AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનવાનને પણ કંગાળ બનાવી શકે છે આ 3 ગ્રહ ! દેવામાંથી મુક્તિ માટે આજે જ અજમાવો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર (astrology) અનુસાર ગ્રહોની અશુભ અસરોમાંથી મુક્ત થવા માટે કેટલાંક સરળ ઉપાયો અજમાવી શકાય છે. આ એ ઉપાયો છે કે જે વ્યક્તિને દેવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, વ્યક્તિની આર્થિક સ્થિતિને સુધારી વધુ મજબૂત બનાવે છે.

ધનવાનને પણ કંગાળ બનાવી શકે છે આ 3 ગ્રહ ! દેવામાંથી મુક્તિ માટે આજે જ અજમાવો આ ઉપાય
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 06, 2023 | 6:10 AM
Share

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ નક્ષત્રની અસર દરેક વ્યક્તિના જીવન પર પડે છે. તે વ્યક્તિને લાભ પણ કરાવી શકે છે અને નુકસાન પણ. મનુષ્યના જીવનની દરેક ઘટના માટે ગ્રહ નક્ષત્ર ખૂબ જ જવાબદાર મનાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું મુખ્ય કારણ મંગળગ્રહ, રાહુગ્રહ અને શનિગ્રહની સ્થિતિને માનવમાં આવે છે. આ ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ગ્રહોની સ્થિતિના કારણે જ વ્યક્તિને ઘણીવાર દેવાનો ભોગ બનવું પડે છે. તો ચાલો, જાણીએ કે કુંડળીમાં મંગળગ્રહ, રાહુગ્રહ અને શનિગ્રહની કેવી સ્થિતિને અશુભ માનવમાં આવે છે ? તેમજ કયા ઉપાયો અજમાવીને આપણે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકીએ છીએ ?

મંગળગ્રહના દુષ્પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનો સેનાપતિ મંગળગ્રહ એ દેવાની સમસ્યામાં વૃદ્ધિ કરનારો મનાય છે. કુંડળીમાં જ્યારે મંગળ છઠ્ઠા, આઠમા અને દસમા ભાવમાં હોય ત્યારે વ્યક્તિ થોડી બેદરકાર બનવા લાગે છે. અતિ આત્મવિશ્વાસમાં આવીને કંઈ સમજ્યા કે જાણ્યા વિના જ ધનનું રોકાણ કરવા લાગે છે. જેના કારણે તેના નિર્ણયો ખોટા સાબિત થાય છે. તેમજ આર્થિક સ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે.

શનિની પનોતી !

શનિની અઢી વર્ષની પનોતી, શનિની સાડા સાતી તેમજ શનિદોષ જે વ્યક્તિને લાગે છે, તે વ્યક્તિના જીવનમાં પણ ધનની હાનિ થાય છે. તેમજ દેવાનો બોજ પણ વધી જાય છે.

રાહુની ભયંકર યુતિ !

રાહુ ગ્રહને ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. એમાં પણ જ્યારે તે અશુભ ગ્રહોની સાથે મળી જાય છે ત્યારે તે આર્થિક સમસ્યામાં વૃદ્ધિ કરી દે છે. આવી વ્યક્તિ દેવાના વિષચક્રમાં ફસાઈ શકે છે.

સરળ ઉપાયથી સમાધાન !

ગ્રહોની આ અશુભ અસરોમાંથી મુક્ત થવા માટે કેટલાંક સરળ ઉપાયો અજમાવી શકાય છે. આ એ ઉપાયો છે કે જે વ્યક્તિને દેવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, વ્યક્તિની આર્થિક સ્થિતિને સુધારી વધુ મજબૂત બનાવે છે. આવાં જ કેટલાંક ઉપાય નીચે અનુસાર છે.

⦁ આજે ચૈત્ર સુદ પૂનમનો અવસર છે. એટલે કે હનુમાન જયંતીનો અવસર. હનુમાનજી સંકટોને હરનારા દેવતા છે અને એટલે જ તો તે સંકટમોચનના નામે પૂજાય છે. એટલે જો આપ દેવાની સમસ્યાથી ઘેરાયેલા હોવ તો આજે ચોક્કસથી આ ઉપાય અજમાવો. નજીકના હનુમાન મંદિરમાં જઈને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની આર્થિક સમસ્યા દૂર થાય છે.

⦁ જો આપ દેવાથી સમસ્યાથી ઘેરાયેલા હોવ તો નિત્ય સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું. આ ઉપાય આપને સફળતા અને શાંતિના આશીર્વાદ પ્રદાન કરશે. સાથે દેવાની સમસ્યામાં પણ રાહતની પ્રાપ્તિ થશે.

⦁ ઋણમુક્તિ અર્થે નિત્ય સવારે કે સાંજે 108 વાર “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. પ્રચલિત માન્યતા અનુસાર આ પ્રયોગ ચોક્સપણે લાભની પ્રાપ્તિ કરાવે છે.

⦁ નિત્ય મસ્તક પર કેસરનું તિલક કરવાથી પણ વ્યક્તિને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">