AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ

જગતજનની તો ખૂબ દયાળુ છે. તેના ભક્તોની દરેક કામનાને પૂર્ણ કરનારી છે. જો ઘરમાં કલેશ છે, રોગે ઘર કરી લીધું છે કે વ્યવસાયમાં છે કોઈ અડચણ તો આદ્યશક્તિના આ ઉપાય દૂર કરશે આપની સમસ્યા.

Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ
Maa amba (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:33 AM
Share

આ વખતની ચૈત્રી નવરાત્રી એટલે તો પૂરા નવ નવ દિવસ માતાની આરાધના કરવાનો અવસર. આ વખતની નવરાત્રી પૂરા નવ દિવસ અને નવ રાત્રિ સાથે આવી છે. કોઈ પણ તિથીનો ક્ષય નથી. જો કે નવ દિવસો સુધી ચાલતી નવરાત્રીમાં દરેક લોકો માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રીમાં સુખ સમદ્ધિ પ્રાપ્તિ અર્થે પૂજા પાઠ કરવાનું માહાત્મ્ય છે. નવરાત્રીમા માતાની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. માન્યતા એવી છે કે નવરાત્રીમાં જો કોઈ સારા કાર્ય અર્થે અને સારા ઉદેશ અર્થે કોઇ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના શીઘ્ર જ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ એવા જ સરળ ઉપાયો.

ઘર પરિવારમાં કલેશ કે બિમારીની સમસ્યા અર્થે પતિ-પત્નીની વચ્ચે કે ઘર પરિવારમાં સંબંધો સુમેળભર્યા ન હોય કે ઘરમાં બિમારીની મોટી સમસ્યા હોય તો નવરાત્રીમાં એક ખાસ ઉપાય અવશ્ય કરવો. આ ઉપાય કરવા માટે સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને પૂજા સમયે નીચે આપેલ મંત્રનો 21 વાર નિયમિત રૂપે જાપ કરવો. જો સંભવ હોય તો પરિવારના સદસ્યોએ પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના કારણે જીવનભર પરિવારના દરેક સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઇ રહેશે અને દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હેવાની માન્યતા છે. . સબ નર કરહિં પરસ્પર પ્રીતી | ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ||

વ્યવસાય અર્થે નવરાત્રીમાં બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને સફેદ રંગના ઊનનું આસન લેવું. આપનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ તે આસન પર બેસવું. હવે આપની સામે પીળું વસ્ત્ર પાથરીને તેની પર 108ની સ્ફટિકની માળા મૂકી દો હવે તેની પર કેસર અને કેવડાનું અત્તર છાંટીને માળાની પૂજા કરો. આ માળાને ધૂપ, દીપ અને અગરબત્તી અર્પણ કરીને નીચે આપેલ મંત્રની માળા કરો. ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ટ સ્વાહા આ મંત્રનો 108 વાર જાપ કરો. આ પ્રકારે નવરાત્રીના દિવસો દરમ્યાન આ માળા કરવાથી તે સિદ્ધ થઇ જાય છે. આ પછી ક્યારેય પણ કોઇ ઇન્ટરવ્યૂ કે અન્ય કોઇ મહત્વના કાર્યે જતા હોવ ત્યારે આ માળા ધારણ કરીને જવું. આ ઉપાય કરવાથી આપને અચૂક સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">