AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: પરમાત્માની પરમકૃપાને પ્રાપ્ત કરાવશે ગીતાજયંતીનો રૂડો અવસર, જાણો વ્રતની ફળદાયી વિધિ

ભગવદ્ ગીતા ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઇ શકે છે. સાથે જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. તો, ગીતા પ્રાગટ્ય દિને શ્રીકૃષ્ણની કે તેમના વિષ્ણુ રૂપની પૂજા કરવાથી વ્યક્તિને પરમકૃપાની પ્રાપ્તિ થાય છે.

Bhakti: પરમાત્માની પરમકૃપાને પ્રાપ્ત કરાવશે ગીતાજયંતીનો રૂડો અવસર, જાણો વ્રતની ફળદાયી વિધિ
ગીતજયંતી
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 13, 2021 | 5:05 PM
Share

હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને (bhagavad gita) પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. સર્વપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું. આ ગ્રંથમાં 18 અધ્યાય છે. તેમાં સંપૂર્ણ જીવનનો સાર બતાવવામાં આવ્યો છે. હિન્દુ પંચાંગ અનુસાર માગશર મહિનાના શુક્લપક્ષની એકાદશીના દિવસે ગીતાજયંતી ઉજવવામાં આવે છે. જે આ વખતે 14 ડિસેમ્બર, મંગળવારના રોજ છે. માન્યતા અનુસાર તે આ જ તિથિ હતી કે જે દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું.

સનાતન ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રમાં પરમ મિત્ર અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તેના કારણે ગીતાજયંતીનું મહત્વ વિશેષ છે. ખાસ કરીને માગશર એટલે કે અગહન મહિનો ખુબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ ગીતા ઉપદેશ દરમિયાન કહ્યું હતું કે હું મહિનાઓમાં અગહન મહિનો છું. ત્યારે ચલો, આપણે પણ આ ગીતાજંયતીના માહાત્મ્ય વિશે જાણીએ.

ગીતા માહાત્મ્ય સનાતન ધર્મમાં ગીતાને પવિત્ર ગ્રંથ મનાય છે. સર્વપ્રથમ ભગવાન કૃષ્ણએ જ મિત્ર અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ ગ્રંથમાં 18 અધ્યાય છે. તેમાં વ્યક્તિના જીવનનો સંપૂર્ણ સાર બતાવવામાં આવ્યો છે. સાથે જ ધાર્મિક, કાર્મિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. આ ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઇ શકે છે. સાથે જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. તો, ગીતા પ્રાગટ્ય દિને શ્રીકૃષ્ણની કે તેમના વિષ્ણુ રૂપની પૂજા કરવાથી વ્યક્તિને પરમકૃપાની પ્રાપ્તિ થાય છે.

ગીતા જયંતીની પૂજા વિધિ ⦁ ગીતા જયંતીનો દિવસ એ મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખાય છે. એટલે આ દિવસે એકાદશીનું વ્રત રાખવું. ⦁ સવારે વહેલાં ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું. તેમના નામનું સ્મરણ કરવું. ⦁ નિત્ય કર્મથી નિવૃત થઇને ગંગાજળ યુક્ત પાણીથી સ્નાન કરવું જોઇએ. ⦁ પછી “ૐ ગંગે”નો મંત્રોચ્ચાર કરી આચમન કરવું હવે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી. ⦁ તે સમયે પ્રભુને પીળા ફળ, પુષ્પ, ધૂપ, દીપ, દૂર્વા અર્પણ કરો. ⦁ સાધક પાસે વધુ સમય હોય તો ગીતા પાઠ અવશ્ય કરો. તેનાથી સર્વોત્તમ કૃપાની પ્રાપ્તિ થશે. ⦁ અંતમાં આરતી અર્ચના કરીને પૂજા સંપન્ન કરો. ⦁ દિવસ દરમ્યાન ઉપવાસ રાખો. જો જરૂર જણાય તો એકવાર જળ અને ફળ ગ્રહણ કરી શકો છો. સંધ્યાકાળમાં આરતી, અર્ચના અને પ્રાર્થના પછી ફળાહાર કરો. ⦁ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : કયા પ્રકારના દુર્યોગને નિવારશે મા અન્નપૂર્ણા ? જાણો દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિની સરળ વિધિ

આ પણ વાંચો : મા અન્નપૂર્ણાની આરાધના કરતી વખતે આ બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવશે વારો !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">