રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મંત્ર: રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે આ મંત્રનો ઉદ્ઘઘોષથી પુરાશે પ્રાણ
રામલલ્લાના જીવન અભિષેક માટેનો શુભ સમય 12:29 મિનિટ 08 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો રહેશે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિર્દેશનમાં 121 વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવશે.

અયોધ્યામા રામ મંદિરને લઈ દેશ દુનિયામાં જોરદાર માહોલ બન્યો છે. દેશમાં ભક્તિસભર વાતાવરણ વચ્ચે જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પણ અયોધ્યા પોહચીને રામ લલ્લાની એ એતિહાસિક પૂજામાં ભાગીદાર બની રહ્યા છે ત્યારે ઘણા બધાને એ જાણવાની પણ ઉત્કંઠા હશે કે રામજીની પ્રતિમામાં પ્રાણ કઈ રીતે પુરાશે? એ મંત્રોક્ત વિધિ ક્યા વેદમાંથી હશે અને કયો મંત્ર વાપરવામાં આવશે. આ તમામ વિગતો આપને અમે અહીં જણાવવા માટે જઈ રહ્યા છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે, જેમાં દેશભરમાંથી અનેક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ અને સહભાગીઓ સામેલ થશે. રામલલાના અભિષેક સમારોહમાં કાશીના ડોમરાજાના પરિવાર સહિત વિવિધ વર્ગ અને ક્ષેત્રના 14 યુગલને આમંત્રિત કરવામાં આવ્યા છે.
રામ મંદિરની આજની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પુજામાં બેસવાના છે. જો કે વરિષ્ઠ કર્મકાંડી બ્રાહ્મણો પાસેથી જાણવા મળતી માહિતિ મુજબ આ પ્રકારની પ્રાણપ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન પદે બ્રાહ્મણને બેસાડવામાં આવે છે. આ વિધિમાં ખાસ કરીને વેદોક્ત મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કઈ રીતે કરવામાં આવે છે તે પણ આપને આ લેખમાંજ વાંચવા મળશે.
પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિધિ
મૂર્તિને સુંદર વસ્ત્રો પહેરાવીને ભગવાનની પ્રતિમાને સ્વચ્છ જગ્યાએ મૂકવામાં આવે છે. આ પછી, પ્રતિમાને ફૂલો, ચંદન વગેરેથી શણગારવામાં આવે છે અને તેમને અત્તર ચઢાવવામાં આવે છે. આ પછી અગરબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે. આ પ્રસંગે બીજ મંત્રોના ઉચ્ચાર સાથે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને બપોરે 12:20 કલાકેથી શરૂ કરી 12:40 કલાકે.24 મિનિટ પહેલા શુભ અભિજીત મુહૂર્ત સાથે સમાપ્ત કરાશે.