AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2026: ઘર માટે ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ન કરતા આ ભુલ, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવાશે. પરંપરા મુજબ ભક્તો ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરે છે અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવે છે.

Ganesh Chaturthi 2026: ઘર માટે ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ન કરતા આ ભુલ, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી
| Updated on: Sep 10, 2026 | 8:14 AM
Share

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવાશે. પરંપરા મુજબ ભક્તો ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-અર્ચના કરે છે અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ ખરીદતી વખતે પણ કેટલીક ધાર્મિક માન્યતાઓનું ધ્યાન રાખવામાં આવે છે. માન્યતા અનુસાર, ઘર માટે ડાબી તરફ વળેલી સૂંઢવાળી ગણેશજીની મૂર્તિ શુભ માનવામાં આવે છે. બેઠેલી મુદ્રાની મૂર્તિને પણ ઘરમાં સ્થાપના માટે શુભ માનવામાં આવે છે, જ્યારે ઉભી મૂર્તિ ટાળવાની માન્યતા છે.

મૂર્તિના રંગ અને સ્વરૂપનું પણ રાખો ધ્યાન

ગણેશજીની મૂર્તિમાં કેસરિયો, સફેદ કે પીળો રંગ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાળા રંગની મૂર્તિ ઘરમાં ન લાવવાની સલાહ આપવામાં આવે છે. મૂર્તિ સાથે ભગવાન ગણેશનું વાહન ઉંદર પણ હોવું જોઈએ. ઉપરાંત, મૂર્તિમાં ચાર હાથ અને દાંતનું પરંપરાગત સ્વરૂપ હોવું જોઈએ.

ઘર માટે કેવી મૂર્તિ પસંદ કરવી?

ઘરમાં સ્થાપના માટે શુદ્ધ માટી, પિત્તળ, તાંબા, ચાંદી અથવા સફેદ આરસપહાણની મૂર્તિ પસંદ કરી શકાય છે. મૂર્તિ ખરીદતી વખતે તેમાં કોઈ તિરાડ કે નુકસાન ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરના પૂજા સ્થળના કદ પ્રમાણે નાની મૂર્તિ પસંદ કરવી યોગ્ય માનવામાં આવે છે. માન્યતા અનુસાર ખૂબ મોટી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાનું ટાળવામાં આવે છે. મૂર્તિની સ્થાપના માટે ઉત્તર-પૂર્વ ખૂણો અથવા પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે.

ગણેશ પૂજા દરમિયાન આ નિયમોનું રાખો ધ્યાન

ગણેશજીની સ્થાપના પહેલાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, લાકડાની ચોકી પર લાલ કે પીળું કપડું પાથરી મૂર્તિ સ્થાપિત કરવી અને શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ. પૂજા દરમિયાન તાંબાના વાસણમાં પાણી, સોપારી, સિક્કો અને કેરીના પાન રાખી શકાય છે. ભગવાન ગણેશને ફળ, ફૂલ, મોદક અથવા લાડુ અર્પણ કરીને આરતી કરવામાં આવે છે.

આ પણ વાંચો- 10 September 2026 રાશિફળ: નોકરીમાં પ્રમોશનથી વેપારમાં મોટો નફો, આજે આ રાશિઓ માટે પ્રગતિના સંકેત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">