AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોલાર એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 6 મહિનામાં આપ્યું બમ્પર વળતર, રોકાણકારો થઇ ગયા માલામાલ

multibagger stock:સોલાર એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 6 મહિનામાં બમ્પર રિટર્ન આપ્યું છે. સૌર ઉર્જા ઉત્પાદક કંપની સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં છેલ્લા 6 મહિનામાં સારો વધારો નોંધાયો છે.શેર માર્ચ 2023ના અંતે રૂ.7.05ની નીચી સપાટીએ હતો. અત્યારે શેરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. 7 રૂપિયાનો પેની સ્ટોક 6 મહિનામાં મલ્ટિબેગર બની ગયો છે.

સોલાર એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 6 મહિનામાં આપ્યું બમ્પર વળતર, રોકાણકારો થઇ ગયા માલામાલ
Suzlon Energy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 12:01 PM
Share

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. સોલાર એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપનીએ 6 મહિનામાં બમ્પર રિટર્ન આપ્યું છે. સૌર ઉર્જા ઉત્પાદક કંપની સુઝલોન એનર્જી લિમિટેડના શેરમાં છેલ્લા 6 મહિનામાં સારો વધારો નોંધાયો છે. સુઝલોનનો શેર માર્ચ 2023ના અંતે રૂ.7.05ની નીચી સપાટીએ હતો. અત્યારે સુઝલોનના શેરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. 7 રૂપિયાનો પેની સ્ટોક 6 મહિનામાં મલ્ટિબેગર બની ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેનું દેવું ઘટાડવાની યોજના જાહેર કરી ત્યારથી સુઝલોનના શેરમાં વધારો થઈ રહ્યો છે.

કંપનીને મળી રહ્યા છે નવા ઓર્ડર

સોલાર એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપની સુઝલોનને હાલ ઘણા નવા ઓર્ડર પણ મળ્યા છે, જેના કારણે કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત બન્યા છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 300 ટકાનો વધારો થયો છે. જેના કારણે આ પેની સ્ટોકને મલ્ટીબેગરનો દરજ્જો મળ્યો છે અને સ્ટોકે રોકાણકારો માલામાલ કરી દિધા છે.

બોન્ઝા પોર્ટફોલિયોના રાજેશ સિંહાના જણાવે છે કે, કંપનીએ છેલ્લા 6 મહિનામાં પોઝિશનલ રોકાણકારોને 238 ટકા વળતર આપ્યું છે. દેવું ઘટાડવાની કંપનીની યોજના બાદ શેરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણી બ્રોકરેજ કંપનીઓ પાસેથી તાજેતરના ઓર્ડર મળ્યા બાદ તેઓ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી રહ્યા છે. સુઝલોન એનર્જી પ્રાઈસ ટાર્ગેટ સુઝલોન એનર્જીના શેર પર ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા કહે છે કે કંપનીના શેરમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે.

હજુ ચાલું રહી શકે છે શેરની તેજી

સુઝલોન એનર્જીનો શેર ટૂંક સમયમાં 40 રૂપિયાના સ્તરને પાર કરી શકે છે. તમે આ શેરને રૂ. 25ના સ્ટોપ લોસ સાથે રૂ. 40ના ટાર્ગેટ ભાવ માટે પકડી શકો છો. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે, સુઝલોન એનર્જીનો શેર 1.85 ટકા અથવા રૂ. 0.55 ઘટીને રૂ. 29.14 પર બંધ થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 29.82 અને 52 સપ્તાહની નીચી રૂ. 6.60 છે. સુઝલોન એનર્જીની માર્કેટ કેપ રૂ. 39,553.55 કરોડ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
g clip-path="url(#clip0_868_265)">