નડિયાદ : દેવ દિવાળી પર્વ પર સંતરામ મંદિર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું, લાખો ભક્તો ઉમટયાં

|

Nov 19, 2021 | 7:44 PM

તમને જણાવી દઈએ કે નડિયાદના સંતરામ મંદિરમાં લગભગ 190 વર્ષથી પરંપરાગત રીતે દેવ દિવાળી પર્વ નિમિત્તે દિપોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એક માન્યતા મુજબ સંતરામ મંદિરમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે.

નડિયાદ : દેવ દિવાળી પર્વ પર સંતરામ મંદિર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું, લાખો ભક્તો ઉમટયાં
સંતરામ મંદિર (નડિયાદ)

Follow us on

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવી હતી. રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠ્યું હતું. સંતરામ મંદિરમાં લાખો દિવડાઓને નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સંતરામ મંદિરમાં દેવદિવાળીનું વિશેષ મહત્વ છે અને આજના દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થતા હોય અને લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય ભક્તો નો વિશેષ ધસારો જોવા મળે છે.

શું છે દેવદિવાળીનું સંતરામ મંદિરમાં મહત્વ ?

તમને જણાવી દઈએ કે નડિયાદના સંતરામ મંદિરમાં લગભગ 190 વર્ષથી પરંપરાગત રીતે દેવ દિવાળી પર્વ નિમિત્તે દિપોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એક માન્યતા મુજબ સંતરામ મંદિરમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. આજના દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થાય છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો પોશ મહિનાની પૂનમનું પણ આ મંદિરમાં અનેરું મહત્વ છે. આ પૂનમ પર બાળકો બોલતા થાય તે આસ્થાથી બોરની ઉછાણી કરવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવે છે. દેવદિવાળીની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવ્યા. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠયું હતું અને ભવ્ય રોશનીથી ચારેતરફ ઝગમગાટ છવાયો હતો.

દર વર્ષે મંદિરમાં ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠે છે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

આ પણ વાંચો : Tim Paine: ટિમ પેનની ગંદી હરકત જાહેર થવા બાદ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી રહ્યુ છે સમર્થન! યુવતીને અશ્લીલ તસ્વીરો અને ગંદા મેસેજ મોકલ્યા હતા

આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જાણો કયાં-કયાં થયો કમોસમી વરસાદ ?

 

 

Published On - 7:35 pm, Fri, 19 November 21

Next Article