AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivah Muhurat 2021: આ વર્ષે લગ્ન મુહૂર્ત ફક્ત 15 જ દિવસ છે, જુઓ લિસ્ટ

Vivah Muhurat 2021 : આ વર્ષે 19 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી માત્ર 15 મુહૂર્ત છે. આ મુહૂર્તમાં પણ મોટી સંખ્યામાં લગ્નોનું આયોજન છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લગ્નો વધુ યોજાનાર છે.

Vivah Muhurat 2021: આ વર્ષે લગ્ન મુહૂર્ત ફક્ત 15 જ દિવસ છે, જુઓ લિસ્ટ
Vivah Muhurat 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 2:42 PM
Share

Vivah Muhurat 2021 : લગ્નની સિઝન (Marriage season) દિવાળી (Diwali) પછી જ શરૂ થાય છે. જેમને શિયાળાની ઋતુમાં (Winter season) લગ્ન કરવાના હોય છે તેઓ નવેમ્બર પછી એટલે કે દિવાળીની બાદની તારીખોની રાહ જોવા લાગે છે. આ જ કારણ છે કે દિવાળી બાદ શુભ મુહૂર્તને જોતા જ લોકો લગ્નની તૈયારીઓ કરવા લાગે છે. આ સ્થિતિમાં દર વખતની જેમ આ વખતે પણ લગ્નનો શુભ મુહૂર્ત આવી ગયો છે. આ વખતે લગ્ન માટે બહુ ઓછા દિવસો આવી રહ્યા છે.

આજે અમે તમને આ સિઝનના લગ્નોના શુભ મુહૂર્ત જણાવીશું. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં 19 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી જ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. એટલે કે લગ્ન માટે માત્ર 15 મુહૂર્ત છે, જેમાં લગ્ન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હિંદુઓમાં લગ્નની શરૂઆત દેવઉઠી એકાદશીથી (Devuthani Ekadashi) થાય છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 15 નવેમ્બરે દેવ ઉઠી એકાદશીથી જ શુભ કાર્યોની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ આ વખતે લગ્નોના મુહૂર્ત ઓછા હોવાથી મોટા ભાગના સ્થળોએ લોકોને મેરેજ માટે ગાર્ડન, હોટલ, વાડીઓ વગેરે માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રીતે આજે અમે તમને લગ્નના શુભ મુહૂર્ત જણાવીશું.

લગ્નના મુહૂર્ત કેટલા દિવસ છે આ સિઝનમાં 15 નવેમ્બરે દેવઉઠી એકાદશી પછી 15 નવેમ્બરે અને અંતિમ મુહૂર્ત 13 ડિસેમ્બરે છે. તે મુજબ આ આગામી 2 મહિનામાં માત્ર 15 શુભ મુહૂર્ત છે. એટલે કે, અમે તમને આ વર્ષ માટે આ શુભ સમય જણાવી રહ્યા છીએ. જ્યારે આવતા વર્ષે 15 જાન્યુઆરી 2022થી ફરી શુભ મુહૂર્ત શરૂ થશે.

લગ્નના શુભ મુહૂર્ત રહેશે વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં 19, 20, 21, 26, 28, 29 અને 30 તારીખે એટલે કે 7 દિવસ જ લગ્નના મૂહુર્ત છે. આ સિવાય ડિસેમ્બર મહિનામાં 8 શુભ મુહૂર્ત છે જે 1, 2, 5, 6, 7, 11, 12 અને 13 તારીખે છે.

કોરોનાના મહામારીથી દરેકને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જે વેપારીઓની ધંધાકીય મોસમ છે તેમને ભારે નુકસાન થયું છે. પરંતુ આ વખતે લગ્નસરાની સીઝનમાં લગ્નના બગીચા, હોટલથી માંડીને બેન્ડ, ડ્રમ, કેટરર્સ, હલવાઈ વગેરે લોકોને થોડી આશા છે કે તેને થોડો ફાયદો થશે. ઓછા મુહૂર્તના કારણે હવે મેરેજ હોલ બુક ન થવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય બેન્ડ-બાઝ, ઢોલ, બગીની પણ આવી જ હાલત છે.

આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો : Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!

g clip-path="url(#clip0_868_265)">