ગુરુ ચાંડાલ યોગ પૂરો થયો, આ રાશિના લોકો માટે ખુલશે ભાગ્ય, જાણો કઇ છે આ રાશિ
મેષ રાશિમાં ગુરુ અને રાહુ ગ્રહના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ રચાયો હતો. તાજેતરમાં જ 21મી જૂને ગુરુ ગ્રહે પોતાનું નક્ષત્ર બદલીને નવા નક્ષત્ર એવા ભરણીમાં પ્રવેશ કર્યો છે. ગુરુ ગ્રહનું નક્ષત્ર બદલાતા જ ગુરુ ચાંડાલ યોગ પૂર્ણ થાય છે. જેના કારણે 4 રાશિના જાતક લોકોને ઘણી બધી રાહત મળી શકે છે.

Guru Chandal yog 2023: વર્ષ 2023ના એપ્રિલમાં દેવગુરુ ગણાતા બૃહસ્પતિએ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 1 મે, 2024 સુધી મેષ રાશિમાં જ રહેશે. બીજી તરફ, ક્રૂર ગ્રહ ગણાતા રાહુ પહેલેથી જ મેષ રાશિમાં છે અને 30 ઓક્ટોબર 2023 સુધી મેષ રાશિમાં જ રહેનાર છે.
મેષ રાશિમાં ગુરુ અને રાહુ ગ્રહના સંયોગના કારણે ગુરુ ચાંડાલ યોગ રચાયો હતો. તાજેતરમાં જ 21મી જૂને ગુરુએ પોતાનું નક્ષત્ર બદલીને, નવા નક્ષત્ર ભરણીમાં પ્રવેશ કર્યો છે. ગુરુ ગ્રહનું નક્ષત્ર બદલાતા જ ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થાય છે. ચાંડાલ યોગ સમાપ્ત થવાના કારણે 4 રાશિના લોકોને ખુબ જ રાહત મળી છે. એમ કહી શકાય કે, મેષ રાશિમાં બનેલા ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થવાના કારણે મેષ રાશિના લોકોનું ભવિષ્ય ચમકી ઉઠશે. આ અહેવાલ દ્વારા ચાલો જાણીએ કે, ગુરુ અને રાહુ ગ્રહની યુતિથી બનેલા ગુરુ ચંડાલ જેવા અશુભ યોગનો અંત, કઈ કઈ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેનાર છે.
આ પણ વાંચો : Guru Pushya Nakshatra: આજે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે કરો આ કામ, ક્યારેય નહીં થાય ધનની કમી
આ રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન રહેશે ભાગ્ય ચમકાવનાર
મિથુન રાશિઃ ગુરુ રાહુ ચાંડાલ યોગના વિસર્જનને કારણે મિથુન રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. આ લોકોને નોકરી-ધંધામાં મોટો ફાયદો થશે. પ્રગતિ થશે, આવક વધશે. જૂના રોકાણથી લાભ થશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. અટકેલા કામ પૂરા થવા લાગશે.
સિંહ રાશિઃ ગુરુ અને રાહુના ચાંડાલ યોગનો અંત સિંહ રાશિના લોકોને મોટી રાહત આપનાર છે. ગ્રહદશાને કારણે આર્થિક લાભ થઈ શકે છે. આ રાશીના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. નવિ કાર્ય કરો તો તેમા તમને સફળતા મળશે. પિતાનો સહયોગ મળશે. ઉચ્ચ અભ્યાસ માટે તમારી વિદેશ જવાની ઈચ્છા જરૂરથી પૂરી થઈ શકે તેવી સ્થિતિ સર્જાશે.
કર્ક રાશિ : ગુરુ અને રાહુ ચાંડાલ યોગ સમાપ્ત થતા જ કર્ક રાશિના જાતકોને ઘણું બધું આપશે. આ રાશિના જાતકોને માન, પદ, પ્રતિષ્ઠામાં વધારો અને ભાગ્ય ચમકશે ગ્રહોને કારણે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન મળશે. નવી નોકરી મળવાની પ્રબળ તકો રહેલી છે.
ધન રાશિ : ગુરુ ચાંડાલ યોગ પૂર્ણ થવાથી ધનુ રાશિના લોકોને કારકિર્દી, આર્થિક સ્થિતિની બાબત, વ્યક્તિગત સંબંધમાં લાભ આપશે. આ રાશિના જાતકોના ઘરમાં સુખ અને શાંતિ અનુભવાશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. કારકિર્દી ક્ષેત્રે નવી તકો મળશે, જે તમને ફાયદાકારક સાબિત થશે. મૂડી રોકાણમાં પણ તમને સફળતા હાંસલ થશે.