રાત્રે કેમ કરવામાં આવે છે કિન્નરોના અંતિમસંસ્કાર ! કિન્નરને ભૂલથી પણ ન આપતા આ વસ્તુઓ

કિન્નર સમાજમાં એવા રહસ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, આપણે બધા જાણીએ છીએ કે કિન્નર લોકો દરેકને આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે કિન્નર આશીર્વાદ અને શ્રાપ બંને આપી શકે છે. કિન્નરના આશીર્વાદથી નસીબ પણ ચમકી જાય છે, તેનને ભૂલથી આ વસ્તુઓ આપવાની ભૂલ ન કરતા.

રાત્રે કેમ કરવામાં આવે છે કિન્નરોના અંતિમસંસ્કાર ! કિન્નરને ભૂલથી પણ ન આપતા આ વસ્તુઓ
Follow Us:
| Updated on: Apr 09, 2024 | 11:10 AM

કિન્નર સમાજમાં એવા રહસ્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ લોકો દરેકને આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે કિન્નરો આશીર્વાદ અને શ્રાપ બંને આપી શકે છે. જેને આશીર્વાદ મળે છે તે જીવનમાં સફળ થાય છે. કિન્નર તહેવારો, લગ્ન અથવા કોઈપણ કાર્ય માટે અન્ય લોકોના ઘરે જાય છે અને માંગણી કરે છે. એવું પણ કહેવાય છે કે તેમને દાન કરવાથી ધનમાં વધારો થાય છે.

કિન્નરના આશીર્વાદથી ચમકે છે નસીબ

ઘણા ઓછા લોકો જાણે છે કે દાન સિવાય, જો તમે તેમની પાસેથી આ એક વસ્તુ લો છો, તો તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે અને તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. હિંદુ ધર્મ અનુસાર કિન્નર બુધ ગ્રહને શાંત કરે છે. જો કોઈ વ્યક્તિને બુધવારે કિન્નરના આશીર્વાદ મળી જાય છે તો તેનું ભાગ્ય સુધરે છે. સાથે જ એવું માનવામાં આવે છે કે કિન્નરોને દાન કરવાથી બુધ ગ્રહ પ્રસન્ન થાય છે.

જલ્દી 1 રૂપિયાનો સિક્કો આપશે નહીં

બીજી તરફ, જો તમે બુધવારે કિન્નરો પાસેથી 1 રૂપિયાનો સિક્કો માગો અને જો તેઓ આપે તો તેનો અર્થ એ છે કે તમારી પ્રગતિ નિશ્ચિત છે અને તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં. જો કે કિન્નરો આ વાત સારી રીતે જાણે છે. માત્ર ખૂબ જ સદભાગ્યે આવી વસ્તુ મળે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈને 1 રૂપિયાનો સિક્કો ચાવીને આપે છે, તો તમે ખૂબ નસીબદાર છો તેવુ ગણવામાં આવે છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

કિન્નરોને ક્યારેય આ વસ્તુઓનું દાનમાં આપશો નહીં

સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. ખાસ પ્રસંગોએ આ દાનનું મહત્વ ઘણુ વધી જાય છે. સનાતન ધર્મમાં કિન્નરોને દાન આપવું એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોને દાન કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.

જો કે, કિન્નરોને દાન આપવાના નિયમો અનુસાર, કિન્નરોને કેટલીક વસ્તુઓ દાનમાં આપવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે કિન્નરોને ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના કપડાં, તેલ અને સાવરણીનું દાન ન કરવું જોઈએ.

કિન્નરોને શું દાન આપવું

કિન્નરોને અનાજ, વસ્ત્ર કે પૈસાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે કિન્નરોને કંઈક દાન કરો છો, ત્યારે બદલામાં આશીર્વાદ તરીકે તેમની પાસેથી કેટલાક સિક્કા લો. જ્યોતિષીય ઉપાયો અનુસાર, જો તમે કિન્નરો દ્વારા પરત કરવામાં આવેલા સિક્કાઓને તિજોરીમાં (અથવા અન્ય કોઈ જગ્યાએ જ્યાં તમે પૈસા રાખો છો) ત્યા તમે તેને રાખો છો, તો તમારું આર્થિક જીવન સમૃદ્ધ બની શકે છે.

