Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર ભગવાનની મૂર્તિ મૂકતા પહેલાં જાણી લો વાસ્તુના નિયમો, નાની ભૂલ બની શકે છે અશુભ!
પ્રવેશદ્વાર ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે જ જગ્યાએ બધી ઉર્જા પ્રવેશ કરે છે. તેથી, જાણી જોઈને કે અજાણતાં મુખ્ય પ્રવેશદ્વાર પર ખોટી દિશામાં અથવા સ્થાન પર ભગવાનની મૂર્તિ મૂકવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. માન્યતા અનુસાર, મુખ્ય પ્રવેશદ્વારથી જ ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. આથી જ ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશ સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરે છે. જોકે, વાસ્તુ ગુરુ માન્યાના જણાવ્યા અનુસાર, ભગવાનને ઘરના દ્વારપાલ બનાવવા જોઈએ નહીં. ખોટી દિશામાં કે અયોગ્ય જગ્યાએ મૂર્તિ મૂકવાથી શુભ પરિણામ મળવાને બદલે પ્રતિકૂળ અસર થઈ શકે છે.
દિશા પ્રમાણે પસંદ કરો શુભ પ્રતીકો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દરવાજાની દિશા પ્રમાણે શુભ પ્રતીકોની પસંદગી કરવી જોઈએ. ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે, જ્યારે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં મુખ્ય દરવાજો હોય તો સ્વસ્તિક અને ઓમ જેવાં શુભ પ્રતીકો બનાવી શકાય છે. પૂર્વ દિશાને સૂર્યદેવની દિશા માનવામાં આવે છે. જ્યારે દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુખ્ય દરવાજો હોય તો ત્યાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકવાનું ટાળવાની વાસ્તુ સલાહ આપવામાં આવે છે.
મુખ્ય દરવાજા પર મૂર્તિ મૂકતી વખતે રાખો ધ્યાન
વાસ્તુ માન્યતા અનુસાર, ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરતી વખતે તેમની પીઠ ઘરની અંદરની તરફ ન હોવી જોઈએ. આ માટે કેટલીક પરંપરાઓમાં એક જ સ્થાન પર ભગવાન ગણેશની બે મૂર્તિઓ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી બંનેની પીઠ એકબીજાને અડે. આ ઉપરાંત મુખ્ય દરવાજા પર દેવી કાલી, ભૈરવ કે ભગવાન શિવનાં ઉગ્ર સ્વરૂપની મૂર્તિઓ મૂકવાનું પણ ટાળવું જોઈએ.
વાસ્તુ ગુરુ માન્યાના જણાવ્યા અનુસાર, ભગવાન આપણા આરાધ્ય છે, દ્વારપાલ નહીં. તેથી ધૂળ, માટી અને જૂતાં-ચંપલની અવરજવર થતી જગ્યાએ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી યોગ્ય માનવામાં આવતી નથી.
મૂર્તિના બદલે લગાવો આ શુભ વસ્તુઓ
મુખ્ય દરવાજા પર કુમકુમ કે સિંદૂરથી સ્વસ્તિક, ઓમ અથવા ત્રિશુલ બનાવી શકાય છે. આ ઉપરાંત આસોપાલવના પાન અને ગલગોટાનાં ફૂલોનું તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. તોરણ સમયાંતરે બદલતા રહેવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર લાકડાની દેહરી બનાવવાનું પણ વાસ્તુમાં મહત્ત્વ છે. સાથે જ પ્રવેશદ્વાર સ્વચ્છ અને પ્રકાશિત રાખવું જોઈએ.
આ પણ વાંચો- Friday Remedies : શુક્રવારના આ ઉપયાથી દૂર થશે આર્થિક તંગી અને વૈવાહિક જીવનમાં વધશે પ્રેમ
