AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2026: બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને આ દિવ્ય મંત્રનો જાપ: નવરાત્રિની મહાઅષ્ટમીએ કરો આ વિશેષ ઉપાય, ઘરમાં થશે ધનવર્ષા!

શારદીય નવરાત્રિમાં મહાઅષ્ટમી તિથિએ માતા મહાગૌરીની પૂજાનું વિશેષ મહત્વ છે. જીવનમાંથી કષ્ટો દૂર કરવા, સુખ-સમૃદ્ધિ મેળવવા અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે અષ્ટમીના દિવસે આ સરળ અને ચમત્કારિક ધાર્મિક ઉપાયો અચૂક કરો.

Navratri 2026: બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને આ દિવ્ય મંત્રનો જાપ: નવરાત્રિની મહાઅષ્ટમીએ કરો આ વિશેષ ઉપાય, ઘરમાં થશે ધનવર્ષા!
| Updated on: Oct 12, 2026 | 10:20 PM
Share

શારદીય નવરાત્રિ દરમિયાન મહાઅષ્ટમી તિથિનું અનેરું મહત્વ રહેલું છે. આ દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ માં મહાગૌરીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા મહાગૌરીની ઉપાસના કરવાથી જીવનના તમામ કષ્ટો અને સંકટો દૂર થાય છે તથા સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાચા મનથી આરાધના કરનારા ભક્તો પર માતાજીની અસીમ કૃપા વરસે છે. જો તમે પણ આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અને ઘરમાં બરકત ઇચ્છતા હોવ, તો મહાઅષ્ટમીના પાવન દિવસે કેટલાક ખાસ ધાર્મિક ઉપાયો કરી શકો છો.

જ્યોતિષીઓ અને પંડિતોના જણાવ્યા મુજબ, મહાઅષ્ટમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ માતા દુર્ગાની પ્રતિમા કે તસવીર સામે બેસીને ‘ॐ દું દુર્ગાયૈ નમઃ’ (ॐ दुं दुर्गायै नमः) મંત્રની ઓછામાં ઓછી 1 માળા (108 વખત) જાપ કરવો જોઈએ. આ મંત્રજાપથી માનસિક શાંતિ મળે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ધન અને સમૃદ્ધિની કામના ધરાવતા ભક્તો સૂર્યોદય પહેલાં શાંત જગ્યાએ કુબેર મુદ્રા બનાવીને બેસી શકે છે અને માતાજી સમક્ષ પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી શકે છે.

સાંજના સમયે પ્રગટાવો દીવો

મહાઅષ્ટમીની સંધ્યાકાળે માતા દુર્ગા સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને વિશેષ આરતી કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર માતાજી સમક્ષ ગાયના ઘીનો દીવો અને ભૈરવજી માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. દીપ પ્રાગટ્ય કરતી વખતે પરિવારની સુખાકારી અને જીવનના અવરોધો દૂર થાય તેવી પ્રાર્થના કરવી. આ ઉપરાંત, બપોરના સમયે ઘરની પ્રથમ રોટલી કાઢીને તેના પર 9 વખત મહામંત્રનો જાપ કરવો અને ત્યારબાદ તે રોટલી શ્વાન (કૂતરા)ને ખવડાવી દેવી. આ ઉપાય જીવદયા, સેવા અને દાનની ભાવના સાથે જોડાયેલો છે, જેનાથી ગ્રહદોષ શાંત થાય છે.

આ બાબતોનું પણ રાખો ધ્યાન

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, મહાઅષ્ટમી પર માં મહાગૌરીની આરાધના, મંત્રજાપ અને દાન-પુણ્ય કરવાથી જીવનમાં કાયમી સુખ-શાંતિ આવે છે. ભક્તોએ સંપૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતા સાથે આ ધાર્મિક વિધિઓ કરવી જોઈએ. સાથે જ આર્થિક સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે સખત મહેનત, બચત અને યોગ્ય આયોજન પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.

Disclaimer:

આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">