રાવણનું નામ ‘રાવણ’ કેવી રીતે પડ્યું? આ નામ કોણે પાડ્યું, જાણો સમગ્ર કહાની
રાવણનું નામ રાવણ કેવી રીતે પડ્યું, વાત એવી છે કે રાવણની માતા રાક્ષસ કુળની સ્ત્રી હતી, જ્યારે પિતા ઋષિ વિશ્રવ હતા, અને ઋષિ વિશ્રવના પિતા એટલે કે રાવણના દાદા પુલસ્ત્ય મુનિ પણ મોટા ઋષિ હતા, આટલા મહાન ઋષિના પૌત્ર હોવાને કારણે રાવણ આયુર્વેદ, જ્યોતિષ અને તંત્ર વિદ્યામાં પારંગત હતો.રાવણની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાવણે સાત ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા.

આજે દશેરા છે, આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો પણ શું તમે જાણો છો કે રાવણનું નામ રાવણ કેવી રીતે પડ્યું, વાત એવી છે કે રાવણની માતા રાક્ષસ કુળની સ્ત્રી હતી, જ્યારે પિતા ઋષિ વિશ્રવ હતા, અને ઋષિ વિશ્રવના પિતા એટલે કે રાવણના દાદા પુલસ્ત્ય મુનિ પણ મોટા ઋષિ હતા, આટલા મહાન ઋષિના પૌત્ર હોવાને કારણે રાવણ આયુર્વેદ, જ્યોતિષ અને તંત્ર વિદ્યામાં પારંગત હતો. રાવણની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાવણે સાત ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા.
દશાનનનું નામ રાવણ કેવી રીતે પડ્યું ?
રાવણે કુબેર સાથે યુદ્ધ કર્યું હતું, અને એમાં ધન કુબેર હારી ગયા,રાવણે કુબેરનું પુષ્પક વિમાન કબજે કરી લીધું, અને આ વિમાન લઇ તે લંકા તરફ જવા નિકળ્યા,રસ્તામાં કૈલાશ પર્વત આવ્યો,વિમાન ત્યાં અટકી ગયું, વિમાન ત્યાંથી આગળ ન જઇ શક્યુ તો રાવણે કૈલાશ પર્વતને જ ખસેડવાનો નિર્ણય કરી લીધો,આવું કરવા માટે નંદીએ તેમને રોક્યા, પરંતુ રાવણે તેમની એક વાત ન સાંભળી અને કૈલાશને ઉંચકવાની કોશિશ કરી, થોડી હિલચાલના કરાણે ભગવાન શિવે પોતાનો અંગૂઠો પર્વતની જમીન પર જરાસરખો અડાડ્યો. જેના કારણે રાવણનો હાથ દબાઇ જાય છે. જેના કારણે રાવણે એટલી મોટેથી ચીસ પાડી કે સમગ્ર બ્રહ્માંડ તેના અવાજના પડઘા સંભળાયા. આમ તેનું નામ રાવણ પડ્યું , રાવણનો અર્થ થાય છે, મોટા અવાજે ચીસ પાડવી.

આ સમગ્ર અહેવાલનો સંદર્ભ રાવણ સંહિતા માંથી લેવામાં આવ્યો છે.
રાવણના અન્ય નામ ક્યાં છે ?
રાવણને અનેક નામોથી ઓળખવામાં આવે છે. રાવણને લંકેશ અથવા લંકાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે સોનાની લંકાના માલિક હતા. રાવણને દસ માથા હોવાથી દશાનન પણ કહેવામાં આવતું હતું. કેટલાક વિદ્વાનો અનુસાર, રાવણ છ તત્વજ્ઞાન અને ચાર વેદનો જાણકાર હતો, તેથી તેને દશકંઠી પણ કહેવામાં આવે છે.