Holi 2023 : આ વર્ષે 7 માર્ચ 2023 હોલિકા દહન થશે અને 8 માર્ચ 2023 રંગોનો તહેવાર ધુળેટી ઉજવાશે
Holi : હોળી પ્રાગટ્ય અંગે એવી માન્યતા છે કે તેના દર્શન કરવાથી વર્ષ પર્યંત આરોગ્ય ઉત્તમ રહે છે હોળીનો તાપ લેવાથી નિરોગી થવાય છે બાળકોનું આરોગ્ય પણ ઉત્તમ રહે છે.

ભારતમાં વર્ષોથી પારંપારિક રીતે હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે હોળીના દિવસે ગામ શેરી અને નગરોમાં હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે હોળી પ્રાગટ્ય અંગે એવી માન્યતા છે કે તેના દર્શન કરવાથી વર્ષ પર્યંત આરોગ્ય ઉત્તમ રહે છે હોળીનો તાપ લેવાથી નિરોગી થવાય છે બાળકોનું આરોગ્ય પણ ઉત્તમ રહે છે સાથે જ જાણકારો આ દિવસે હોળીની જ્વાળા પરથી ભાવી વર્ષાઋતુનું અનુમાન કરતા હોય છે માટે હોળી ક્યારે પ્રગટાવી અને ગયા સમયે તે જાણવું ખૂબ જરૂરી હોય છે.
આ પણ વાંચો : હોળી પ્રાગટ્ય સમયે કરી લો આ કામ ! પરીક્ષામાં સફળતાથી લઈ નોકરી સુધીની ઈચ્છાઓ થશે પૂરી !
હોળી હંમેશા ફાગણ સુદ પૂર્ણિમા ની તિથિ એ મનાવવામાં આવે છે આ વર્ષે
ફાગણ મહિનાની પૂનમ તિથિ 6 માર્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે. આ તિથિનું સમાપન 7 માર્ચ એટલેકે મંગળવારે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે થશે. ફાગણ મહિનાની પૂનમ તિથિએ પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામાં આવે છે. એવામાં આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે.
હોળીકા દહનનું મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી
હોળીકા દહનનું મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી છે. એટલેકે આ વખતે હોળીકા દહન માટે કુલ 2 કલાક 27 મિનિટનો સમય છે. હોળીકા દહનના દિવસે ભદ્રા સવારે 5 વાગ્યેને 15 મિનિટ સુધી છે. એવામાં હોળીકા દહન સમયે ભદ્રાનો પડછાયો નહીં હોય.
8 માર્ચે હોળીકા દહનના બીજા દિવસે ફાગણ કૃષ્ણ પ્રતિપદા તિથિ સાંજે 7 વાગ્યેને 42 મિનિટ સુધી છે તેથી આ ધુળેટી રંગો નો તહેવાર મનાવી હોળી મનાવવામાં આવશે. આ વર્ષે હોળી 8 માર્ચે બુધવારે રંગ ઉત્સવ રમાશે.
હોળીકા દહનની સામગ્રી
હોળીકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લો. જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબતી, ફળ, ફૂલ, મિઠાઈ, હળદરના ટુકડા, મગની દાળ, પતાશા, ગુલાલ પાઉડર, નારિયેળ, આખુ અનાજ વગેરે હોવુ જોઈએ.