દરેક સંકટોને હરશે મહાબલી હનુમાનના સંકટનાશક મંત્ર, અત્યારે જ નોંધી લો આ પ્રભાવી મંત્ર

કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેની પર વરસે છે તેને જીવનમાં કોઇપણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. તો ચાલો આપને જણાવીએ હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્રો વિશે કે જેના જાપ કરવાથી આપની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.

દરેક સંકટોને હરશે મહાબલી હનુમાનના સંકટનાશક મંત્ર, અત્યારે જ નોંધી લો આ પ્રભાવી મંત્ર
Lord Hanuman
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 19, 2022 | 6:20 AM

 હનુમાનજીની(Hanuman) કૃપા જેના પર વરસે છે તેને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નથી પડતો. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી સ્થાયી ભગવાન છે. હનુમાનજીની નિરંતર ભક્તિ કરવાથી ભૂતપ્રેત, કુંડળીમાં ગ્રહોની ખરાબ સ્થિતિ, રોગ, કોર્ટના કેસ, દુર્ઘટનાથી બચાવ, મંગળદોષ, દેવામાંથી મુક્તિ, બેરોજગારી, તણાવ, ચિંતા આ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેની પર વરસે છે તેને જીવનમાં કોઇપણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. તો ચાલો આપને જણાવીએ હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્રો વિશે કે જેના જાપ કરવાથી આપની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.

સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યા

  1. શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીની સામે ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  2. ત્યારબાદ બુંદી કે લાડુનો પ્રસાદ અર્પણ કરીને તમારી સમસ્યા હનુમાનજી સમક્ષ બોલવી.
  3. નક્કી કરેલી સંખ્યામાં મંત્રજાપ કરવાનો સંકલ્પ લેવો.
  4. હનુમાનજીની સમક્ષ બેસીને “ૐ મારકાય નમઃ” મંત્રનો જાપ કરવો.
  5. આ મંત્રનો જાપ નિરંતર 9 શનિવાર કે મંગળવારે અવશ્ય કરવો.

નોકરી -ધંધાની સમસ્યા

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
  1. શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીના 9 લાડુનો ભોગ અર્પણ કરવો.
  2. પછી પીપળાના પાન પર સિંદૂરથી આપની સમસ્યા લખીને તેમના ચરણોમાં રાખી દેવી.
  3. નક્કી કરેલ સંખ્યામાં મંત્રના જાપ કરવાનો સંકલ્પ લેવો.
  4. હનુમાનજીની સમક્ષ બેસીને આ વિશેષ મંત્ર “ૐ પિંગાક્ષાય નમઃ” નો જાપ કરવો
  5. નિરંતર 9 શનિવાર કે મંગળવારના દિવસે આ મંત્રનો અવશ્ય જાપ કરવો.

માન સન્માન અને યશ પ્રાપ્તિ અર્થે

  1. શનિવાર કે મંગળવારનો દિવસ હનુમાનજી અને શ્રીરામને ખૂબ જ પ્રિય છે.
  2. આ દિવસે હનુમાનજી અને રામજી સમક્ષ આપના માન સમ્માનમાં વધારો થાય તેવી પ્રાર્થના કરો
  3. નક્કી કરેલ સંખ્યામાં આપ મંત્રોના જાપ કરવાનો સંકલ્પ કરો
  4. હનુમાનજીની સમક્ષ બેસીને વિશેષ પ્રકારનો મંત્ર જાપ કરો “ૐ વ્યાપકાય નમઃ”
  5. નિરંતર 9 શનિવાર કે મંગળવારના રોજ આ મંત્રનો જાપ કરો

જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે અને દરેક સંકટમાંથી મુક્તિ માટે આ મંત્રોનો જાપ અવશ્ય કરો

  1. ૐ તેજસે નમઃ
  2. ૐ પ્રસન્નાત્મને નમઃ
  3. ૐ શૂરાય નમઃ
  4. ૐ શાંતાય નમઃ
  5. ૐ મારુતાત્મજાય નમઃ
  6. ૐ હં હનુમતે નમઃ

શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીની સમક્ષ બેસીને આ મંત્રોના ઓછામાં ઓછા 108 વાર આ મંત્રના જાપ કરવા તેનાથી આપની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : માત્ર 3 ઉપાય અને માલામાલ થશે જીંદગી ! ફટાફટ જાણી લો શનિવારે કરવાના આ સરળ ઉપાય

આ પણ વાંચો : ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">