Shravan-2021: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

કહે છે કે જો ભક્ત પાસે કશું જ ન હોય, અને તે આસ્થાથી શિવજીને માત્ર જળ અર્પણ કરી દે, તો પણ મહેશ્વર પ્રસન્ન થઈ જાય છે. તેમજ ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી દે છે. કારણ કે, મહાદેવને પાણી અત્યંત પ્રિય છે.

Shravan-2021: શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?
જળથી પ્રસન્ન થશે ભોળાનાથ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 10, 2021 | 10:54 AM

Shravan-2021: પાવનકારી શ્રાવણ (shravan) માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તો ભોળાનાથ પર વિવિધ દ્રવ્યોનો, દૂધનો અને જળનો અભિષેક કરી તેમને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ, શું તમને ખબર છે કે શિવ શંકરને જળ શા માટે અર્પણ કરવામાં આવે છે ? સામાન્ય રીતે શુભ અવસરો પર વિવિધ દેવી-દેવતાઓનો જળથી, દૂધથી કે પંચામૃતથી અભિષેક થતો જ હોય છે.

પરંતુ, મહેશ્વર એકમાત્ર એવાં દેવ છે કે જેમને બારેય માસ જળાભિષેક કરવાની મહત્તા છે. એમાં પણ શ્રાવણ માસમાં તો મહેશ્વરને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે શા માટે શિવજીને અર્પણ થાય છે જળ ?

શ્રાવણ માસ તેમજ શિવરાત્રી જેવાં અવસર પર ભક્તો મહાદેવના શિવલિંગ પર દૂધ, બીલીપત્ર, પુષ્પ વગેરે આસ્થા સાથે અર્પણ કરે છે. તેનાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે. પણ, કહે છે કે જો ભક્ત પાસે કશું જ ન હોય, અને તે આસ્થાથી શિવજીને માત્ર જળ અર્પણ કરી દે, તો પણ મહેશ્વર પ્રસન્ન થઈ જાય છે. તેમજ ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી દે છે. કારણ કે, મહાદેવને પાણી અત્યંત પ્રિય છે. અને તે શા માટે આટલું પ્રિય છે, તેની સાથે રસપ્રદ કથા જોડાયેલી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જળ અર્પણ કરવાનું રહસ્ય ! સમુદ્ર મંથનની કથા મોટાભાગે બધાંને ખ્યાલ જ હશે. આમ તો દેવ દાનવોએ સમુદ્ર મંથન અમૃતની પ્રાપ્તિ અર્થે કર્યું હતું. પણ, તેમાંથી સર્વ પ્રથમ તો કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું. કહે છે કે, ત્યારે સમગ્ર સૃષ્ટિની રક્ષાર્થે શિવજીએ તે વિષ ગ્રહણ કરી લીધું. અને તેને પોતાના કંઠમાં જ અટકાવી દીધું. જેને લીધે મહાદેવનું ગળુ નીલું થઈ ગયું. શિવજી ‘નીલકંઠ’ બની ગયા.

દંતકથા એવી છે કે તે વિષ ખૂબ જ ઝેરીલું હોવાથી શિવજીનું શરીર તપવા લાગ્યું. મહાદેવને પીડા થવા લાગી. ત્યારે મહાદેવના પરિતાપને દૂર કરવા દેવી-દેવતાઓએ સ્વયં શિવજી પર જળનો અભિષેક કર્યો. આખરે, મહાદેવની તપન ઓછી થઈ. અને તે સાથે જ મહાદેવને જળ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. એક માન્યતા અનુસાર સમુદ્ર મંથનની આ ઘટના શ્રાવણ માસમાં જ બની હતી. અને એ જ કારણ છે કે શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે.

ઘણાં શિવભક્તો નિત્ય જ મહાદેવને જળ અર્પણ કરતા હોય છે. પણ, એક માન્યતા એવી છે કે જો કદાચ તમે સમગ્ર વર્ષ આવું ન કરી શકો, તો શ્રાવણ માસમાં તો ચોક્કસથી મહાદેવને જળ અર્પણ કરવું. લોકમાન્યતા એવી છે કે જે શ્રાવણ માસ દરમિયાન એક વાર પણ આસ્થા સાથે શિવલિંગ પર જળ અર્પણ કરી દે છે, તેના બધાં જ સંતાપને મહાદેવ દૂર કરી દે છે.

આ પણ વાંચો : જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ

આ પણ વાંચો : જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">