ કરવામાં આવે તો દેવામાંથી મુક્તિ મળે છે. મૂંગાના ગણેશજીની મંગળવારના દિવસે સ્થાપના કરીને પૂજા કરવાથી પણ દેવામાંથી મુક્તિ મળે છે.
ધંધા વ્યવસાયમાં પ્રગતિ અર્થે
દર મંગળવારે પતિ-પત્નીએ લાલ ચંદનનું તિલક કરવું. આ કરવાથી આપના ધંધા-વ્યવસાયમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થશે.
નોકરીમાં સ્થિરતા અર્થે
પીપળાના ઝાડના પાનની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો. મંદિરમાં જઇને હનુમાનજીને મીઠું પાન અર્પણ કરો. જો પત્ની મંગળવારના દિવસે મંગળચંડી સ્તોત્રનો પાઠ કરશે તો તેના પતિને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
સૌભાગ્યમાં વૃદ્ધિ અર્થે
સોમવારે શિવ-પાર્વતીને ખીરનો ભોગ અર્પણ કરવો તેનાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સુખી દાંપત્યજીવન અર્થે
અર્ધનારીશ્વર સ્તોત્રનો પાઠ કરવાથી ડિવોર્સ જેવી મુસીબતો ટાળી શકાય છે. ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ દાંપત્યજીવનની મુસીબતો દૂર થાય છે. સુખી દાંપત્યજીવન માટે ઘરમાં શિવ પરિવારની સ્થાપના કરો. ઘરમાં ક્યારેય એકલું શિવલિંગ ન રાખવું.
રોજગાર પ્રાપ્તિ અર્થે
લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરીને પત્નીએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. લાલ પુષ્પો શિવજીની પૂજામાં અર્પણ કરવા જોઇએ. લિંગાષ્ટકમનો પાઠ કરવાથી જલ્દી જ રોજગાર પ્રાપ્ત થશે.
પતિને પ્રમોશન અર્થે
મંગળવારે નારિયેળમાં લાલ સિંદૂર લગાવીને લાલ વસ્ત્રમાં મૂકીને નાડાછડી બાંધીને નવગ્રહ મંદિરમાં મંગળ ગ્રહ પાસે રાખો. આ ઉપાય સતત 5 મંગળવાર સુધી કરવાથી પતિને જલ્દી જ પ્રમોશન મળશે.
ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા અર્થે
કોઇપણ તીર્થ સ્થાનથી પત્થર લાવીને જ્યાં મકાન બનાવવું હોય ત્યાં તે પત્થરથી આપના સપનાનું ઘર બનાવો. આવું કરવાથી જલ્દી જ તમે ભાડાનું ઘર છોડીને પોતાના ઘરમાં સ્થળાંતર કરશો.
પ્રોપર્ટી ખરીદીની છેતરપીંડીથી બચાવ અર્થે
પ્રોપર્ટી ખરીદી સમયે કોઇપણ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે કાર્તિકેય ભગવાનને ઇમરતીની માળા અર્પણ કરો. કાર્તિકેય ભગવાનને દૂધનો અભિષેક કરો આ કાર્ય કરવાથી વિવાદીત પ્રોપર્ટીનો કેસ ઉકેલાઇ જશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)