જાણો ભગવાન શિવને કેમ ભાંગ અને ધતુરા કેમ ચઢાવવામાં આવે છે?
શિવપુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર આવી હતી, જે વસ્તુઓ દેવો અને દાનવો બંને વચ્ચે વહેંચતા હતા, પરંતુ જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે તેમાંથી હલાહલ ઝેર નીકળ્યું હતું જેને દેવો કે દાનવોએ પણ સ્વીકાર્યું ન હતું.

હિન્દુ ધર્મ અનુસાર સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. લોકો એવું માને છે કે ભગવાન શિવની પૂજા કરવાથી તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાં જલ્દી પૂર્ણ થાય છે. ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે ભગવાન શિવને શ્રાવણમાસ અત્યંત પ્રિય છે. મહાદેવ એક એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થાય છે. જેમને માત્ર જળ ચડાવીને પ્રસન્ન થાય છે. જ્યોતિસશાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજામાં વધારે સામગ્રીની જરુર પડતી નથી. ભગવાન શિવની પૂજામાં બીલી પત્ર, ગંગાજળ , ભાંગ અને ધતુરાનો પણ ઉપયોગ કરવામાં આવશે તો આ લેખમાં જાણીશું શંકર ભગવાનની પૂજામાં ભાંગ અને ધતુરાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે.
ભાંગ અને ધતૂરો ચઢાવવાની કથા
શિવપુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર આવી હતી, જે વસ્તુઓ દેવો અને દાનવો બંને વચ્ચે વહેંચતા હતા, પરંતુ જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે તેમાંથી હલાહલ ઝેર નીકળ્યું હતું જેને દેવો કે દાનવોએ પણ સ્વીકાર્યું ન હતું. સમગ્ર બ્રહ્માંડ ઝેરની અસર ખરાબ અસર થવા લાગી હતી. જેના નિરાકરણ માટે દેવો અને દાનવો ભગવાન શિવની શરણમાં ગ્યા હતા. ત્યારે ભગવાન ભોલે ભંડારીએ સમગ્ર સૃષ્ટિને ઝેરની આડઅસરોથી બચાવવા માટે હલાહલ ઝેરને પીધું હતું.
આ રીતે શિવજીએ વિશ્વને ઝેરની અસરથી બચાવી શકાય છે. ભગવાન શિવ ઝેર પીવાના કારણે બેભાન અવસ્થામાં પોંહચી ગયા હતાં, ત્યારે તમામ દેવતાઓએ વિષની અસરને દૂર કરવા માટે ભગવાન શિવના માથા પર ભાંગ અને ધતુરો લગાવ્યો હતો. જેનાથી ભગવાન શિવને ઝેરની અસર ઓછી થઈ હતી.
અન્ય એક દંતકથા અનુસાર એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં મગ્ન રહે છે. તે એક યોગી અને સંન્યાસી છે. મહાદેવ મોટાભાગનો સમય કૈલાશ પર્વત પર સમાધિમાં મગ્ન રહે છે. કૈલાશ પર્વતનું વાતાવરણ ખૂબ ઠંડુ છે, આવી સ્થિતિમાં ભગવાન શિવના શરીરને ગરમ કરવા માટે ભાંગ અને ધતુરાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ હિમાલય પરના તપસ્વીઓ જે યોગાભ્યાસમાં મગ્ન છે તેઓ આ વસ્તુઓનું સેવન કરે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.