RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો

RAAMCHARITMANAS : શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે.

  • Tv9 webdesk45
  • Published On - 16:53 PM, 26 Feb 2021
RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો
શ્રી રામચરિતમાનસની ચોપાઈનો નિયમિત જાપ !

શ્રી રામચરિતમાનસ (RAAMCHARITMANAS)માં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે અમે આપને એક એવો સરળ મંત્ર જણાવીશું કે જેનાથી આપના વિવાહને આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. કેટલીક વાર એવું થતું હોય છે કે વિવાહ આડે અનેક અણધારી આફતો આવીને ઉભી રહે. અને જો વારંવાર આવું જ થતું હોય તો વર કન્યાના માતા પિતા પણ ચિંતામાં આવી જતાં હોય છે. અને કામના કરતાં હોય છે કે તેમના સંતાનોના લગ્ન આડે આવતી સમસ્યાઓ દુર થઈ જાય.
શ્રી રામચરિતમાનસમાં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રીરામચરિતમાનસમાં વર્ણિત એક એક ચોપાઈ વાસ્તવમાં વ્યક્તિની દરેક સમસ્યા સામે લડવાનો મંત્ર આપે છે. એટલે કે આ ચોપાઈઓ મંત્રના રૂપમાં પણ પ્રચલિત છે ! ત્યારે આજે અમે આપને શ્રી રામચરિતમાનસની એ ચોપાઈ જણાવીશું કે જેના જાપથી આપની પરેશાની પણ દુર થશે.
આ ચોપાઈ કઈંક આ પ્રમાણે છે.
તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજિ સઁવારિ કૈ
માંડવી શ્રુતકીરતિ ઉરમિલા, કુઁઅરિ લઈ હઁકારિ કૈ
શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. જો એકાગ્ર ચિત્ત સાથે અને આસ્થા સાથે આ ચોપાઈનો નિયમિત જાપ કરવામાં આવે તો ચોક્કસ આપના શુભ પ્રસંગમાં આવતી પરેશાનીઓ પણ દુર થશે.

 

આ પણ વાંચો આ વિધિથી શિવજીને ચઢાવો બીલીપત્ર, મનોકામના ચોક્કસ થશે પૂર્ણ !