Merry Christmas 2022: જાણો ભગવાન ઈસુનો જન્મ કયા અને ક્યારે થયો હતો, તેનું મહત્વ શું છે

|

Dec 25, 2022 | 4:45 PM

નાતાલના દિવસે લોકો તેમના ઘરને શણગારે છે અને ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને તેને પણ શણગારે છે અને ઘરમા નાના મોટાઓને ગિફ્ટ આપે છે. જીસસ ક્રાઈસ્ટને ભગવાનના પુત્ર તરીકે ગણવામા આવે છે. આજે આપણે જાણીશું ભગવાન ઇસુ અને તેમના જન્મ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

Merry Christmas 2022: જાણો ભગવાન ઈસુનો જન્મ કયા અને ક્યારે થયો હતો, તેનું મહત્વ શું છે
Lord Jesus

Follow us on

વિશ્વભરમા 25 ડિસેમ્બરના દિવસે નાતાલની ઉજવણી કરવામા આવે છે. ખ્રિસ્તીઓ આ દિવસે ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ તરીકે ઉજવણી કરે છે. નાતાલના દિવસે લોકો તેમના ઘરને શણગારે છે અને ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને તેને પણ શણગારે છે અને ઘરમા નાના મોટાઓને ગિફ્ટ આપે છે. જીસસ ક્રાઈસ્ટને ભગવાનના પુત્ર તરીકે ગણવામા આવે છે. ક્રિસમસના આ ખાસ અવસર પર આજે આપણે જાણીશું ભગવાન ઇસુ અને તેમના જન્મ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો.

ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો

ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ પૂર્વે 4-6 આસપાસ થયો હતો. લોકો એવુ માને છે કે ઈસુ ખ્રિસ્તની માતાનું નામ મેરી અને પિતાનું નામ જોસેફ હતું. ઈસુ ખ્રિસ્તના પિતા સુથારનું કામ કરતા હતા અને લોક માન્યતા અનુસાર માનવામા આવે છે કે ઈસુ ખ્રિસ્તના માતા મેરીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં તેણીએ ભગવાનના પુત્ર ઈસુને જન્મ આપવાની આગાહી કરી હતી.

જેના પછી ઈસુ ખ્રિસ્તની માતા મેરી ગર્ભવતી બની હતી. મેરી ગર્ભાવસ્થા દરમિયાન તે બેથલેહેમ જવાની હતી. તે રાત્રિના કારણે તેમને તે જ સ્થળે રોકાવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોઈ પણ જગ્યાએ રોકાવવા માટે ક્યાંય જગ્યા મળી ન હતી. જે પછી મધર મેરીએ બીજા જ દિવસે એક ભરવાડના ઘરે ભગવાન ઇસુને જન્મ આપ્યો હતો.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે કરવામાં આવ્યો

ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઈબલમાં પણ જીસસ ક્રાઈસ્ટનો 13 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના જીવન વિશે કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. લોકો એવું માને છે કે રોમન ગવર્નરના પિલાતને હંમેશા યહૂદી ક્રાંતિથી ડર લાગતો હતો એટલા માટે તેણે કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે જીસસ ક્રાઈસ્ટને મોતની સજા આપી હતી.

ભગવાન ઇસુ ખ્રિસ્તને શુક્રવારના દિવસે વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. લોકો માન્યતા અનુસાર એવું કહેવાય છે કે તેઓ તેમના મૃત્યુના થોડા દિવસો પછી જીવીત થયા હતા અને આ દિવસને ઇસ્ટર કહેવામાં આવે છે. નાતાલ માત્ર ભારતમા જ નહી પરંતુ સમગ્ર વિશ્વમા ઉજવવામા આવે છે. લોકો ઈસુ ખ્રિસ્ત પાસે મીણબત્તી સળગાવીને પ્રાથના કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Next Article