Guru Pushya Nakshatra 2021: આજે 28 ઓકટોબરે વર્ષો બાદ વિશેષ સંયોગ, ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા માટે નહીં જોવું પડે પંચાંગ

Guru Pushya Nakshatra 2021: પંચાંગ અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં સિદ્ધિ લાવનાર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ પણ રાજયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર ગુરુવાર, 28 ઓક્ટોબર 2021ના રોજ આખો દિવસ અને રાત રહેશે.

Guru Pushya Nakshatra 2021: આજે 28 ઓકટોબરે વર્ષો બાદ વિશેષ સંયોગ, ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા માટે નહીં જોવું પડે પંચાંગ
Guru Pushya Nakshatra 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:24 AM

Guru Pushya Nakshatra 2021: દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ નક્ષત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં કામ કરવાથી શુભ ફળ મળે છે.

પંચાંગ મુજબ, 28 ઓક્ટોબર 2021, ગુરુવારે પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં બેસે છે. 28 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સવારે 9.41 વાગ્યાથી રહેશે અને 29 ઓક્ટોબરે સવારે 11.39 વાગ્યા સુધી રહેશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર પડતું હોવાથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર પણ કહેવામાં આવે છે. આ નક્ષત્રમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ 28 ઓક્ટોબરે સમગ્ર દિવસ દરમિયાન રચાઈ રહ્યો છે.

જાણો આજે શું ખરીદી શકશો ? ગુરુ પુષ્ય નક્ષત્ર પર વાહન, સોનું, મકાન, જમીન, આભૂષણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડું, લોખંડનું ફર્નિચર, ખેતી સંબંધિત વસ્તુઓ વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સાથે આ નક્ષત્ર રોકાણ માટે પણ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં, તમે પરામર્શ કર્યા પછી પોલિસી, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ વગેરેમાં પણ મૂડી રોકાણ કરી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પંચાંગ અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં સિદ્ધિ લાવનાર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ પણ રાજયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર ગુરુવાર, 28 ઓક્ટોબર 2021ના રોજ આખો દિવસ અને રાત રહેશે.

વર્ષો બાદ બન્યો ખાસ સંયોગ

જ્યોતિષના મતે 677 વર્ષ પછી ગુરુ-પુષ્ય યોગમાં શનિ અને ગુરુ બંને મકર રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં, આ વખતે દિવાળી પહેલા ખરીદી અને રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય બની રહ્યો છે. શનિદેવ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. આવી સ્થિતિમાં, ખરીદી માટે આ એક શ્રેષ્ઠ તક છે.

677 વર્ષ બાદ પુષ્ય નક્ષત્ર પર ગુરુ-શનિનો સંયોગ બની રહ્યો છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે અને દેવતા ગુરુ બૃહસ્પતિ છે. ખાસ વાત એ છે કે આ બંને ગ્રહ મકર રાશિમાં બેઠા છે. એટલે કે શનિ અને ગુરુનો સંયોગ મકર રાશિમાં રહે છે. આ સાથે ગુરુવારે પુષ્ય નક્ષત્ર પડી રહ્યું છે. તેથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર પણ કહેવામાં આવે છે. આવો સંયોગ 677 વર્ષ પછી બની રહ્યો છે.

આ પણ વાંચો: Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો: Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">