Bhakti: શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી

પૂજાસ્થાન પર ધૂપ અવશ્ય હોવો જોઈએ. ધૂપ સુગંધને પ્રસરાવવાનું કામ કરે છે. સુગંધથી તમારા મન અને મસ્તિષ્કમાં સકારાત્મક ભાવ અને વિચારોનો જન્મ થાય છે. તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને સુગંધિત બની રહે છે.

Bhakti: શું તમારા ઘરના મંદિરમાં છે આ પવિત્ર વસ્તુઓ ? જાણો પુણ્યફળની પ્રાપ્તિ કરાવનારી પૂજા સામગ્રી
પૂજન સામગ્રી

ભક્તો (devotee) ખૂબ જ પ્રેમથી તેમના ઘરના મંદિરને સજાવતા હોય છે. અને તેમાં તેમના આરાધ્યને વિદ્યમાન કરીને આસ્થા સાથે તેમની પૂજા કરતા હોય છે. આમ તો ભગવાન શુદ્ધ ભાવ માત્રથી જ રીઝનારા છે. પણ કહે છે કે જો ઘરના મંદિરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો પ્રભુ વિશેષ પ્રસન્ન થાય છે. આવો, આજે કેટલીક એવી જ વસ્તુઓ વિશે જાણકારી મેળવીએ કે જેનું પૂજા સમયે હોવું અનિવાર્ય મનાય છે. એટલું જ નહીં, આ એ પૂજન સામગ્રી છે કે જેના દ્વારા જ શ્રદ્ધાળુઓ પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે છે.

1. ચંદન ચંદન શાંતિ અને શીતળતાનું પ્રતિક છે. એટલે નાનકડું ચંદનનું લાકડું કે ચંદનની ડબ્બી પૂજા સ્થળ પર અચૂક રાખવી જોઇએ. ચંદનની સુગંધ મનને નકારાત્મક વિચારથી દૂર રાખે છે. ચંદનથી જ શાલિગ્રામ અને શિવલિંગની પૂજા થતી હોય છે. તો માથા પર ચંદન લગાવવાથી મસ્તક શાંત ભાવમાં રહે છે. તે મનુષ્યના ચિત્તને પ્રભુમય બનાવવામાં મદદરૂપ બને છે.

2. ચોખા અત્યંત શ્રમથી પ્રાપ્ત થતા ચોખા સંપન્નતાનું પ્રતિક છે. ચોખાને અક્ષત કહેવામાં આવે છે. કોઈપણ પૂજા અક્ષત અર્પણ કર્યા વિના અપૂર્ણ મનાય છે. પ્રભુને ચોખા અર્પણ કરવાનો અર્થ એ છે કે તમે તમારા વૈભવનો ઉપયોગ પોતાના માટે નહીં, પરંતુ, બીજા માટે માનવસેવા માટે કરો.

3. કંકુ કંકુને કુમકુમ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક પૂજામાં કંકુને ચોખા સાથે માથે લગાવવામાં આવે છે. આને શુભ સમજવામાં આવે છે. તે આરોગ્યમાં વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. રક્તવર્ણું કંકુ એ સાહસનું પણ પ્રતિક છે. કંકુને મસ્તક પર લગાવતી વખતે નીચેથી ઉપરની તરફ લઇ જવાનું હોય છે. જેનાથી તમારા ગુણોમાં વૃદ્ધિ થવાની પ્રેરણા મળે.

4. ધૂપ ધૂપ સુગંધને પ્રસરાવવાનું કામ કરે છે. સુગંધથી તમારા મન અને મસ્તિષ્કમાં સકારાત્મક ભાવ અને વિચારોનો જન્મ થાય છે. તેનાથી તમારા મન અને ઘરનું વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બની રહે છે. સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. ઉલ્લેખનીય છે કે ધૂપ એટલે અગરબત્તી નહીં ! ઘરમાં અગરબત્તીની જગ્યાએ ધૂપ પ્રગટાવવો જોઇએ. ધૂપ જેમાં પ્રગટાવવાનો હોય તે પાત્ર પણ પૂજાસ્થળની નજીકમાં જ રાખવું જોઈએ.

