Sharad Purnima 2023 : ભૂલથી પણ ન કરો આ કામ, જાણો શરદ પૂર્ણિમા અંગેના નિયમો
Sharad Purnima 2023:શરદ પૂર્ણિમાના રાત્રે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ છે, આજે ગ્રહણ હોવાથી સુતકકાળને કારણે દુધ પૌવાનો પ્રસાદ નહીં આરોગી શકાય.આવો જાણીએ શરદ પૂર્ણિમાને લગતા નિયમ.

Sharad Purnima 2023:શરદ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક મહત્વ છે. શરદ પૂર્ણિમા ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ખાસ ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે. આસો સુદ પૂનમના દિવસને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, આ વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ પણ છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું શું ન કરવું.
શરદ પૂર્ણિમાના રાત્રે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે. એવું કહેવાય છે કે ચંદ્રની ચાંદનીમાં લોકો દુધ પૌવા રાખે છે અને પછી તેને ખાઇ છે, જોકે આ વખતે દુધ પૌવાને ગ્રહણ લાગશે, કારણ કે આ આજે ગ્રહણ છે, જેના સુતકકાળને કારણે દુધ પૌવાનો પ્રસાદ નહીં આરોગી શકાય.
શરદ પૂર્ણિમા અંગેના નિયમ
શરદ પૂર્ણિમાએ શું ન કરવું
- શરદ પૂર્ણિમાના આ શુભ દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરવું.આ દિવસે મધ્યપાન ન કરવું.
- આ દિવસે તમારા વાળ અને નખ ન કાપવા.
- આસો પૂર્ણિમાના દિવસે તમારા પ્રિયજન કે જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવા.
- કોઈપણ શુભ કાર્ય ટાળો, કારણ કે આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે.
- ભૂલથી પણ વડીલોનું અપમાન ન કરો.
શરદ પૂર્ણિમા પર શું કરવું
- આ દિવસે પૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે વ્રત રાખો.
- ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- ભગવાન કૃષ્ણ અને માતા રાધાની પૂજા કરો, કારણ કે આ દિવસ તેમને પણ સમર્પિત છે.
- ચંદ્રગ્રહણના કારણે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.
- આ સમય દરમિયાન, મંત્રોનો જાપ કરો, જે ખૂબ જ ફાયદાકારક રહેશે.
- ભગવાનને ભોજન અર્પણ કરવું પણ પુણ્ય ગણાય છે.
- આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો.
- ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે)