Vastu Tips : સનાતન ધર્મ અને હિન્દુ માન્યતા અનુસાર ઘણા છોડને પવિત્ર માનવામા આવે છે. જેમા તુલસીના છોડનો પણ સમાવેશ કરવામા આવે છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ માતા લક્ષ્મીનો વાસ તુલસીના છોડમા હોવાથી તુલસીને માતાનો દરજ્જો આપવામા આવ્યો છે. હિન્દુ ધર્મમા કોઈ પણ વ્રત, તહેવાર , શુભ પ્રસંગે કે માંગલિક પ્રસંગે માતા તુલસીની પૂજા કરવામા આવે છે. તુલસી માતાની પૂજા-અર્ચના કરવાથી ઘરમા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ વસ્તુ તુલસીની પાસે મુકવાથી નુકસાન પહોચે છે તે જાણીશું
તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. તેથી તુલસીના છોડ પાસે સાવરણી મુકવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનુ અપમાન કર્યુ હોય તેવુ માનવામા આવે છે. જો સાવરણી તુલસીના છોડની પાસે રાખવામા આવે તો તે તમને કંગાળ (ગરીબ) બનાવી શકે છે.
તુલસીના છોડમા માતા લક્ષ્મીનો વાસ હોવાથી તેના બાજુમા ચંપલ ન મુકવા જોઈએ છતા પણ જો ત્યા ચંપલ મુકવામા આવે તો તે માતા લક્ષ્મીનુ અપમાન થયુ એવુ ગણવામા આવે છે. માટે છોડ પાસે હંમેશા સાફ-સફાઈ રાખવી જોઈએ.
તુલસી ક્યારામા અજાણતા પણ શિવલિંગને ન મુકવુ જોઈએ. પૌરાણિક કથા મુજબ એવુ માનવામા આવે છે કે માતા તુલસી પૂર્વજન્મમા શક્તિશાળી અસુર જાલંધરની પત્ની વૃંદા હતી. વૃંદાના પતિનો વધ ભગવાન શિવે કર્યો હતો જેથી ક્યારે પણ તુલસીના છોડ પાસે કે તેના મુળમા શિવલિંગના મુકવુ જોઈએ.જો તમે શાલિંગ્રામની મૂર્તી તુલસી ક્યારામા મુકવામા આવે તો તેનાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.
તુલસીના છોડ પાસે જો કાંટાવાળા છોડ વાવવામા આવે તો ઘરના સભ્યો વચ્ચે મનભેદ, મત ભેદ , ઝઘડા જેવી સમસ્યાઓ ઉત્પન થાય છે માટે તુલસીના પાસે કાંટાવાળા છોડ ન વાવવા જોઈએ.
તુલસીના છોડને અંત્યત પવિત્ર માનવામા આવે છે માટે તેની આસ-પાસ સાફ સફાઈનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તુલસીની પાસે કચરા પેટી મુકવામા આવે તો ઘરમા નકારાત્મકતા અને દરિદ્રતાનો વાસ થાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.