અનેક સમસ્યાનું શમન કરશે ગણેશજીના આશીર્વાદ, બસ કરી લો આ એક કામ !
જો આપના જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ હોય કે જે જવાનું નામ જ ન લેતી હોય, તો આવા સમયે આપે ગણેશજીને દૂર્વા અર્પણ કરવી જોઇએ. તેનાથી ભગવાન ગણેશ (lord ganesha) પ્રસન્ન થશે અને આપને સમસ્યાઓમાંથી મુક્તિ પણ અપાવશે.
ભગવાન ગણેશ (lord ganesha) એ તો સંકટોનું શમન કરનારા દેવતા છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિની (happiness and prosperity) પ્રાપ્તિ કરવા માટે જો આપ ગણેશજીની કૃપા (ganesha blessings) પ્રાપ્ત કરી લો તો આપનો બેડો પાર થઇ જશે. ગજાનન ગણેશની વિધિવત પૂજા કરવાથી તો આપની મનોકામનાની પૂર્તિ થાય જ છે, પણ જ્યોતિષશાસ્ત્રમાં કેટલાંક એવા સરળ ઉપાયો (Simple remedies) પણ જણાવવામાં આવ્યા છે કે જે કરવા માત્રથી આપની મનોકામનાની પૂર્તિ થાય છે. આપને જીવનમાં સતાવતી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. તો ચાલો, આજે આપને કેટલાંક એવાં જ સરળ ઉપાયો જણાવીએ.
પશુઓની સેવા કરવી
મંગળવારના દિવસે ખાસ કરીને ગાય કે બળદની સેવા કરવી જોઈએ. તેમજ તેમને લીલું ઘાસ નીરવાથી પણ આપને ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. સાથે જ ગાયને ઘી અને ગોળવાળી રોટલી અર્પણ કરવાથી મનોકામના પૂર્તિની માન્યતા છે.
સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા
જો આપના જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ હોય કે જે જવાનું નામ જ ન લેતી હોય, તો આવા સમયે આપે ગણેશજીને દૂર્વા અર્પણ કરવી જોઇએ. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને આપને સમસ્યાઓમાંથી મુક્તિ પણ અપાવશે.
તણાવથી મુક્તિ અર્થે
જે લોકો તણાવથી પરેશાન હોય તેમણે મંગળવારના દિવસે ભગવાન ગણેશને મોદકનો ભોગ લગાવવો જોઇએ. આ ઉપાય ખૂબ જ સરળ છે. અને તે કરવાથી તણાવમાંથી મુક્તિ મળવાની માન્યતા છે.
લગ્નજીવનની સમસ્યામાંથી મુક્તિ
જે યુગલોને લગ્નજીવનમાં સમસ્યા સતાવતી હોય તો તેમણે ગણેશજીને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ ઉપાય દર મંગળવારના દિવસે કરવાથી તેમને ચોક્કસથી લાભની પ્રાપ્તિ થશે.
નોકરી સંબંધી સમસ્યાઓનું નિવારણ
નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો મંગળવારના દિવસે એક પીળું કપડું લેવું. તે પીળા વસ્ત્રમાં એક સોપારી મૂકવી. હવે તે સોપારીને ગણેશજીની સમક્ષ મૂકીને તેના પર કુમકુમ લગાવવીને ગણપતિનું ધ્યાન કરો. પછી સોપારી પર ચોખા અર્પણ કરો. પૂજીત સોપારીને પીળા વસ્ત્રમાં લપેટીને તેને તિજોરીમાં મૂકી દો. આ ઉપાય કરવાથી નોકરી સંબંધીત સમસ્યામાંથી મુક્તિ મળવાની માન્યતા છે.
ઘરમાં સકારાત્મકતા લાવવા
દરેક વ્યક્તિની એક જ મનશા હોય છે કે તેના ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે અને ઘરમાં સુખ-શાંતિ સ્થિર થાય. આ માટે પૂજા સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાં મૂકી દો. આ ઉપાય કરવાથી આપના ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બનશે તેમજ આપના ઘર પર ગણેશજીની કૃપા સદૈવ વરસતી રહેશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)