AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈ વિઘ્ન ? તો અજમાવો આ ખાસ ઉપાય

ઘણીવાર એવું બને કે યોગ્ય પાત્ર મળી જાય, વિવાહ નક્કી પણ થઈ જાય, તો પણ વિવાહ પૂર્વે જ કેટલાંક વિઘ્નો આવીને ઉભા રહી જાય. વારંવાર મુહૂર્ત જોવડાવા છતાં વિવાહ પાછા જ ઠેલાતા જાય ! આ સંજોગોમાં આ સરળ ઉપાય આશીર્વાદ રૂપ બની શકે છે.

Bhakti : લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈ વિઘ્ન ? તો અજમાવો આ ખાસ ઉપાય
સરળ ઉપાયથી સર્જાશે વિવાહનો શુભ યોગ
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 27, 2021 | 12:17 PM
Share

સંતાનો (santan) લગ્નની ઉંમરે પહોંચે એટલે માતા-પિતાની ચિંતા અનેકગણી વધી જતી હોય છે. વિશ્વમાં કોઈ માતા-પિતા એવાં નહીં હોય કે જેમને તેમના બાળકોને લઈને ચિંતા નહીં સતાવતી હોય. એમાંય વાત જ્યારે હોય સંતાનોના લગ્નની ત્યારે તો સમજી લો કે ઊંઘ હરામ થઈ જ સમજો. સંતાનની ઉંમર વધતી જતી હોય અને જો તેને યોગ્ય પાત્ર ન મળે તો માતા-પિતા પરેશાન થઈ જતા હોય છે. ત્યારે આજે કરવી છે એક એવાં જ સરળ ઉપાયની વાત કે જે વિવાહ આડેના કંઈક આવા જ વિઘ્નોને દૂર કરી દેશે.

ઘણીવાર એવું બને છે કે યુવક-યુવતીને સુયોગ્ય પાત્ર નથી મળતું. તો, ક્યારેક સારું પાત્ર મળવા છતાં મનમેળ નથી બેસતો, અને વાત આગળ વધે તે પહેલાં જ અટકી જાય છે. તો ઘણીવાર એવું બને કે યોગ્ય પાત્ર મળી જાય, વિવાહ નક્કી પણ થઈ જાય, તો પણ, વિવાહ પૂર્વે જ કેટલાંક વિઘ્નો આવીને ઉભા રહી જાય. વારંવાર મુહૂર્ત જોવડાવા છતાં વિવાહ પાછા જ ઠેલાતા જાય. આ બધી જ સમસ્યાઓમાં આ એક અત્યંત સરળ ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રયોગ મંગળવારના દિવસે કરવાનો છે.

હનુમાનજી દેશે વિવાહના આશિષ ! પવનસુત હનુમાનજીને આપણે કષ્ટભંજન દેવ તરીકે પૂજીએ છીએ. તે જીવનના તમામ પ્રકારના કષ્ટને નષ્ટ કરી દે છે. એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવામાં પણ તેમનું શરણું લેવાનું છે. આ માટે વિશેષ કશું જ નથી કરવાનું. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ તેમને વિવાહ આડેના વિઘ્ન દૂર કરવા માટેની પ્રાર્થના કરવાની છે. આવું સળંગ 7 મંગળવાર સુધી કરવાનું છે. જો મંદિરમાં જઈ આ પ્રયોગ કરવો શક્ય ન હોય તો ઘરે પણ હનુમાન પ્રતિમાને આસ્થા સાથે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકાય. અલબત્, સળંગ 7 મંગળવાર સુધી આમ કરવાનું છે.

લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરે તો તે વિશેષ ફળદાયી બની રહેશે. જો શક્ય ન હોય તો તેમના માતા-પિતા પણ આ ઉપાય અજમાવી સંતાનો વતી પ્રાર્થના કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રયોગ લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે શ્રદ્ધા સાથે જો આ પ્રયોગ થાય તો કષ્ટભંજન દેવ ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને લગ્ન આડેના તમામ વિઘ્નો ઝડપથી દૂર કરી દે છે. જેને લીધે શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

આ પણ વાંચો : આ ગણેશ પ્રતિમા તો સ્વયં જ વધારે છે તેનું કદ ! જાણો વરસિદ્ધિ વિનાયકનો મહિમા

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">