પ્લાસ્ટિકની વસ્તુઓ: કિન્નરોને પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરો. આ પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. આ સાથે કાચ અને એલ્યુમિનિયમની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ.

તેલ: તમારા રસોડાનું તેલ પણ કિન્નરોને દાન ન કરો. જેના કારણે ઘરની ધન, સુખ-સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

જુના કપડા: જો કોઈ પણ ખુશીના પ્રસંગે તમારા ઘરે કિન્નરો આવે તો તેમને ક્યારેય જૂના કપડા ન આપો. કિન્નરોને હંમેશા નવા વસ્ત્રોનું દાન કરો.

આજે દુનિયા ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહી છે પરંતુ હવે આપણા સમાજમાં કિન્નરોને આશીર્વાદ અને શ્રાપ માટે મહત્વ ધરાવે છે. આજે પણ લોકો કિન્નરોથી ડરે છે કે તેઓ તેમની સાથે દુર્વ્યવહાર ન કરે. કિન્નર સમુદાયને લઈને લોકોમાં એવી માન્યતા છે કે તેમના દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ અને શ્રાપ બંને સાચા સાબિત થાય છે.

ઘરના ઝઘડા પૂર્ણ થઈ, પ્રેમમાં થશે વધારો

ક્યાંક બહાર જતી વખતે કે રસ્તામાં કોઈ કિન્નર મળે તો ભૂલથી પણ તેનું અપમાન ન કરો કે તેની સામે હસશો નહીં.

જો તમારા ઘરમાં નવજાત બાળક છે અને જો તમે કોઈ કિન્નરને મળો છો, તમે બુધવારે તમારા બાળકને તેમના ખોળામાં આપો અને બાળકને આશીર્વાદ આપવા કહો. એવું માનવામાં આવે છે કે કિન્નર પાસેથી મળેલા આશીર્વાદ બાળક માટે શુભ સાબિત થાય છે.

ઘણી વખત એવું બને છે કે સુખી દામ્પત્ય જીવનમાં અચાનક સમસ્યાઓનો પહાડ ઊભો થઈ જાય છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગે છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે, કિન્નરને મેકઅપ સામગ્રીનું દાન કરો. આમ કરવાથી તમારા સંબંધો વધુ મજબૂત બને છે અને તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વધે છે.

…તેથી જ રાત્રે કિન્નરોની અંતિમયાત્રા કાઢવામાં આવે છે

જ્યારે કોઈ કિન્નરનું મૃત્યુ થાય છે, ત્યારે તેની અંતિમયાત્રા દિવસે નહીં પરંતુ રાત્રિના અંધારામાં કાઢવામાં આવે છે. આ અંગે એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરો ન હોય તે મૃત શરીરને જુએ છે, તો તેણે આગામી જન્મમાં કિન્નર બનવું પડશે. આ જ કારણ છે કે કિન્નર સમાજ ઈચ્છતો નથી કે અન્ય કોઈ કિન્નર બને, તેથી રાત્રે ગુપ્ત રીતે અંતિમયાત્રા કાઢવામાં આવે છે. જ્યારે કિન્નર સમુદાય મૃતદેહને બાળતો નથી પરંતુ દફનાવે છે.

કિન્નર સમાજ શોકને બદલે મૃત્યુની કરે છે ઉજવણી

સામાન્ય રીતે કોઈનું મૃત્યુ થાય ત્યારે શોક હોય છે, પરંતુ કિન્નર સમુદાયમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ઉજવણી કરવામાં આવે છે. કિન્નર તરીકે જીવન જીવવું એ નરકથી ઓછું નથી, તેથી તે નરકમાંથી મુક્તિ મેળવવા માટે ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય કિન્નરના મૃત્યુ પર દાન આપવાની પણ પરંપરા છે.

