માત્ર એક સરળ ચોપાઈથી તમારું દુઃખ દૂર કરશે શ્રીરામ!

પ્રભુ શ્રીરામ (RAM)એ તો કલ્યાણના દાતા છે. તેમના ભક્તોના તમામ દુઃખને હરનારા છે. શ્રીવાલ્મીકિ રચિત રામાયણ અને શ્રીતુલસીદાસજી રચિત રામચરિતમાનસની એક એક ચોપાઈ એ વાતની પ્રતીતિ કરાવે છે.

માત્ર એક સરળ ચોપાઈથી તમારું દુઃખ દૂર કરશે શ્રીરામ!
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 17, 2021 | 6:30 PM

પ્રભુ શ્રીરામ (RAM)એ તો કલ્યાણના દાતા છે. તેમના ભક્તોના તમામ દુઃખને હરનારા છે. શ્રીવાલ્મીકિ રચિત રામાયણ અને શ્રીતુલસીદાસજી રચિત રામચરિતમાનસની એક એક ચોપાઈ એ વાતની પ્રતીતિ કરાવે છે કે કેટલાં પ્રજાવત્સલ છે શ્રીરામ અને આ જ શ્રીરામને ચોપાઈની મદદથી જ પ્રસન્ન કરીને તમે સર્વ પ્રકારના દુઃખથી મુક્તિ મેળવી શકો છો!

શ્રીરામચરિતમાનસમાં વર્ણિત એક એક ચોપાઈ વાસ્તવમાં વ્યક્તિની દરેક સમસ્યા સામે લડવાનો મંત્ર આપે છે. એટલે કે આ ચોપાઈઓ મંત્રના રૂપમાં પણ પ્રચલિત છે! ત્યારે આજે એક એવી ચોપાઈની વાત કે જે તમારા તમામ દુઃખને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ ચોપાઈ એટલે તો તમામ પરેશાની અને દુઃખને દૂર કરનારો સરળ મંત્ર.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી।

આ ચોપાઈએ શ્રીરામચરિતમાનસના સુંદરકાંડમાં વર્ણિત છે. જેના દ્વારા સીતાજી તેમના દુઃખ દૂર કરવા માટે શ્રીરામને પ્રાર્થના કરે છે. કથા અનુસાર શ્રીરામના પરમ ભક્ત હનુમાન રાવણની સોનાની લંકાને આગ લગાવી, દેવી સીતા પાસે ત્યાંથી પ્રસ્થાન કરવા આજ્ઞા લેવા જાય છે. તે સમયે સીતાજી આ ચોપાઈ બોલી શ્રારામને તેમનો સંદેશો આપવા કહે છે.

“દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી।” અર્થાત્. “પ્રભુ શ્રીરામ તમે તો દુઃખીયાના બેલી છો, તેમના પર દયા કરનારા છો, ત્યારે તમે મારું પણ ભયંકર દુઃખ દૂર કરો.” આ ચોપાઈ દ્વારા શ્રીરામે સીતાજીના દુઃખને સમજી તેનું નિવારણ કર્યું. ત્યારે એવું કહે છે કે અન્ય કોઈ ખાસ નિયમો સિવાય જો વ્યક્તિ એકાગ્ર ચિત્ત સાથે અને આસ્થા સાથે એક મંત્રની જેમ આ ચોપાઈનો જાપ કરે તો ચોક્કસપણે પ્રભુ શ્રીરામ તેના દુઃખ દૂર કરશે!

આ પણ વાંચો  શું તમે પણ કરો છો વસંત પંચમી એ આ ભૂલ ? જો જો આપ ન કરી બેસતા આ ભૂલ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">