મંગળ દેવતા સાથે જોડાયેલું છે આ મંદિરનું રહસ્ય ! અહી પૂજા કરવાથી દૂર થશે મંગળ દોષ

સપ્તપુરીઓમાંના એક, આ પ્રાચીન શહેરમાં ભગવાન મંગળ દેવનું મંદિર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરમાં મંગળ દેવ શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન છે. લોકો માને છે કે ભગવાન શિવ અહીં મંગળનાથના સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે.

મંગળ દેવતા સાથે જોડાયેલું છે આ મંદિરનું રહસ્ય ! અહી પૂજા કરવાથી દૂર થશે મંગળ દોષ
શિવલિંગના રૂપમાં બિરાજમાન છે મંગળ દેવ

ઉજ્જૈનને મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની માનવામાં આવે છે. અહીં બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર આવેલું છે. સાથે જ આ પવિત્ર સ્થાન ધરતીપુત્ર મંગળ દેવનું જન્મ સ્થળ પણ છે. શિપ્રા નદીના કિનારે આવેલા આ દિવ્ય ધામની મુલાકાત લઈને અને વિધિ-વિધાનથી મંગળ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

સપ્તપુરીઓમાંના એક, આ પ્રાચીન શહેરમાં ભગવાન મંગળ દેવનું મંદિર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરમાં મંગળ દેવ શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન છે. લોકો માને છે કે ભગવાન શિવ અહીં મંગળનાથના સ્વરૂપમાં સાક્ષાત બિરાજમાન છે. ચાલો આપણે ઉજ્જૈનના મંગળનાથનું ધાર્મિક મહત્વ જાણીએ.

મંગળનાથ મંદિરની ભાત પૂજા

મંગળનાથ મંદિરમાં મંગળ દોષ નિવારણ અને ઈચ્છાઓની પૂર્તિ માટે દરરોજ ભાતની પૂજા કરવાનો નિયમ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ આધિપત્ય ધરાવતા લોકો ખૂબ ક્રોધિત સ્વભાવના હોય છે અથવા એમ કહો કે તેમનું મન ખૂબ જ વ્યગ્ર રહે છે. આ સ્થિતિમાં તેમના મનને નિયંત્રિત કરવા અને તેમની કુંડળીના મંગળ દોષને દૂર કરવા માટે ઉજ્જૈનના મંગળનાથ મંદિરમાં ભાત પૂજા કરવામાં આવે છે. તેનો પુણ્ય લાભ મંગળ સંબંધિત તમામ દોષોને દૂર કરે છે અને સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

મંગળનાથ મંદિરનો પૌરાણિક ઈતિહાસ

મંગળનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, એક સમયે અંધકાસુર નામના રાક્ષસે કઠિન તપસ્યા કરી ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેના રક્તના ટીપાંમાંથી સેંકડો રાક્ષસોનો જન્મ થશે. ત્યારબાદ ભગવાન શિવના આ વરદાનના બળ પર, તેમણે પૃથ્વી પર હાહાકાર મચાવવાનું શરૂ કર્યું.

અંધકાસુરના અત્યાચારથી મુક્તિ મેળવવા બધા દેવતાઓ ભગવાન શિવના શરણમાં ગયા. ભગવાન ભોળાનાથે દેવતાઓના રક્ષણ માટે અંધકાસુર સાથે લડવાનું શરૂ કર્યું. તે દરમિયાન ભગવાન શિવના પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું અને તેની ગરમીને કારણે ધરતી ફાટી અને મંગળ દેવનો જન્મ થયો. ત્યારબાદ ધરતીપુત્ર મંગળ દેવે તે રાક્ષસના શરીરમાંથી નીકળતું રક્ત શોષી લીધું અને આમ તે રાક્ષસનો વધ થયો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હનુમાનજીને બજરંગબલી કેમ કહેવામાં આવે છે ? જાણો તેની રોચક કથા

આ પણ વાંચો : Ganesh-Chaturthi-2021 : જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા

Click on your DTH Provider to Add TV9 Gujarati