ઇરવાન બલિદાન માટે આગળ આવ્યા

એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોએ યુદ્ધમાં વિજય માટે માતા કાળીની પૂજા કરી હતી. પરંતુ આ પૂજા પૂર્ણ કરવા માટે રાજકુમારનો બલિદાન આપવો જરૂરી હતો. બલિદાન માટે અર્જુનનો પુત્ર ઇરાવન આગળ આવ્યો, પરંતુ તેણે એક શરત પણ મૂકી કે તે લગ્ન પછી જ બલી આપશે. હવે પાંડવો સામે સમસ્યા એ હતી કે કઈ રાજકુમારી એક દિવસ માટે ઈરાવન સાથે લગ્ન કરશે અને બીજા દિવસે વિધવા થશે.

ભગવાન શ્રીકૃષ્ણએ ઇરવાન સાથે લગ્ન કર્યા

ભગવાન શ્રીકૃષ્ણએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. ઈરાવનની છેલ્લી ઈચ્છા પૂરી કરવા તેમણે મોહિનીનું રૂપ ધારણ કર્યું અને ઈરાવન સાથે લગ્ન કર્યા. બીજા દિવસે ઇરાવનની બલિ આપવામાં આવી અને ભગવાન શ્રીકૃષ્ણએ વિધવા તરીકે શોક કર્યો હતો. આ જ ઘટના પછી, કિન્નરો ઇરાવનને પોતાના ભગવાન માને છે અને એક રાત માટે તેમના જ પરિવારના દેવતા ઇરાવન સાથે લગ્ન કરે છે.

દેશમાં અહીં કિન્નરના લગ્ન જોઈ શકાય

જો તમે કિન્નરના લગ્નની ઉજવણી જોવા માંગો છો, તો દર વર્ષે તમિલનાડુના કુવાગામમાં તમિલ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસથી કિન્નર લગ્ન સમારોહ શરૂ થાય છે. આ તહેવાર 18 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 17માં દિવસે, કિન્નરો લગ્ન કરે છે અને નવી પરણેલી દુલ્હનની જેમ પોશાક પહેરે છે.

કિન્નરોના પુરોહિત તેમને મંગલસૂત્ર પહેરાવે છે અને લગ્ન સંપન્ન થાય છે. લગ્નના બીજા દિવસે ઈરાવન દેવની મૂર્તિને શહેરની ફેરવામાં આવે છે અને તોડી નાખવામાં આવે છે. આ સાથે, કિન્નર વિધવાની જેમ શોક કરે છે, જેમ કે તેમના પતિના મૃત્યુ બાદ તેઓ વિધવા બનેલી સ્ત્રી હોય તેમ શોક કરે છે.

કિન્નર સમાજ સાથે જોડાયેલી બાબતો

જૂની માન્યતાઓ અનુસાર શિખંડીને કિન્નર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શિખંડીના કારણે જ અર્જુને ભીષ્મને યુદ્ધમાં હરાવ્યા હતા. તે જાણીતું છે કે મહાભારતમાં, જ્યારે પાંડવો જંગલમાં એક વર્ષ અજાણ્યા નિવાસમાં વિતાવી રહ્યા હતા, ત્યારે અર્જુન એક વર્ષ સુધી કિન્નર બૃહન્નલાના રૂપમાં રહેતો હતો.

જ્યારે પણ ઘરમાં લગ્ન, મુંડન, તહેવારો, બાળકનો જન્મ વગેરે જેવા કોઈ શુભ કાર્ય હોય ત્યારે કિન્નરોને બોલાવવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કિન્નર દ્વારા બોલવામાં આવતા શબ્દો ઝડપથી ભગવાન સુધી પહોંચે છે.

નવા કિન્નરને સામેલ કરતા પહેલા, નૃત્ય, ગાયન અને સામૂહિક ભોજન કરાવવામાં આવે છે. કિન્નર સમુદાયમાં નવી વ્યક્તિને સામેલ કરવામાં આવે તે પહેલા ઘણી વિધિઓનું પાલન કરવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">