રાવણ દહન કરશે કંગના રનૌત, 50 વર્ષમાં આવું કરનાર પહેલી મહિલા બનશે, જુઓ Video
કંગના રનૌત (Kangana Ranaut) 50 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહી છે. તે દશેરાના અવસર પર લાલ કિલ્લા પર હાજર રહેશે. એટલું જ નહીં આ વખતે કંગના રનૌત રાવણ દહન પણ કરશે. વીડિયો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે 'લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે કોઈ મહિલા રાવણનું દહન કરશે. અહીં જુઓ કંગના રનૌતનો વીડિયો.

કંગના રનૌત (Kangana Ranaut) અવારનવાર ચર્ચામાં રહે છે. દશેરાના અવસર પર તે 50 વર્ષ જૂના ઈતિહાસને બદલવા જઈ રહી છે. એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે તે 24 ઓક્ટોબરે દિલ્હીના લાલ કિલ્લા પર સ્થિત રામલીલામાં ભાગ લેશે. એટલું જ નહીં લવ કુશ રામલીલાની સમાપ્તિ પછી, તે કંઈક એવું કરશે જે ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું નથી.
વીડિયોમાં કહી આ વાત
કંગના રનૌતે વીડિયોમાં કહ્યું, “નમસ્તે મિત્રો… 24 ઓક્ટોબરે હું લાલ કિલ્લા પર સ્થાપિત રામલીલામાં ભાગ લેવા જઈ રહી છું. હું માત્ર ભાગ નહીં લઈશ પણ રાવણનું દહન પણ કરીશ. હું બુરાઈ પર અચ્છાયની જીત સ્થાપિત કરીશ.” વીડિયો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે ‘લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે કે કોઈ મહિલા રાવણનું દહન કરશે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
(VC: Kangana Ranaut Instagram)
ગયા વર્ષે પ્રભાસે કર્યું હતું રાવણ દહન
લવ કુશ રામલીલા સમિતિના અધ્યક્ષ અર્જુન સિંહે કહ્યું, “કમિટીએ મહિલા આરક્ષણ બિલ પછી આ નિર્ણય લીધો છે. દર વર્ષે અમારા કાર્યક્રમમાં કોઈને કોઈ વીઆઈપી હાજર રહે છે. ગયા વર્ષે પ્રભાસે રાવણ દહન કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન આવ્યા હતા અને આ વખતે કંગના રનૌત રાવણ દહન કરવા જઈ રહી છે. અમારી આ ઈવેન્ટના 50 વર્ષમાં પહેલીવાર કોઈ મહિલા રાવણ દહન કરશે. વાસ્તવમાં લવ કુશ રામલીલા સમિતિ મહિલાઓને સમાન અધિકાર ઈચ્છે છે. આજે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન અધિકાર છે.” આજે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે પરંતુ, હજુ ઘણી લાંબો રસ્તો કાપવાનો છે. આ બિલ દેશ અને સમાજના વિકાસમાં મદદ કરશે.”
આ અઠવાડિયે રિલીઝ થશે ‘તેજસ’
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’ આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 27 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં કંગના રનૌતે એરફોર્સ પાયલોટની ભૂમિકા ભજવી છે. આ પછી કંગના રનૌતની ‘ઈમરજન્સી’ આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આવતા વર્ષે રિલીઝ થશે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાના ઊંડા પાણીમાં ડૂબતી મળી જોવા, Video જોઈ ફેન્સ થયા હેરાન