AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022 : ભક્તોની આશાઓને પૂર્ણ કરે છે મા આશાપુરા, અહીં નવરાત્રીમાં થતી પત્રીવિધિનો શું છે મહિમા ?

જેમ ભાદરવી પૂનમે ((Punam)પગપાળા ચાલીને મા અંબાના સાનિધ્યે પહોંચવાનો મહિમા છે, તે જ રીતે નવરાત્રીના અવસરમાં પગપાળા ચાલીને મઢવાળી માતાની શરણે પહોંચવાની મહત્તા છે.

Navratri 2022 : ભક્તોની આશાઓને પૂર્ણ કરે છે મા આશાપુરા, અહીં નવરાત્રીમાં થતી પત્રીવિધિનો શું છે મહિમા ?
Maa Ashapura, kutch
TV9 Bhakti
| Edited By: | Updated on: Sep 29, 2022 | 6:21 AM
Share

નવરાત્રી (Navratri 2022) એટલે તો એ અવસર કે જ્યારે ભક્તો નવ-નવ દિવસ સુધી અનુષ્ઠાન કરીને ભગવતી અંબાની કૃપાને પ્રાપ્ત કરતાં હોય છે. ગરબે ઘૂમીને માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. અને સાથે જ શક્તિના વિવિધ સ્થાનકો સુધી પગપાળા જ પહોંચી આદ્યશક્તિને નતમસ્તક થતા હોય છે. ત્યારે આજે દેવીના એક એવાં જ સ્થાનક વિશે વાત કરવી છે કે જ્યાં પગપાળા દર્શને પહોંચવાનું અકદેરું જ માહાત્મ્ય છે. અને આ ધામ એટલે માતાનો મઢ. (mata no madh) કચ્છની મા આશાપુરાનું (ashapura maa) મંદિર.

મંદિર માહાત્મ્ય

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ‘માતાનો મઢ’ નામે ગામ આવેલું છે. તે ‘માતાના મઢ’ નામે પણ ખ્યાત છે. આ ગામ ભુજથી લગભગ 95 કિ.મી.ના અંતરે સ્થિત છે. અને તેની મધ્યે જ શોભાયમાન છે મા આશાપુરાનું અત્યંત ભવ્ય મંદિર. આ એ સ્થાનક છે કે જેના પરિસરમાં પગ મૂકતાં જ ભક્તોને અત્યંત સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થવા લાગે છે. અને મા આશાપુરાના ભવ્ય રૂપના દર્શન થતાં જ મનના સઘળા સંતાપ શમી જાય છે. માતાના મઢમાં મા આશાપુરાનું અત્યંત ભવ્ય સિંદૂરી સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે. માતાની પ્રતિમા 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. દેવીની આ પ્રતિમા સ્વયંભૂ જ મનાય છે. તો મુખારવિંદ પર અનોખી જ ભાતમાં લાગેલાં નેત્રોને લીધે તે અદકેરી જ આભા ઊભી કરે છે. મા આશાપુરાને ભક્તો મઢવાળી માતાના નામે પણ સંબોધે છે. દેવીનું આ દિવ્ય રૂપ કચ્છની ધરા પર દોઢ હજાર વર્ષથી પ્રસ્થાપિત હોવાની માન્યતા પ્રચલિત છે.

નવરાત્રી માહાત્મ્ય

આસો નવરાત્રીનો રૂડો અવસર ચાલી રહ્યો હોય અને તમે જો માતાના મઢ ગામે પહોંચો તો તમને રસ્તામાં હકડેઠઠ ભીડ જોવા મળે. ઠેર-ઠેર પગપાળા ચાલતા યાત્રાળુઓ તમને જોવા મળે. જેમ ભાદરવી પૂનમે પગપાળા ચાલીને મા અંબાના સાનિધ્યે પહોંચવાનો મહિમા છે, તે જ રીતે નવરાત્રીના અવસરમાં પગપાળા ચાલીને મઢવાળી માતાની શરણે પહોંચવાની મહત્તા છે. ત્યારે ન માત્ર કચ્છમાંથી, પણ ગુજરાત અને ગુજરાત બહારના શહેરોમાંથી પણ પગપાળા ચાલી ભાવિકો માતાના મઢ ગામે પહોંચતા હોય છે.

નવરાત્રીમાં મા આશાપુરાના સાનિધ્યે મેળો જામે છે. માતાના દિવ્ય રૂપની એક ઝલક નિહાળવા ભક્તો અધિરા બની જાય છે. કહે છે કે આ સમય દરમિયાન ભક્તો માનતાના નારિયેળ લઈને મંદિરે પહોંચે છે. મા આશાપુરાને એટલાં નારિયેળ અર્પણ થાય છે કે ગામનો રસ્તો જ નારિયેળના છોતરાઓથી ઢંકાઈ જાય છે. સાતમ આઠમના અવસરે માના સાનિધ્યે હવનનું આયોજન થાય છે.

માતાજીની પત્રીવિધિ

માન્યતા અનુસાર એ મા આશાપુરા જ છે કે જેમણે શત્રુઓના આક્રમણોથી કચ્છની રક્ષા કરી છે. એ જ કારણ છે કે આજે પણ કચ્છના મહારાવ આઠમના રોજ મા આશાપુરાની વિશેષ પૂજા કરે છે. તેઓ પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે માતાજીને પત્રી ચઢાવે છે. પત્રી એક વિશેષ પ્રકારની વનસ્પતિ છે. આ પત્રીને પુન: ઝીલવા મહારાવ ખોળો પાથરીને ઊભા રહે છે. જ્યાં સુધી પત્રી ખોળામાં પડે નહીં ત્યાં સુધી પૂજા ચાલું જ રહે છે. અને પત્રીના પ્રાપ્ત થતાં જ જાણે માએ આશીર્વાદની વૃષ્ટિ કરી હોય તેમ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">