મંગળવારની પૂજાના જરૂરી નિયમ, આ બાબતોનું રાખો ધ્યાન બજરંબલી થશે પ્રસન્ન
હિંદુ ધર્મમાં પવનના પુત્ર હનુમાનની પૂજાને તમામ પરેશાનીઓ દૂર કરવા અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે, પરંતુ જો તમે તેમની પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માંગતા હોવ તો મંગળવારે પૂજા કરતી વખતે હંમેશા આ નિયમોનું ધ્યાન રાખો.

Hanumanji puja : કહેવાય છે કે બજરંબલીને કળયુગના દેવ કહેવામાં આવે છે, અજર-અમર બજરંગબલીની પૂજા શુભ છે અને પૂજા કરનારને તુરંત પરિણામ આપે છે. ભક્તોના સંકટને હરવા માટે સંકટમોચન હંમેશા હાજર રહે છે. બજરંગબલીનો ભક્તિ અને શ્રદ્ધા સાથે પાઠ કરવામાં આવે તો તે હંમેશા ભક્તોની મદદ માટે દોડી આવે છે. મંગળવાર હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે, પરંતુ આ દિવસે તેમની પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરો છો. આવો જાણીએ હનુમાનજીની પૂજા સાથે સંબંધિત મહત્વના નિયમ વિશે.
- હનુમાનજીની પૂજામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, તન- મનની પવિત્રતા બાદ સ્વચ્છ સ્થાન અને સાફ આસન પર બેસીને પૂજા કરવી જોઇએ
- તમે કોઇ મનોકામના માટે પૂજા કરી રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખો કે પૂજામાં હનુમાનજીના એ જ સ્વરૂપનું પૂજન કરો જે મુજબની તમારી મનોકામના હોય, જેમકે કોઇ સંકટ માંથી ઉગરવા માંગતા હોવ ત્યારે હનુમાનજીની પહાડ ઉપાડતા ચિત્ર કે મૂર્તિની પૂજા કરો, આવુ કરવાથી હનુમાનદાદા તમને સમગ્ર સંકટ માંથી ઉગારી લેશે.
- સામાન્ય રીતે પૂજા કરતી વખતે વાસ્તુ નિયમો અને દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવી જ રીતે હનુમાનજીના ચિત્ર કે મુર્તિને સાચી દિશમાં રાખવી જોઇએ. હંમેશા દક્ષિણ દિશામાં રાખેલી હનુમાનની પ્રતિમાંની પૂજા કરવી જોઇએ, કારણકે હનુમાનજીએ આ દિશામાં પોતાની શક્તિોનું વધારે પ્રદર્શન કર્યુ હતું.
- હનુમાનજીની પૂજા કરતી વખતે લાલ રંગના આસન પર હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ રાખો અને તેમની પૂજામાં લાલ રંગના ફૂલ અને ફળો રાખો અને પ્રસાદમાં ગોળ અને ચણા અવશ્ય ચઢાવો.
- મંગળવારનો દિવસ માત્ર હનુમાનજીની પૂજા માટે જ નહીં પરંતુ દેવી માં દુર્ગાજીની પૂજા માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને દેવી દુર્ગામાં માતા અને પુત્રનો સંબંધ છે. આવી સ્થિતિમાં, મંગળવારે હનુમાનજીની સાથે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે તો ખુબ જ શુભ પરિણામ મળે છે.
- જે સાધક હનુમાનજીની પૂજા કરે છે તેણે મંગળવારે બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને મનમાં કોઈપણ રીતે ક્રોધ કે વાસના ન લાવવી જોઈએ.
- મહિલાઓએ પૂજામાં હનુમાનજીની મૂર્તિને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ.
- જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે તેણે ભૂલથી પણ ક્યારેય નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.