Bhakti: શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર
શાકંભરી લક્ષ્મીનો આ મંત્ર એ તો દેવી લક્ષ્મી અને માતા શાકંભરી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો છે. કહે છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને જીવનમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી વર્તાતી.
દેવી શાકંભરી (goddess shakambhari) એટલે તો આદ્યશક્તિનું એ સ્વરૂપ કે જેને લીધે જ સૃષ્ટિને અન્ન-જળની પ્રાપ્તિ થઈ. દેવી શાકંભરી જ તો સમસ્ત જગતનું પાલન-પોષણ કરે છે. પણ, શું તમને ખબર છે કે દેવી શાકંભરી તો છે લક્ષ્મી સ્વરૂપા ! અને લક્ષ્મી સ્વરૂપા શાકંભરી તો ભક્તો પર વરસાવે છે વિશેષ કૃપા ! માન્યતા અનુસાર લક્ષ્મી સ્વરૂપા શાકંભરી તો કુબેર સમાન ધનની પ્રાપ્તિ કરાવનારા છે. ત્યારે આવો, આજે તે સંદર્ભે વધુ જાણકારી મેળવીએ.
લૌકિક માન્યતા અનુસાર શાકંભરીનું લક્ષ્મી સ્વરૂપ એ ‘શાકંભરી લક્ષ્મી’ના નામે પૂજાય છે. એમાં પણ ગુરુવારના રોજ થતી શાકંભરી લક્ષ્મીની સાધના વિશેષ ફળદાયી મનાય છે. આવો જાણીએ આ પૂજાથી કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ થાય છે ?
ફળદાયી પૂજન ⦁ આ પૂજાથી દેવી ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલાં રાખે છે. ⦁ વ્યક્તિને સમયસર ગરમ ભોજનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ⦁ દેવી ભક્તને સુખી અને સમૃદ્ધ જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. ⦁ શાકંભરીની કૃપાથી ભક્તમાં અન્નદાનની વૃત્તિ પણ વધે છે !
માન્યતા અનુસાર અષ્ટલક્ષ્મીની જેમ શાકંભરી લક્ષ્મી પણ અષ્ટ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે શાકંભરી લક્ષ્મીના આઠ સ્વરૂપોની સાધનાથી જીવન સફળ થઈ જાય છે. પણ, આપણે તો આજે વાત કરવી છે શાકંભરી ધાન્ય લક્ષ્મીની. કે જેની ઉપાસના વ્યક્તિને ધાન્ય અને ધન બંન્નેથી પરિપૂર્ણ કરે છે.
શાંકભરી લક્ષ્મી પાસેથી ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ કરાવતો મંત્ર અત્યંત સરળ છે. કહે છે કે ગુરુવારની રાત્રીએ નીચે દર્શાવેલ મંત્રનો 108 વખત જાપ કરવો લાભદાયી બને છે. એમાંય શાકંભરી નવરાત્રીના અવસરે તે વિશેષ લાભદાયી બની રહે છે.
ફળદાયી મંત્ર “ૐ શ્રીં ક્લીં ।”
શાકંભરી લક્ષ્મીનો આ મંત્ર એ તો દેવી લક્ષ્મી અને માતા શાકંભરી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો છે. કે જેના પ્રભાવને લીધે વ્યક્તિને જીવનમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી વર્તાતી. માન્યતા અનુસાર ગુલાબી રંગના વસ્ત્ર પહેરી, ગુલાબી આસન પર બિરાજમાન થઈ આ મંત્રજાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ
આ પણ વાંચો : શાકંભરી નવરાત્રિનો શા માટે છે વિશેષ મહિમા ? જાણો મા શાકંભરીની કૃપાપ્રાપ્તિની ફળદાયી વિધિ