5. દીવો પારંપરિક દીવો માટીનો હોય છે. તેમાં પાંચ તત્વો છે. માટી, આકાશ, જળ, અગ્નિ, અને વાયુ. કહેવાય છે કે આ પાંચ તત્વોથી સૃષ્ટિનું નિર્માણ થયુ છે. પ્રત્યેક હિન્દુ અનુષ્ઠાનમાં પંચતત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. અને આ ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે દીવો.

6. ગરુડ ઘંટ જે સ્થળો પર ઘંટનાદનો અવાજ નિયમિત આવે છે, ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર બની રહે છે. તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. નકારાત્મકતા દૂર થવાથી સમૃદ્ધિના દ્વાર ખુલે છે. એ જ કારણ છે કે ઘરમાં પૂજા સ્થાન પર ગરુડ ઘંટ અથવા તો ઘંટડી જરૂરથી જ રાખવી જોઈએ.

7. શંખ જેના ઘરમાં શંખ હોય છે તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. શંખ સૂર્ય અને ચંદ્ર સમાન દેવસ્વરૂપ મનાય છે. જેની મધ્યમાં વરુણ, પૃષ્ઠમાં બ્રહ્મા તથા અગ્રમાં ગંગા અને સરસ્વતી નદીનો વાસ છે. તીર્થાટનથી જે લાભ મળે છે તે જ લાભ શંખના દર્શન અને પૂજાથી પ્રાપ્ત થાય છે.

8. કોડી જૂના સમયમાં કેટલીક એવી પરંપરાઓ કે ઉપાયો પ્રચલિત હતા જેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. પીળી કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એક એક પીળી કોડીને અલગ અલગ લાલ કપડામાં બાંધીને ઘરના મંદિરમાં, ઘરમાં રહેલી તિજોરીમાં અને તમારા કપડાનાં ખિસ્સામાં રાખવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિની માન્યતા છે.

9. જળ કળશ જળથી ભરેલો કળશ દેવતાઓ સમાન માનવામાં આવે છે. જો કે આપણે જળને શુદ્ધ તત્વ માનીએ છીએ. જેનાથી ઇશ્વર આકર્ષિત થાય છે. તેને મંગળ કળશ પણ કહેવામાં આવે છે. એક કાંસા કે તાંબાના કળશમાં જળ ભરીને તેમાં કેટલાક આંબાના પાન ઉમેરીને તેના મુખ પર નારિયેળ મુકવામાં આવે છે. કળશ પર કંકુથી સ્વસ્તિકનું ચિન્હ બનાવીને તેના ગળાના ભાગ પર નાડાછડી બાંધવામાં આવે છે. જળકળશમાં પાન અને સોપારી પણ ઉમેરવામાં આવે છે.

10. તાંબાના સિક્કા તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા બીજી ધાતુઓ કરતા વધારે પ્રમાણમાં છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા કે સિક્કા ઉમેરવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે. તમને આ ઉપાયો નાના લાગશે પરંતુ આ બધા કારગર ઉપાયો છે. તમને તેની અસર જોવા મળશે.

11. ગંગાજળ એક તાંબાના નાના લોટામાં ગંગાજળ ભરી પૂજા સ્થળમાં અવશ્ય રાખવું જોઈએ. કેટલીક વાર આપણને આ જળની આવશ્યકતા ઊભી થાય છે. ગંગાજળનું કળશ પણ જળ કળશની જેમ જ રાખવું.

12. આચમન નાના એવા તાંબાના લોટામાં જળ ભરીને તેમાં તુલસીદળ ઉમેરી હંમેશા પૂજા સ્થળ પર રાખવામાં આવે છે. આ જળ આચમનનું જળ કહેવાય છે. આ જળને 3 વાર ગ્રહણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આવી રીતે આચમન કરવાથી પૂજાનું બેગણું ફળ મળે છે.

13. અન્ય સામગ્રી હળદરની ગાંઠ, યજ્ઞોપવિત, કપૂર, અત્તરની શીશી, ચાંદીના સિક્કા, નાડાછડી, મધ, ઇલાયચી, લવિંગ, આખા ધાણાં, દૂર્વા, રુદ્રાક્ષ અને સ્ફટિકની માળા પણ પૂજાસ્થળ પર જરૂરથી હોવી જોઈએ.

આ પણ વાંચોઃ એક મંત્ર માત્રથી સૂર્યદેવ આપશે સંતતિનું સુખ ! અત્યારે જ નોંધી લો સૂર્યદેવનો આ મંત્ર

આ પણ વાંચોઃ જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati