આ વિધિથી શિવજીને ચઢાવો બીલીપત્ર, મનોકામના ચોક્કસ થશે પૂર્ણ !

શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

આ વિધિથી શિવજીને ચઢાવો બીલીપત્ર, મનોકામના ચોક્કસ થશે પૂર્ણ !
બીલીપત્રથી પ્રસન્ન થશે મહાદેવ!
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 22, 2021 | 11:43 AM

શિવ (SHIV) તો છે ભોળાનાથ અને આ ભોળાનાથ એટલે તો ઝડપથી રીઝનારા દેવ. આમ તો, મહેશ્વર આસ્થાથી જળ અર્પણ કરવા માત્રથી રીઝી જાય છે. પણ, શ્રદ્ધાળુઓ પ્રભુની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા તેમને દૂધ, ધતુરો કે બીલીપત્ર અર્પણ કરતા રહે છે. તમે પણ શિવાલયમાં જઈ બિલ્વના પાનથી ભોળાશંભુની પૂજા કરી જ હશે. પણ, શું તમે આ બીલીપત્ર કોઈ ખાસ પ્રયોગ સાથે શિવજીને અર્પણ કર્યા છે ખરાં ?

શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. અને આ પ્રયોગ એટલે સ્વયં શિવજીનો મંત્ર લખેલું બીલીપત્ર ! જી હાં, સ્વયં શિવજીનો મંત્ર લખેલું બીલીપત્ર મહાદેવને અર્પણ કરવાથી તે ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. તો આવો, આ પ્રયોગ માટેની વિધિ જાણીએ.

બીલીપત્ર અર્પણ કરવાની વિધિ 1. 3 પાન સાથેના 11 બીલીપત્ર લો. 2. એક પણ બીલીપત્ર કાણાંવાળુ કે ફાટેલું ન હોવું જોઈએ. 3. ચંદનની મદદથી બીલીપત્ર પણ “ૐ નમઃ શિવાય।” લખો 4. 1 બિલ્વના ત્રણેવ પાન પર આ રીતે મંત્ર લખો. 5. 11 પાનને જોડી એક માળા બનાવો. 6. શિવાલયમાં જઈ “ૐ નમઃ શિવાય।”ના જાપ સાથે જ આ માળા શિવજીને અર્પણ કરો. 5. માળા ન બનાવી શકો તો મંત્ર બોલતા 11 પાન મહેશ્વને અર્પણ કરો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

કહે છે, કે આ સરળ પ્રયોગથી મહાદેવ ત્વરિત પ્રસન્ન થાય છે. શ્રાવણ માસ અને શિવરાત્રીમાં તો આ પ્રયોગ લાભદાયી છે જ. પણ, સોમવારના રોજ આ પ્રયોગથી મહેશ્વર મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

આ પણ વાંચો માત્ર એક સરળ ચોપાઈથી તમારું દુઃખ દૂર કરશે શ્રીરામ !

g clip-path="url(#clip0_868_265)">